નિફ્ટીમાં ૪૭૫૫ ઉપર જ રૂખ તેજીની

Published: 25th November, 2011 08:24 IST

ગઈ કાલે  એક્સ્પાયરીને ધ્યાનમાં લઈને ૪૭૦૪ની ઉપર સુધારો તેમ જ ૪૬૭૦થી ૪૭૩૦ની ટ્રેડિંગ રેન્જ તેમ જ ૧૨.૩૦ પછી રૂખમાં પરિવર્તન જણાવેલું એ મુજબ ૪૬૭૦ તૂટતાં નીચામાં ૪૬૩૩ થયા બાદ બપોરે ૧ વાગ્યા પછી ૪૭૦૩ અને ૪૭૩૦ની સપાટીઓ કુદાવતાં ઉપરમાં ૪૭૭૪ની સામે ૪૭૬૮ થઈ છેલ્લે ૪૭૫૫ બંધ રહી છે એની ઉપર જ સુધારાની શક્યતા અન્યથા ૪૭૩૦ નીચે ફરી વેચવાલીના દબાણની શક્યતા છે.(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

ગુરુવારનો સુધારો રોલઓવર તેમ જ સંસદમાં કાર્યવાહી શરૂ થતાં તેમ જ યુરોપિયન બજારો સુધારાતરફી રહેતાં અહીં ઓવરસોલ્ડ બજારમાં વેચાણકાપણી તેમ જ પસંદગીના શૅરોમાં વેલ્યુબાઇંગને કારણે સુધારો જોવાયો છે જે આજે ૪૭૫૫ ઉપર જળવાશે. માટે વેચવામાં ઉતાવળ ન કરવી અને નવા સપ્તાહના આરંભમાં ઉછાળે વેચવું, કારણ કે ઝડપી ઘટાડા બાદ પ્રત્યાઘાતી સુધારો બે દિવસ તો ટકશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૭૪૦ ઉપર તેજીધ્યાન રાખવું અને ઉપરમાં ૧૫,૯૧૦ ઉપર ૧૬,૦૩૦થી ૧૬,૧૬૦ સુધીના ઉછાળામાં વેચવું. નિફ્ટીમાં ૪૭૫૫ ઉપર જ સુધારામાં ૪૮૦૫ સુધીનો ઉછાળો જ્યારે ૪૭૧૮ તૂટતાં ૪૬૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૭૮૩ રૂપિયા નીચે ૭૯૨ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. હવે ૭૬૮ રૂપિયા તૂટતાં ૭૫૦ રૂપિયાનો ભાવ.

લાર્સન

૧૨૧૦ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૨૪૪ ઉપર ૧૨૭૦ સુધીના ઉછાળામાં વેચવું.

મારુતિ

૧૦૦૬ રૂપિયાના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૯૭૯ રૂપિયા તૂટતાં ૯૫૮ રૂપિયાથી ૯૩૨ રૂપિયાનો ભાવ.

સ્ટેટ બૅન્ક

૧૬૫૧ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૧૬૯૨ કુદાવતાં ૧૭૨૫ અને એની ઉપર બીજા ૬૦નો ઉછાળો. ૧૬૩૨ મહત્વની ટેકાની સપાટી.

ઇન્ફોસિસ

૨૬૯૦ રૂપિયા નીચે ૨૭૧૦ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૨૬૪૬ રૂપિયા તૂટતાં ૨૬૦૯ રૂપિયાથી ૨૫૭૦ રૂપિયાનો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK