Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ૫૫૦૦ થઈ શકે છે

નિફ્ટી ૫૫૦૦ થઈ શકે છે

31 October, 2011 07:57 PM IST |

નિફ્ટી ૫૫૦૦ થઈ શકે છે

નિફ્ટી ૫૫૦૦ થઈ શકે છે


 

(દેવેન ચોકસીની કલમે)

એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિંચાઈ અને વેરહાઉસિંગમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવા પ્રોત્સાહન આપવું જોઈએ. વ્યાજદર વધારીને માગ ઘટાડવાનો વ્યૂહ તો ડિમાન્ડ ઘટાડીને સાથે-સાથે ઇન્વેસ્ટમેન્ટ્સ પણ ઘટાડે છે અને એટલે ઇન્ડિયાની લૉન્ગ ટર્મ ગ્રોથ-સ્ટોરીને પણ અસર થશે. ૨૫મીની આ પૉલિસીનું સૌથી સારું પાસું એવી જાહેરાત હતી કે સંભવત: આ છેલ્લો વધારો હશે.



સરકારના ફાઇનૅન્સની દુર્દશા

સરકારની નાણાકીય સ્થિતિ દિન-પ્રતિદિન બગડતી જાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૨માં ખાધ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ )ના ૫.૫ ટકાથી પણ વધુ થઈ શકે છે જે જીડીપીના ૪.૬ ટકાના અંદાજ કરતાં વધુ હશે. કરવેરાની આવકમાં સ્લો-ડાઉન, ટાઇટ મૉનિટરી પૉલિસી અને ઑઇલ તથા ફર્ટિલાઇઝર સબસિડીના ઊંચા પ્રમાણને કારણે નાણાકીય ખાધ વધશે. બન્નેમાં અનુક્રમે ૫૦૦ અબજ રૂપિયા અને ૨૩૬ અબજ રૂપિયાની જોગવાઈ સામે આ બન્ને આઇટમો પરની સબસિડી ૬૫૦ અબજ રૂપિયા અને ૬૦૦ અબજ રૂપિયાનો આંક વટાવી જવાનો કાચો અંદાજ છે.

ઊંચી નાણાકીય ખાધને કારણે સરકારના માર્કેટ-બૉરોઇંગ્સ પણ ૪૭ ખર્વ રૂપિયાના અંદાજ સામે ૫૨ ખર્વ રૂપિયા પર પહોંચવાની શક્યતા છે. હમણાં સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કે પ્રાઇવેટાઇઝેશન-સરકારી એકમોમાંથી શૅર વેચી રકમ ઊભી કરવાની બાબતમાં થયેલી નહીંવત પ્રગતિ જોતાં વર્તમાન ચૅલેન્જિંગ માર્કેટ-કન્ડિશનમાં સરકાર માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ પુરવાર થશે. સરકારનું માર્કેટ-બૉરોઇંગ વધશે તો વ્યાજના દર વધુ વધશે અને એને કારણે પ્રાઇવેટ ક્ષેત્રમાંના રોકાણ પર પણ અસર થશે.

સરકારની આવકની વાત કરીએ તો જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના લાભ મળવાની શરૂઆત નાણાકીય વર્ષ ૨૦૧૩ના મધ્ય ભાગથી થવાની સંભાવના છે અને એ પણ એનો અમલ થાય તો જ.

એફએમસીજીની સ્ટોરીફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની નફાશક્તિ દબાણમાં આવતાં આ ક્ષેત્રની કંપનીઓમાં સ્લો-ડાઉન દેખાવા લાગ્યું છે. વધતો જતો રૉ મટીરિયલખર્ચ, વ્યાજદરમાં સતત વૃદ્ધિ, અને રૂપિયાના ડેપ્રીસિએશન (મૂલ્યમાં ઘટાડો) થવાને કારણે આ કંપનીઓની નફાશક્તિ ઘટી છે. ક્વૉર્ટર્લી રિઝલ્ટમાં આ બાબત ગોદરેજ, મૅરિકો, ડાબર અને બ્રિટાનિયાનાં પરિણામોમાં જોવાતાં સ્લો-ડાઉનનો સિગ્નલ મળ્યો છે. ૧૮થી ૨૦ ટકાના દરે વિકાસ કરતા આ ઉદ્યોગમાં હવે ૧૬થી ૧૮ ટકાનો વિકાસદર થઈ રહ્યો છે એ પણ સ્લો-ડાઉનનો નિર્દેશ કરે છે. ફૂડ ઇન્ફલેશન અને વધુ ફ્યુઅલ કૉસ્ટને કારણે ઓવરઑલ ડિમાન્ડ પર અસર થઈ છે. મારા મત મુજબ ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સની સ્ટોરી ઘસાતી જાય છે અને આ ક્ષેત્રના શૅરોમાં હવે નફો અંકે કરવાનો સમય પાકી ગયો છે, કેમ કે આ શૅરો શૅરબજારમાં સૌથી વધુ મોંઘા ગણી શકાય એવા છે.


નિફ્ટીમાં દિશા-નિર્દેશ


નિફ્ટીએ ૪૭૦૦-૫૨૦૦ની રેન્જ તોડી છે. આ રેન્જમાં ઘણા સમય સુધી રહ્યા બાદ બ્રેક-આઉટ આવ્યું છે એટલે ૫૪૦૦-૫૫૦૦ થઈ શકે છે એવો મારો મત છે. યુરોપની કટોકટીનો ઉકેલ ભારત સહિત વિશ્વનાં બજારો માટે મોટા બૂસ્ટર-ડોઝ સમાન નીવડશે. મેં ૧૪૦ના ભાવથી ભલામણ કરેલ તાતા મોટર્સે ૫૦ ટકા રિટર્ન ટૂંકા સમયમાં આપ્યું છે. ઇન્વેસ્ટરો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, કે. પી. આઇ. ટી. ક્યુમિન્સ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને રિલાયન્સના શૅર ઍક્યુમ્યુલેટ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2011 07:57 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK