નિફ્ટીમાં ૫૩૨૫ ઉપર રૂખ તેજીની

Published: 1st November, 2011 18:42 IST

મુરતના દિવસ પછી યુરોઝોનની કટોકટીનો નવેમ્બર ૧૫ સુધીમાં સુખદ ઉકેલ આવવાના આશાવાદે તેજી ગૅપમાં બજાર ખૂલ્યા બાદ નિફ્ટી ઉપરમાં ૫૪૦૩ થયા બાદ સોમવારે ઉપર જણાવેલ કારણનો ઉત્સાહ મંદ પડતાં અને એશિયન બજારોની સાધારણ નરમાઈ પાછળ અહીં પણ નિફ્ટી આગલા બંધ નીચે જ ખૂલી બૅન્ક, રિલાયન્સ અને ઇન્ફોસિસની બેતરફી વધ-ઘટને કારણે નીચામાં ૫૩૩૩ અને ઉપરમાં ૫૩૭૮ વચ્ચે અથડાઈને અંતે ૫૩૪૬ના મથાળે બંધ રહી છે.(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

આમ સોમવારે ઉછાળો પચાવાતો હતો એમ માનવું છે અને આ ધ્યાન ૫૩૨૦ નીચે બંધ ન આવે ત્યાં સુધી રાખવું, કારણ કે ૫૩૨૫થી ૫૨૩૩નો ગૅપ હોવાથી ૫૩૨૫ ઉપર તેજીની પકડ સમજવી અને ગમેત્યારે બૅન્ક-શૅરો જે સૌથી વધુ ઘટેલા છે એમાં ઉછાળો તેમ જ છેલ્લાં ત્રણ સત્ર દરમ્યાન એફએફઆઇની વ્યાપક લેવાલી જોતાં તેજીનો ટેમ્પો જળવાઈ રહેવાની શક્યતા છે. મંદી ગ્રુપનું રક્ષણાત્મક વલણ જોતાં બજારમાં તેજીની ચાલ ધીમી રહેશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૭૨૫ નર્ણિાયક સપાટી છે જેની ઉપર ૧૭,૭૯૦થી ૧૭,૮૭૫ સુધીનો ઉછાળો જ્યારે નીચામાં ૧૭,૭૨૦ તૂટતાં ૧૭,૫૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૧૭,૭૨૫ નીચે નવી લેવાલીથી દૂર રહેવું. નિફ્ટીમાં ૫૩૨૫ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં ૫૩૭૨ પાસે નફો કરવો. ૫૩૭૫ કુદાવતાં ૫૩૯૮થી ૫૪૧૫ સુધીનો ઉછાળો જ્યારે ૫૩૨૫ તૂટતાં ૫૨૭૨થી ૫૨૪૦ સુધીનો ઘટાડો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK