Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૦૬૫ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૦૬૫ ઉપર રૂખ તેજીની

17 November, 2011 09:12 AM IST |

નિફ્ટીમાં ૫૦૬૫ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૦૬૫ ઉપર રૂખ તેજીની




(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)





ગઈ કાલે છેલ્લા અડધા કલાકમાં ૫૦૭૪થી ઘટાડામાં દિવસ દરમ્યાનની નીચી સપાટી ૫૦૦૨ તોડી નીચામાં ૪૯૯૭ કરી ઉછાળામાં ૫૦૭૪ ઉપર ૫૦૮૦ થતાં બજારમાં તેજીવાળા ગ્રુપે એન્ટ્રી માર્યાનો સંકેત સમજાય છે અને એ કારણે જ નિફ્ટી હાજર કરતાં ફ્યુચરનું પ્રીમિયમ ૧૫ રૂપિયા થઈ ગયું હતું. હવે એક્સપાયરી નજીક આવતાં પોઝિશન રોલઓવરને કારણે વધ-ઘટ તોફાની રહેશે. સરકાર દ્વારા પેટ્રોલની કિંમતમાં ઘટાડો, ડૉલર સામે રૂપિયાની કિંમતમાં થતું ધોવાણ અટકાવવાની તેમ જ એફડીઆઇ બાબતે વિચારણા જેવાં પગલાંએ બજારનું સેન્ટિમેન્ટ થોડા અંશે સુધરવાની ગણતરી છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૭૬૫થી ૧૬,૬૫૦ વચ્ચે લેણ કરવું અને ઉપરમાં ૧૬,૮૮૦ ઉપર વધારવું. આવતી કાલ સુધીમાં ૧૭,૧૦૦ સુધીનો ઉછાળો શક્ય છે. નિફ્ટીમાં ૫૦૪૦ નિર્ણાયક સપાટી છે જેની ઉપર લઈને ૫૦૬૫ ઉપર લેણ વધારવું. ઉપરમાં ૫૦૮૫ ઉપર ૫૧૨૫ આસપાસ વેચવું.



લાર્સન

૧૨૧૪ના સ્ટૉપલૉસે લેવું અને ૧૨૪૬ ઉપર વધારવું અને ૧૨૯૦ સુધીના ઉછાળામાં વેચવું.

વીઆઇપી

નજીકના ૧૧૨ અને દૂરના ૧૦૮ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ૧૨૦ ઉપર ૧૨૯થી ૧૪૦ વચ્ચે વેચવું.

ટાઇટન

૨૦૬ના સ્ટૉપલૉસે લેણ વધારવું. ઉપરમાં ૨૧૭થી ૨૨૧ વચ્ચે નફો કરવો.

રિલાયન્સ

૮૩૮ ઉપર ૮૨૭ના સ્ટૉપલૉસે લેણ કરવું. ઉપરમાં ૮૬૦થી ૮૬૭ વચ્ચે વેચવું.

સ્ટેટ બૅન્ક

૧૭૨૦ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો. ઉપરમાં ૧૭૫૩ ઉપર ૧૭૮૮થી ૧૮૧૦ વચ્ચે વેચવું. Whatsapp-channel Whatsapp-channel

17 November, 2011 09:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK