નિફ્ટીમાં ૫૦૮૨ ઉપર જ રૂખ તેજીની

Published: 21st October, 2011 19:15 IST

બજાર માટે રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરવૃદ્ધિ કરતાં વઘુ મહત્વનો મુદ્દો ગ્રીસની આર્થિક કટોકટી છે અને એનો ઉકેલ રવિવાર પૂર્વે આવવાનો નથી એથી આજે અહીં અફરાતફરી જોવા મળશે. ગઈ કાલનો ઘટાડો રોલઓવર પ્રક્રિયાને આભારી ગણી શકાય.(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)

નિફ્ટી ટેકાની ૫૦૯૬ની સપાટીથી નીચે જ ખૂલીને નીચામાં ૫૦૩૩ થયા બાદ બૅન્કિંગ, રિલાયન્સ અને મેટલ શૅરોમાં સુધારો થતાં ૫૧૧૧ થઈ ૫૧૦૩ બંધ રહ્યો હતો. આ વખતે રિઝર્વ બૅન્ક વ્યાજદર નહીં વધારે એવા આશાવાદે બૅન્કિંગ શૅરોમાં નીચા મથાળે લેવાલી જોવા મળતાં સુધારો જોવા મળે છે, પરંતુ વ્યાજદર કરતાં વધુ મહત્વનો મુદ્દો ગ્રીસ અને યુરોપના દેશોની આર્થિક કટોકટીનો કેવો હલ આવે છે એ અગત્યનું છે અને એનો નર્ણિય રવિવારની મીટિંગમાં હોવાથી ત્યાં સુધી અહીં પણ તોફાની વધ-ઘટ જોવા મળશે. તેજીની ચાલમાં વિશ્વાસ માટે ૫૧૨૦ ઉપર બે સળંગ બંધ જરૂરી છે. એફ ઍન્ડ ઓ નિફ્ટીમાં કૉલ-પુટની પોઝિશન જોતાં ૫૧૦૦ આસપાસનું સેટલમેન્ટ લાગે છે, પરંતુ હવે કોઈ સ્થાનિક રાજકીય કારણ પાછળ ૫૦૫૦ નીચે બંધ આવશે તો એક્સ્પાયરી ૪૯૫૦ની આવશે. મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૦૨૦ નજીકની પ્રતિકારક સપાટી છે જેની ઉપર ૧૭,૧૦૦ મહત્વની પ્રતિકારક સપાટી છે. નીચામાં હવે ૧૬,૮૫૦ તૂટતાં ૧૬,૬૬૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટી ૫૦૮૨થી ૫૦૯૭ મહત્વનો સર્પોટ ઝોન છે, જ્યારે ઉપરમાં ૫૧૩૫ મહત્વની પ્રતિકારક સપાટી છે, જે એક્સ્પાયરી સુધી મહત્વની રહેશે. નીચામાં આજે ૫૦૫૫ તૂટતાં ૫૦૦૪ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૮૪૬ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૮૩૪ નીચે ૮૨૨થી ૮૧૩નો ભાવ.

એસીસી

૧૧૨૫ નીચે ૧૧૩૪ના સ્ટૉપલૉસે વેચવું. ૧૧૧૨ તૂટતાં ૧૦૯૫નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૧૩૭ નર્ણિાયક સપાટી છે, જેની ઉપર ૧૧૫૭થી ૧૧૬૫નો ભાવ. તેજીધ્યાને ૧૧૨૨નો સ્ટૉપલૉસ રાખવો.

મારુતિ

૧૦૬૩ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૦૮૪થી ૧૦૯૫ વચ્ચે નફો કરવો. ૧૦૬૩ તૂટતાં ૧૦૪૮.

રિલાયન્સ કૅપિટલ

૩૨૯ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર જાળવવો. હવે ૩૪૧ કુદાવતાં ૩૫૨ સુધીનો ઉછાળો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK