નિફ્ટીમાં ૫૦૦૨ નીચે રૂખ મંદીની

Published: 12th October, 2011 19:30 IST

ગઈ કાલે તેજીના ગૅપમાં ખૂલ્યા બાદ ઉપરમાં ૫૦૭૦ને બદલે ૫૦૫૫થી જ બજાર ઘટવાતરફી થયું અને નીચામાં ૫૦૧૬ની સપાટી તૂટતાં ઘટવાની ઝડપ અને ઘટનાર  શૅરોની સંખ્યા પણ વધી હતી. ગઈ કાલે ઘણાબધા શૅરો તેજીના ગૅપમાં ખૂલી સાધારણ વધીને દિવસના અંતે આગલા દિવસના બંધથી નીચા બંધ રહેતાં ચાર્ટની  દૃષ્ટિએ દૈનિક ઉચ્ચાલન થયું છે જે મંદીનો સંકેત આપે છે અને હવે ગઈ કાલના ઊંચા ભાવ નીચે આજના ખૂલતા ભાવના સ્ટૉપલૉસે વેચવું જોઈએ.

 

 

(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)

ડૉલરની મજબૂતાઈને કારણે ઇન્ફોસિસનાં પરિણામો સારાં આવવાની ગણતરી મુકાય છે, પરંતુ યુરોપ, અમેરિકાની આર્થિક મંદી તેમ જ ડૉલરની મજબૂતાઈનો  કંપનીને ખરેખર કેટલો લાભ થયો છે એ પરિણામ સાથે ખબર પડશે. સારા પરિણામની ગણતરીએ જ છેલ્લા એક મહિનામાં ૪૦૦ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે  એ જોતાં સારા પરિણામે પણ ઉછાળે વેચવાલી વધવાની ધારણા છે. આઇઆઇપી (ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટિ્રયલ પ્રોડક્શન) આંકની બજાર પર બહુ અસર થાય એમ  લાગતું નથી, કારણ કે એની ઊંધી અસર વ્યાજદરમાં વધારા કે ઘટાડા રૂપે થવાની છે. ગઈ કાલનું વર્કિંગ જોતાં આગળ ઉપર ઘટાડાની શક્યતા વધુ છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૭૦૦ મહત્વની પ્રતિકારક સપાટી પાસે લેણમાં નફો કરવો. ૧૬,૪૪૦ની ટેકાની સપાટી તૂટતાં ૧૬,૧૦૮ સુધીનો ઘટાડો જોવા મળશે.

નિફ્ટીમાં ઉપર જણાવ્યા મુજબ ૫૦૦૪ નીચે ૫૦૩૮ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૪૯૬૦ તૂટતાં ૪૯૧૦ સુધીના ઘટાડાની શક્યતા છે. ૫૦૩૮ ઉપર  ૫૦૮૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

રિલાયન્સ

૮૨૯ રૂપિયા નીચે ૮૩૬ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. હવે ૮૧૭ રૂપિયા તૂટતાં પ્રથમ ૮૦૩ રૂપિયા અને વધ-ઘટે ૭૯૦નો ભાવ.

ઇન્ફોસિસ

૨૫૧૦ રૂપિયાથી ૨૫૪૪ રૂપિયા નર્ણિાયક ટ્રેડિંગ રેન્જ છે. ૨૫૪૪ ઉપર ૨૫૭૨, ૨૬૩૫ જ્યારે ૨૪૮૦ તૂટતાં ૨૪૨૦ રૂપિયાથી ૨૩૫૦ સુધીનો ઘટાડો.

મારુતિ

૧૦૮૭ રૂપિયાના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. હવે ૧૦૬૫ રૂપિયા તૂટતાં ૧૦૪૮ રૂપિયાનો ભાવ.

ગ્રાસિમ

૨૩૩૫ રૂપિયા નીચે ૨૩૫૮ રૂપિયાના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૨૩૧૧ રૂપિયા તૂટતાં ૨૨૯૦ રૂપિયાથી ૨૨૬૫ રૂપિયાનો ભાવ.

ભેલ

૩૩૬ રૂપિયાથી ૩૪૦ વચ્ચે વેચવું જેનો સ્ટૉપલૉસ ૩૪૩. નીચામાં ૩૨૯ તૂટતાં ૩૧૫ સુધીનો ઘટાડો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK