નિફ્ટીમાં ૭૮૯૮ ઉપર જ રૂખ તેજીની

Published: 16th October, 2014 03:42 IST

મંગળવારના રોજ હોલસેલ મોંઘવારી આંક પાંચ વર્ષની નીચી સપાટીએ આવતાં બૅન્ક નિફ્ટીની આગેવાનીએ આવેલા ઉછાળામાં પણ ખૂલતામાં જોવાયેલી ૭૯૫૨ની ઊંચી સપાટી ઓળંગાઈ નથી તેમ જ છેલ્લા અડધા કલાકમાં જોવાયેલી વેચવાલીમાં નિફ્ટી ઘટીને આગલા બંધ ૭૯૧૧ કરતાં નીચે ૭૮૯૫ બંધ રહ્યો છે એ તેજીસૂચક નથી. મંગળવારની છેલ્લા અડધા કલાકની વેચવાલી ચૂંટણી-પરિણામો પૂર્વે સાવચેતી સ્વરૂપની હતી.


સ્ક્રિપ-સ્કોપ  - ભરત દલાલ

ગઈ કાલે પાકિસ્તાનની સાથે ફરીથી તંગદિલી શરૂ થઈ છે ત્યાં ચીન દ્વારા પણ આપણને અરુણાચલ વિસ્તારમાં રોડ બાંધવા સામે ચેતવણી અપાઈ એની બજારના સેન્ટિમેન્ટ પર વિપરીત અસર થશે. આજ અને કાલની વધઘટનો આધાર યુરોપનાં બજારો તેમ જ ચૅનલો પર આવતા એક્ઝિટ પોલ પર રહેશે. એમાં BJPનાં સારાં પરિણામોની આગાહી બજારમાં સુધારો દર્શાવશે, પરંતુ શુક્રવાર સુધીમાં ૭૯૫૨ની સપાટી નહીં ઓળંગાય તો બે રાજ્યોમાં BJPનો દેખાવ અપેક્ષા મુજબનો નહીં હોય એવો સંકેત સમજવો.

શૅરબજાર આંકમાં ૨૬,૩૭૧ ઉપર જ સુધારાની ચાલમાં ૨૬,૫૩૦ સુધીનો ઉછાળો, જ્યારે ૨૬,૩૫૦ નીચે ઘટાડાની ચાલમાં ૨૬,૧૯૦થી ૨૬,૦૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

નિફ્ટીમાં ૭૮૯૫ ઉપર ૭૯૩૩થી ૭૯૫૨ પ્રતિકારક ઝોન છે. એની ઉપર ૮૦૦૦ સુધીનો ઉછાળો, જ્યારે ૭૮૯૫ નીચે ૭૮૪૫થી ૭૭૯૦ સુધીનો ઘટાડો શુક્રવાર બંધ સુધીમાં જોવા મળશે.

બૅન્ક નિફ્ટી

૧૫,૭૫૦ ઉપર ૧૫,૯૪૦ જ્યારે ૧૫,૬૮૦ તૂટતાં ઘટાડાની ચાલમાં ૧૫,૬૧૦ નીચે ૧૫,૪૯૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

અદાણી એન્ટરપ્રાઇઝિસ

૪૬૨ નીચે ૪૭૦ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૪૫૪ તૂટતાં વધઘટે ૪૩૬નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૪૦૭ના ચુસ્ત સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. નીચામાં હવે ૩૯૩ તૂટતાં વધઘટે ૩૮૨ સુધીનો ઘટાડો જોવા મળશે.

TCS

૨૭૪૦ નિર્ણાયક સપાટી છે જેની ઉપર ૨૭૯૫ કુદાવતાં ૨૯૦૫ સુધીનો ઉછાળો, જ્યારે ૨૬૩૦ તૂટતાં ૨૫૬૬ સુધીનો ઘટાડો જોવા મળશે.

અરવિંદ

૨૯૦ના ચુસ્ત સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૨૭૮ તૂટતાં ૨૬૮ સુધીનો ઘટાડો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK