નિફ્ટીમાં ૫૦૬૨ ઉપર જ રૂખ તેજીની

Published: 13th October, 2011 19:40 IST

ગઈ કાલે ઇન્ફોસિસનું પરિણામ ધારણા કરતાં સારું આવતાં બજાર સાધારણ તેજીના ગૅપમાં ખૂલ્યા બાદ નિફ્ટીમાં મંગળવારનું ઓપનિંગ ૫૦૨૮ કુદાવતાં મંગળવારે જે દૈનિક ઉચ્ચાલનથી મંદીની રૂખ હતી એ છેતરામણી સાબિત થઈ અને બજારમાં જે વેચાણકાપણીની પ્રક્રિયા ચાલુ છે એમાં આજે બૅન્કિંગ શૅરો, એડીએજી ગ્રુપના શૅરો તેમ જ લાર્સનમાં વેચાણકાપણીથી ઉછાળો જોવા મળ્યો છે.

 

(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)

બજારમાં વેચાણપ્રક્રિયા ચાલુ છે એ દરમ્યાન આગલા દિવસના ઊંચા ભાવો ધ્યાનમાં લઈ લેણ-વેચાણ કરવું. ગઈ કાલે ૫૦૦૨ ઉપર સુધારાની ચાલ જણાવી હતી તો ઉપરમાં ૫૦૭૩થી ઝડપી ઘટાડામાં ૫૦૦૧ આવીને બજાર પાછું ફર્યું હતું. આ છેતરામણા ઘટાડામાં લેણમાં સ્ટૉપલૉસ કરાવી લેણવાળાને નુકસાન કરાવી પાછા ભાવો વધારતાં અને છેલ્લા અડધા કલાકમાં રિલાયન્સ અને બૅન્ક શૅરો તેમ જ ઇન્ફોસિસમાં પણ વેચાણો કપાતાં ૫૧૦૦ની સપાટી કુદાવી ૫૧૧૯ થઈ ૫૧૧૩ બંધ રહ્યો છે. ઓવર સોલ્ડ બજાર તેમ જ રિલાયન્સનું પરિણામ ૧૫મીએ હોવાથી અને બુધવારે જોવાયેલી અફડાતફડીને ધ્યાનમાં લેતાં તેજી તેમ જ મંદીના ધ્યાનવાળા બન્નેએ ૫૦૦૦નો પુટ ખરીદવાની સલાહ છે. મંદીનો વેપાર કરવા કરતાં ૫૦૦૦નો પુટ ખરીદવો વધુ સલાહભર્યું છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૯૪૦ ઉપરનું બંધ વધુ તોફાનમાં ૧૭,૦૫૦થી ૧૭,૨૩૦ સુધીનો ઉછાળો સૂચવે છે. નીચામાં ૧૬,૭૧૦ની સપાટી તૂટતાં નવી લેવાલીથી દૂર રહેવું. ૧૬,૭૧૦ તૂટતાં ૧૬,૬૦૯, ૧૬,૪૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

નિફ્ટીમાં ૫૧૦૫ ઉપરનું બંધ વધુ તેજીસૂચક છે માટે જ મંદીના ધ્યાને ૫૦૦૦ના પુટની સલાહ છે. તમામ વર્ગની નજર ૫૧૭૦થી ૫૧૮૫ ઉપર છે જે કુદાવતાં ૫૩૦૦ સુધીનો ઉછાળો શક્ય છે.

આજે ૫૦૬૨ તૂટતાં ૫૦૩૬થી ૪૯૬૦, જ્યારે ૫૧૧૯ ઉપર ૫૧૫૫થી ૫૨૦૦.

રિલાયન્સ

૮૪૨ ઉપર રૂખ તેજીની છે. ઉપરમાં ૮૬૨થી ૮૭૦ વચ્ચે લેણમાં નફો કરવો. ૮૩૩ તૂટતાં ૮૧૬.

સ્ટેટ બૅન્ક

૧૮૪૬ ઉપર રૂખ તેજીની. ઉપરમાં ૧૯૨૦થી ૧૯૭૦ વચ્ચે લેણમાં નફો કરવો. ૧૮૦૯ તૂટતાં આમાં અને બજારમાં તેજીનાં વળતાં પાણી સમજવાં.

ઍક્સિસ બૅન્ક

ઍક્સિસ બૅન્ક ૧૧૨૧ પાસે ૧૧૩૫ના સ્ટૉપલૉસે વેચવું. ૧૦૭૯ તૂટતાં નીચામાં ૧૦૪૦થી ૧૦૧૫નો ભાવ.

લાર્સન

૧૪૩૦ રૂપિયા ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૧૪૫૨ રૂપિયા કુદાવતાં ૧૪૮૦થી ૧૫૧૦ રૂપિયાનો ભાવ.

ઇન્ફોસિસ

૨૬૫૫ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૨૭૧૦થી ૨૭૪૦ વચ્ચે લેણમાં નફો કરવો. ૨૬૪૫ તૂટતાં ૨૫૩૫નો ભાવ આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK