સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ
એ દિવસ દરમ્યાન આરંભમાં ઇન્ફોસિસ અને છેલ્લે રિલાયન્સમાં સુધારાને કારણે નિફ્ટીમાં ૪૯૦૫ જે આગલા દિવસનું બૉટમ ન તૂટતાં પ્રત્યાઘાતી ઉછાળામાં ફરી ૪૯૪૬ થઈ છેલ્લે ૪૯૩૬ના મથાળે બંધ રહ્યો છે.
ગઈ કાલે ઉપલા મથાળે ફૉલો-અપ લેવાલીને અભાવે અને નફારૂપી વેચવાલીએ હાજર કરતાં ફ્યુચર ડિસ્કાઉન્ટમાં હોવાથી વાયદામાં ઉછાળે વેચવાનું માનસ તેમ જ વેચાણ કરતાં લેણની સ્થિતિ વધુ છે એ જોતાં આજના માટે ૪૯૬૬ ખૂબ જ મહkવની સપાટી છે, જેની નીચે નવી લેવાલી કરતાં લેણમાં નફો કરવો. ૯૯ ટકા ૪૯૦૦થી ૪૯૬૦ આસપાસ જ સપ્ટેમ્બર ફ્યુચર સેટલ થાય એમ માનવું છે. બજારમાં તેજીનો આધાર એકમાત્ર રિલાયન્સ પર છે.
મુંબઈ શૅરબજાર આંકમાં આજના માટે ૧૬,૪૩૦ નર્ણિાયક લેવલ છે, જ્યારે ઉપરમાં ૧૬,૬૨૦ ઉપર સુધારાની ચાલમાં ૧૬,૮૦૦ સુધીનો ઉછાળો જોવા મળશે. ૧૬,૩૬૦ તૂટતાં ૧૬,૧૯૦ સુધીનો ઘટાડો જોવા મળશે.
નિફ્ટીમાં ૪૯૬૬ ઉપર જ સુધારાની ચાલમાં ૫૦૧૦થી ૫૦૩૦ સુધીનો ઉછાળો, જ્યારે ૪૯૪૦ તૂટતાં ૪૮૮૫ સુધીનો ઘટાડો જોવા મળશે.
રિલાયન્સ
૮૧૦ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૮૩૪ સુધીના ઉછાળામાં વેચવું. હવે ૮૦૩ તૂટતાં ૭૮૫નો ભાવ.
સ્ટેટ બૅન્ક
૧૯૮૫ નીચે ૨૦૧૦ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. હવે ૧૯૬૦ તૂટતાં ૧૯૧૫નો ભાવ.
રિલાયન્સ કૅપિટલ
૩૭૮ નીચે રૂખ મંદીની. નીચામાં હવે ૩૬૦ નીચે ૩૪૪ પાસે લેણમાં નફો કરવો.
લાર્સન
૧૪૪૦ નીચે ૧૪૫૧ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૩૮૪થી ૧૩૬૫ વચ્ચે નફો કરવો.
તાતા સ્ટીલ
૪૩૭ના સ્ટૉપલૉસે મંદીનો વેપાર જાળવવો. નીચામાં ૪૧૫ આસપાસ વેચાણમાં નફો કરવો.
શૅર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 2000 અંક નીચે બંધ, આ રહ્યું કારણ
26th February, 2021 16:10 ISTજોરદાર ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 917 અંક તૂટ્યું
26th February, 2021 09:40 ISTસેન્સેક્સ તેજી વચ્ચે 258 પૉઇન્ટ વધીને 51000ની મહત્ત્વપૂર્ણ સપાટીને પણ વટાવી ગયો
26th February, 2021 09:30 ISTશૅરબજાર સુપર ઓવરમાં રમ્યું! સેન્સેક્સ 1030 પૉઇન્ટ વધીને ફરીથી 50,000ના આંકને પાર
25th February, 2021 09:06 IST