(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)
એ મુજબ ૧૩ ઑક્ટોબરે નિફ્ટી ઉપરમાં ૫૧૪૦ થઈ જે ૨૧/૯ની ગેનની ટર્નિંગનું બંધ હતું એ જોતાં હવે એ ૫૧૭૪ પહેલાંનું પ્રતિકારક લેવલ સમજવું. ૪/૧૦થી સુધારાની ચાલના ૭ દિવસમાં રોજ ઊંચું બૉટમ આવ્યું છે. આજે આઠમો દિવસ છે જે ફિબોનાન્સી નંબર હોવાથી અને આજે આગલા દિવસનું બૉટમ તૂટતાં તેજીની સીધી ચાલ અટકશે. એમાં પણ જો આજે એકાદ-બેના અપવાદ સિવાય કોઈમાં પણ ૧૩/૧૦ના ઊંચા ભાવો ન ઓળંગાય તો બજારમાં પ્રત્યાઘાતી ઘટાડાની શક્યતા વધશે. રિલાયન્સનું પરિણામ ૧૫મીએ હોવાથી સોમવારે અફરાતફરી બાદ ૧૮મીનું વર્કિંગ એક્સ્પાયરી સુધી મહત્વનું સમજવું. હવે ૫૧૧૩ ઉપરનું બંધ અથવા ૫૧૪૦નું ટૉપ ન કુદાવે ત્યાં સુધી ઉછાળે જૂના લેણમાં નફો કરવો અથવા ૫૧૦૦નો કૉલ ખરીદી વેચવું. મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૯૪૦ નર્ણિાયક સપાટી છે જેની નીચે વેચીને વેપાર કરવો. ઉપરમાં ૧૭,૦૯૦ નજીકની પ્રતિકારક સપાટી જ્યારે નીચામાં ૧૬,૭૧૦થી ૧૬,૬૫૦ ટેકાની સપાટી છે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૦૯૬ નીચે ૫૧૨૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૫૦૪૭ તૂટતાં ૫૦૧૮થી ૪૯૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૫૧૨૦ ઉપર મંદીના વેપારથી દૂર રહેવું.
ડીએલએફ
૨૪૩ રૂપિયા નીચે ૨૪૮ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. ૨૩૭ રૂપિયા તૂટતાં ૨૨૯થી ૨૨૪ પાસે લેણ કરવું.
તાતા સ્ટીલ
૪૫૮ રૂપિયા નીચે ૪૬૪ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. હવે ૪૫૨ તૂટતાં ૪૪૦ રૂપિયાથી ૪૩૬નો ભાવ.
રિલાયન્સ
૮૪૯ રૂપિયા નીચે ૮૫૫ના સ્ટૉપલૉસે વેચવું. ૮૪૨ તૂટતાં ૮૨૭ રૂપિયાનો ભાવ.
લાર્સન
૧૪૪૩ રૂપિયા નીચે વેચીને વેપાર કરવો. હવે ૧૪૧૭ રૂપિયા તૂટતાં ૧૪૦૦ રૂપિયાથી ૧૩૮૫ રૂપિયાનો ભાવ.
આઇસીઆઇસીઆઇ
૮૯૦ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. હવે ૮૭૫ રૂપિયા તૂટતાં વધઘટે ૮૫૫ રૂપિયાનો ભાવ.
સેન્સેક્સમાં 599 અને નિફ્ટીમાં 165 પૉઇન્ટનો ઘટાડો
5th March, 2021 09:42 ISTસેન્સેક્સમાં 1148 અને નિફ્ટીમાં 326 પૉઇન્ટની વૃદ્ધિ:ઑટો સેક્ટરમાં ઘટાડો
4th March, 2021 08:41 ISTShare Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 50,000 ઉપર
3rd March, 2021 10:00 ISTશૅરબજાર ભારે વૉલેટિલિટી વચ્ચે વૈશ્વિક વલણને અનુસરીને વધ્યું
3rd March, 2021 08:56 IST