ગઈ કાલે આગલા દિવસના બંધ નીચે ખૂલ્યા બાદ ૫૩૨૦ની સપાટી તૂટતાં અહીં જણાવ્યા મુજબ ૫૩૨૫થી ૫૨૩૩નો ગૅપ પૂરવારૂપી ઘટાડાની શક્યતા મુજબ નીચામાં ૫૨૬૧ થઈ છેલ્લે ઇન્ટ્રા-ડે વેચાણકાપણી થકી જે મહદંશે ઇન્ફોસિસ, મારુતિ અને એસીસીમાં નીચા મથાળેથી ઉછાળાને કારણે નિફ્ટી ૫૨૯૬ થઈ છેલ્લે ૫૨૯૧ બંધ રહી છે.
(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)
નિફ્ટીમાંયુરોપ અને અમેરિકાના પ્રોત્સાહક અહેવાલ પર અહીં જે તેજી જોવા મળી હતી એમાં ત્યાંનાં બજારોમાં ૩થી ૪ ટકાનો ઘટાડો જોવા મળતાં અહીં પણ વેચાણોની ગેરહાજરીમાં નફારૂપી વેચવાલી નીકળતાં અહીં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે, જેમાં આજે ૫૨૨૦ સુધીનો ઘટાડો શક્ય છે અને એ તૂટતાં ગભરાટ વધવાની શક્યતા છે.
હમણાં સ્ટેટ બૅન્કના પરિણામ પૂર્વે બજારમાં કરેક્શનના દોરમાં ૫૧૫૦ સુધીનો ઘટાડો જોવા મળ્યા બાદ ૧૧/૧૧ સુધીમાં ફરી ૫૪૦૦ સુધીનો છેતરામણો ઉછાળો જોવા મળશે, જે બૅન્કિંગ સેક્ટરને આભારી હશે.
મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૪૮૦ નીચે ૧૭,૫૬૦ના સ્ટૉપલૉસે બજારમાં રૂખ મંદીની અને નીચામાં ૧૭,૨૮૦થી ૧૭,૦૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટી ૫૨૫૭ નીચે રૂખ મંદીની અને નીચામાં ૫૨૨૦થી ૫૧૯૬ સુધીનો ઘટાડો જોવા મળશે. ૫૨૫૭ ઉપર ૫૨૯૬ પ્રતિકારક સપાટી છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK