Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૪૮૫૫ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૪૮૫૫ ઉપર રૂખ તેજીની

10 October, 2011 07:48 PM IST |

નિફ્ટીમાં ૪૮૫૫ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૪૮૫૫ ઉપર રૂખ તેજીની


 

(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)



હમણાં પાંચમીના નીચા ભાવોના સ્ટૉપલૉસે પસંદગીના શૅરોમાં લેણ જાળવવું, કારણ કે એ દિવસે છેતરામણા ઘટાડે તેજીનો વેપાર ગોઠવાયાની ધારણા છે. નવા સપ્તાહમાં બીજા કવૉર્ટરલી પરિણામોની સીઝનમાં પરિણામ આધારિત વધઘટ જોવા મળશે. રેટિંગ એજન્સી મુડીઝ દ્વારા સ્ટેટ બૅન્કનું રેટિંગ ઘટાડાતાં એમાં તેમ જ બૅન્કોના એનપીએમાં વધારો થવાની ગણતરીએ તમામ બૅન્ક-શૅરોમાં તેમ જ રિયલ્ટી અને કૅપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીમાં ઉછાળે વેચવાલી વધવાની શક્યતા છે અને જો પરિણામો નબળાં આવશે અને યુરોપની આર્થિક સ્થિતિ કથળવાના સંજોગોમાં અહીં ઝડપી ઘટાડાની શક્યતા છે, જેનો પ્રથમ સંકેત નિફ્ટીમાં ૪૮૨૦ની સપાટી તૂટતાં સમજવો. નવા સપ્તાહમાં ૧૩મીનું વર્કિંગ મહત્વનું છે. ઇન્ફોસિસમાં પરિણામ પૂર્વે ૨૪૨૦થી ૨૫૬૮ની રેન્જ સમજવી. પરિણામ પછી જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ ૧૫૦ રૂપિયાની ચાલ જોવા મળશે.

મુંબઈ શૅરબજાર આંક (૧૬,૨૩૩)માં ૧૬,૧૦૦ના સ્ટૉપલૉસે જ ધ્યાનતેજી રાખવું. ઉપરમાં ૧૬,૨૪૦ ઉપર ૧૬,૪૭૫ પાસે લેણમાં નફો કરવો. ૧૬,૧૦૦ તૂટતાં ૧૫,૮૭૦થી ૧૫,૬૦૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૪૮૫૫ ઉપર ૪૮૩૭ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો. ઉપરમાં ૪૯૦૪ કુદાવતાં ૪૯૪૦થી ૪૯૭૦ સુધીના ઉછાળામાં વેચવું. ૪૮૩૭ તૂટતાં ૪૭૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૭૮૯ ઉપર આમાં તેમ જ બજારમાં સુધારાની ચાલ જળવાશે અને ઉપરમાં ૮૧૩ ઉપર ૮૩૦ જ્યારે ૭૮૯ રૂપિયા તૂટતાં ૭૪૦નો ભાવ.

એસીસી

૧૧૦૫ રૂપિયા ઉપર લઈને વેપાર કરવો. ઉપરમાં ૧૧૩૩ રૂપિયા ઉપર ૧૧૫૫ રૂપિયાનો ભાવ નીચામાં ૧૦૮૪ રૂપિયા ટેકાની સપાટી.

સ્ટેટ બૅન્ક

૧૭૮૩ રૂપિયા નીચે રૂખ મંદીની. હવે ૧૭૨૦ રૂપિયા તૂટતાં ૧૬૮૫ રૂપિયા સુધીનો ઘટાડો. ૧૭૮૩ રૂપિયા ઉપર ૧૮૬૦ રૂપિયા.

ઇન્ફોસિસ

૨૫૦૧ રૂપિયા ઉપર જ લેણ જાળવવું અને ૨૫૩૫ રૂપિયા પાસે નફો કરવો. હવે ૨૪૯૦ રૂપિયા તૂટતાં ૨૪૬૫ રૂપિયાથી ૨૪૨૬ રૂપિયાનો ભાવ.

લાર્સન

૧૩૬૫ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૩૯૫ રૂપિયા ઉપર ૧૪૨૭ રૂપિયાથી ૧૪૬૦નો ભાવ.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2011 07:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK