નિફ્ટીમાં ૫૩૭૦ નીચે વેચીને વેપાર કરવો

Published: 31st October, 2011 19:54 IST

નવા વર્ષનો આરંભ ફૂલગુલાબી તેજીના વલણથી થયો છે અને સપ્તાહ દરમ્યાન મંગળવારે એક્સપાયરીના દિવસથી શરૂ થયેલી સુધારાની ચાલમાં બુધ અને શુક્રવારે તેજીગૅપમાં જ બજાર ખૂલતાં નીચા મથાળેથી ત્રણ કામકાજના દિવસમાં નિફ્ટીમાં લગભગ ૩૩૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં શુક્રવારે ગ્રીસમાં પ્રોત્સાહક સમાચાર તેમ જ અમેરિકામાં જીડીપીનો આંક ૨.૩ ટકા આવતાં બજારમાં શૅરઆંકમાં ૫૧૬ પૉઇન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

 

(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

વાસ્તવમાં તો દશેરા પછી બજારમાં તેજીનો પાયો નખાયો હતો, કારણ કે એ પછી દરેક ઘટ્યામથાળેથી બજાર વધુ ઊછળતું હતું અને નિફ્ટીમાં ૫૧૮૦ની પ્રતિકારક સપાટી જ્યાંથી બજાર ત્રણ વાર પાછું ફર્યું હતું એ મંગળવારે સેટલમેન્ટના દિવસે જ ઓળંગાતાં અને એની ઉપર બંધ આવતાં તેજીના તોફાનનો સંકેત હતો અને એ મુજબ બે જ સત્રમાં નિફ્ટીમાં ૨૦૦ પૉઇન્ટના ઉછાળે ૫૪૦૨ સુધીનો ઉછાળો જોવા મળ્યો. વર્તમાન સુધારાનો દોર ઓછામાં ઓછો ૮થી ૧૧ નવેમ્બર જે ગેનની ટર્નિંગના દિવસો છે ત્યાં સુધી વધઘટે જળવાશે, માટે હમણાં નિફ્ટીમાં ૫૨૪૦ના સ્ટૉપલૉસે ઘટાડે લઈને વેપાર કરવો.


મુંબઈ શૅરબજાર આંકમાં ઉપર જણાવેલ ૧૭,૭૩૦ નજીકની અને ૧૭,૫૪૦ના સ્ટૉપલૉસે ઘટાડે લઈને વેપાર કરવો. ઉપરમાં ૧૮,૦૩૫થી ૧૮,૧૭૫ નજીકનો પ્રતિકારક ઝોન છે, જે કુદાવતાં ૧૮,૫૦૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં આજ માટે ૫૩૭૭ નર્ણિાયક સપાટી છે જેની ઉપર ૫૪૧૨થી ૫૪૫૦ વચ્ચે લેણમાં નફો કરવો. નીચામાં ૫૩૧૫ તૂટતાં નફારૂપી વેચવાલીએ ૫૧૬૫ સુધીના ઘટાડાની શક્યતા છે.

એસીસી

૧૨૨૩ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૧૨૪૦ ઉપર ૧૨૭૦નો ભાવ. ૧૨૨૦ નીચે ૧૧૭૬નો ભાવ.

સેન્ચુરી ટેક્સટાઇલ

૩૧૪ ઉપર જ લઈને વેપાર કરવો અને ઉપરમાં ૩૩૦ ઉપર ૩૪૨ સુધીના ઉછાળામાં વેચવું.

ઇન્ફોસિસ

૨૮૩૧ મહત્વની ટેકાની સપાટી છે, જેની ઉપર ૨૯૦૬ અને ૨૯૫૦ પ્રતિકારક સપાટી છે. ૨૮૧૦ તૂટતાં વધઘટે ૨૬૯૬નો ભાવ.

લાર્સન

૧૩૮૦ના ચુસ્ત સ્ટૉપલૉસે તેજીનો વેપાર જાળવવો તેમ જ વધારવો. ઉપરમાં ૧૪૫૩, ૧૪૮૫ અને વધઘટે ૧૫૫૦નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૩૪૦થી ૩૭૩ ટ્રેડિંગ રેન્જ છે, જ્યારે ૩૮૯ રૂપિયાની પ્રતિકારક સપાટી કુદાવતાં ૩૯૦ રૂપિયાથી ૪૨૫નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK