Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૦૯૬થી ૫૧૮૨ની રેન્જ

નિફ્ટીમાં ૫૦૯૬થી ૫૧૮૨ની રેન્જ

20 October, 2011 07:51 PM IST |

નિફ્ટીમાં ૫૦૯૬થી ૫૧૮૨ની રેન્જ

નિફ્ટીમાં ૫૦૯૬થી ૫૧૮૨ની રેન્જ



(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)

પરંતુ ઉપરમાં નિફ્ટીમાં સોમવારનું ઓપનિંગ ૫૧૬૧ સામે સુધારાની ચાલ ૫૧૫૮ પાસે જ અટકતાં અને છેલ્લી ૧૦ મિનિટમાં ઘણા શૅરોમાં ઊંચા મથાળેથી ઝડપી પીછેહઠ જોવા મળી છે જે બજારમાં વેચાણકાપણી કરતાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી કહો કે ગઈ કાલનો ઉછાળો રોલઓવર પ્રક્રિયાને આભારી ગણી શકાય. નિફ્ટીમાં ૫૧૪૦ કુદાવતાં બજારમાં ફરી ૫૨૫૦થી ૫૩૨૦ની વાતો થવા માંડી છે, પરંતુ એનો હાઉ કે ઉત્તેજના હવે રહ્યાં નથી, કારણ કે મંગળવારના ઘટાડામાં ઘણી પોઝિશન સરખી થઈ ગઈ છે. તેજીના તોફાન માટે આજે ૫૧૨૦ ઉપરનું બંધ જરૂરી છે. મુંબઈ શૅરબજાર આંકમાં એક્સપાયરી નજીક આવતાં વધ-ઘટ રહેશે. ૧૭,૦૨૦થી ૧૭,૧૭૦ની રેન્જ છે અને ઉપરમાં ૧૭,૨૫૫ કુદાવતાં બીજા ૧૫૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળશે. ૧૬,૯૩૦ તૂટતાં ઘટાડો વ્યાપક બનશે. નિફ્ટીમાં ઉપર જણાવ્યા મુજબ ૫૧૨૭ ઉપર ૫૧૪૨ નર્ણિાયક સપાટી છે, જેની ઉપર ૫૧૬૨ કુદાવતાં ૫૧૮૨થી ૫૨૩૦ સુધીનો ઉછાળો જોવા મળશે. ૫૧૨૦ નીચે વેચીને વેપાર કરવો અને ૫૦૯૦ તૂટતાં નવી લેવાલીથી દૂર રહેવું.

રિલાયન્સ

૮૪૪ નીચે ૮૫૦ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૮૨૮ તૂટતાં ૮૧૫થી ૮૦૫નો ભાવ.

ઇન્ફોસિસ

૨૭૪૧ પાસે ૨૭૬૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૨૭૦૮ તૂટતાં ૨૬૮૫નો ભાવ.

બાટા ઇન્ડિયા

૬૯૩ ઉપર ૬૮૭ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૭૦૮ કુદાવતાં ૭૨૧ સુધીનો ઉછાળો.

એસીસી

૧૧૩૮ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૧૧૨૩ તૂટતાં ૧૧૦૮નો ભાવ.

તાતા સ્ટીલ

૪૩૭ નીચે ૪૪૧ના સ્ટૉપલૉસે વેચવું. ૪૩૦ રૂપિયા તૂટતાં ૪૧૮નો ભાવ.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2011 07:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK