નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૬૦૧૦, નીચામાં ૫૮૭૦ મહત્વની સપાટીઓ

Published: 13th December, 2012 05:49 IST

વાચકિમત્રો, નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૩૫.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૫૯૪૪.૯૦ બંધ રહ્યા બાદ સોમવારે નીચામાં ૫૯૨૩.૮૦ થઈ ૨.૪૫ પૉઇન્ટના ઘટાડે ૫૯૪૨.૪૫ બંધ રહ્યું.મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી

વાચકિમત્રો, નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૩૫.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૫૯૪૪.૯૦ બંધ રહ્યા બાદ સોમવારે નીચામાં ૫૯૨૩.૮૦ થઈ ૨.૪૫ પૉઇન્ટના ઘટાડે ૫૯૪૨.૪૫ બંધ રહ્યું. મંગળવારે ઉપલા ગૅપથી ૫૯૫૭.૩૫ ખૂલી ઉપરમાં ૬૦૦૨.૮૫ સુધી આવી નીચામાં ૫૮૯૭.૫૫ થઈ ૧૪.૦૫ પૉઇન્ટના ઘટાડે ૫૯૨૮.૨૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૮૪.૨૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૯,૪૨૪.૧૦ બંધ રહ્યા બાદ સોમવારે નીચામાં ૧૯,૩૬૨.૩૨ થઈ ૧૪.૪૧ પૉઇન્ટના ઘટાડે ૧૯,૪૦૯.૬૯ બંધ રહ્યો. મંગળવારે ઉપરમાં ૧૯,૬૧૨.૧૮ સુધી આવી નીચામાં ૧૯,૨૮૫.૨૯ થઈ દિવસના અંતે ૨૨.૫૫ પૉઇન્ટના ઘટાડે ૧૯,૩૮૭.૧૪ બંધ રહ્યો. ઉપરમાં ૧૯,૬૨૦ કુદાવે તો ૧૯,૭૪૦, ૧૯,૮૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૯,૨૮૫ નીચે ૧૯,૧૮૬ અંતિમ સપોર્ટ ગણાય, જેની નીચે નબળાઈ સમજવી.

બજાર દૈનિક અને અઠવાડિક ધોરણે હાઈલી ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. વર્તમાન ઉછાળો એફઆઇઆઇની લેવાલી થકી મોટા ભાગે બૅન્કિંગ શૅરોને આભારી છે. નવું લેનાર જો યોગ્ય સ્ટૉપલૉસ રાખી એનું પાલન નહીં કરે તો ભારે નુકસાન થવાની શક્યતા. ચાર્ટ પર નબળાઈ નથી, પરંતુ કોઈ પણ ખરાબ કારણ બજારને ગબડાવવા પૂરતું છે. આવતા સપ્તાહે જાહેર થનારી બૅન્ક પૉલિસી પૉઝિટિવ આવશે તો પણ નફારૂપી વેચવાલીની શક્યતા જણાય છે, કારણ કે બૅન્કિંગ શૅરો પહેલેથી જ સારા એવા વધી ગયા છે. બાકી તો હરીચ્છા બળવાન છે.

નિફ્ટી ફ્યુચર (૫૯૨૮.૪૦) ૫૫૫૫.૫૫ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થલી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯૪૭ ઉપર ૫૯૭૫, ૬૦૦૩ અને ૬૦૧૦ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય, જેની ઉપર ૬૦૫૦, ૬૦૯૦, ૬૧૨૫ સુધીની શક્યતા. નીચામાં ૫૮૯૦ નીચે ૫૮૭૦ તૂટતાં નબળાઈ સમજવી. ત્યાર બાદ ૫૮૩૭ સપોર્ટ ગણાય.આંધ્ર બૅન્ક (૧૧૭.૭૦) ૯૯.૫૦ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થલી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૮ ઉપર ૧૨૧થી ૧૨૪ અને ૧૨૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૩ નીચે ૧૧૦ મહત્વનો સપોર્ટ ગણાય. ત્યાર બાદ ૧૩૫થી ૧૩૮ની રેન્જ ગણાય. ચાર્ટ પર બ્રેકઆઉટ જોઈ શકાય છે.અલાહાબાદ બૅન્ક (૧૬૧.૧૫) ૧૨૭.૯૫ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થલી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૫ ઉપર ૧૭૦ કુદાવે તો ૧૭૫થી ૧૮૦ની રેન્જ ગણાય. નીચામાં ૧૫૫ અને ૧૫૦ નીચે નબળાઈ સમજવી. ચાર્ટ પર બ્રેકઆઉટ જોઈ શકાય છે.

રિલાયન્સ ઇન્ફ્રા (૫૨૬.૪૫) ૪૪૭.૫૫ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થલી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૫૦૨ નીચે ૪૯૫ સપોર્ટ ગણાય. ઉપરમાં ૫૨૫ ઉપર ૫૩૨થી ૫૪૦ની રેન્જ ગણાય.

આર. પાવર (૧૦૦.૩૫) ૮૭.૮૫ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થલી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૯૫ સપોર્ટ ગણાય. નજીકનો સપોર્ટ ૯૯ ગણાય. ઉપરમાં ૧૦૬થી ૧૧૨ પ્રતિકાર રેન્જ ગણાય.

બૅન્ક નિફ્ટી (૧૨,૪૪૫) ૯૮૮૧.૫ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થલી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨,૪૫૦ ઉપર ૧૨,૫૨૫, ૧૨,૬૨૫ પ્રતિકાર સપાટી ગણાય, જે કુદાવે તો જ ૧૨,૮૦૦, ૧૨,૯૭૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨,૩૧૦ નીચે ૧૨,૨૧૨ નીચે નબળાઈ સમજવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK