મંગળવારે બજાર તેજી ગૅપમાં ખૂલ્યા બાદ ઇન્ડેક્સ હેવીવેઇટ હિન્દ લીવર,
આઇટીસી, આઇસીઆઇસીઆઇ, સિમેન્ટ શૅરો તેમ જ એડીએજી ગ્રુપના શૅરોમાં ઉછાળા સાથે
મુખ્ય સૂચકઅંકોમાં ૭ની ઊંચી સપાટી ઓળંગી હતી.
સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ
મંગળવારે બજાર તેજી ગૅપમાં ખૂલ્યા બાદ ઇન્ડેક્સ હેવીવેઇટ હિન્દ લીવર, આઇટીસી, આઇસીઆઇસીઆઇ, સિમેન્ટ શૅરો તેમ જ એડીએજી ગ્રુપના શૅરોમાં ઉછાળા સાથે મુખ્ય સૂચકઅંકોમાં ૭ની ઊંચી સપાટી ઓળંગી હતી. ઊંચા મથાળે ફૉલો-અપના અભાવે અને નફારૂપી વેચવાલીના દબાણે પ્રથમ બૅન્ક શૅરો ઘટવાતરફી થતાં અને ખૂલતા ભાવની નીચે બજાર ચાલતાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને ઘણા બધા શૅરોમાં આગલા દિવસની નીચી સપાટીઓ તૂટી હતી. બજાર વધુ ઘટ્યું હોત પરંતુ સંસદમાં એફએફઆઇ દ્વારા બજારમાં રોકાણની મર્યાદા વધારાતાં ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. બજારમાં તેજી સેન્ટિમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બૅન્ક નિફ્ટીમાં આગલા દિવસની નીચી સપાટી નીચે બંધ આવતાં હવે તેજીતરફી ચાલ બદલાયાનો પ્રથમ સંકેત છે. હવે આજે પણ એમાં ૧૨,૪૪૦ નીચે બંધ આવતાં મંદીની રૂખ પાકી સમજવી. જે રીતે ઑટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બૅન્ક શૅરો ઘટવાતરફી થયા છે એ જોતાં હવે બજારમાં ઉછાળાને અનુસરવામાં સાવચેતી જરૂરી છે અને તેજીનો ૭૦ ટકા વેપાર વર્તમાન ભાવે સરખો કરવો અને બાકીનો ૬૦૫૦ પાસે અથવા ૫૮૭૦ની સપાટી તૂટતાં સરખો કરવો.
શૅરબજાર આંકમાં ૧૯,૪૫૦ ઉપર ૧૯,૫૭૦ સુધીના ઉછાળામાં વેચવું. નીચામાં ૧૯,૨૪૪ તૂટતાં ૧૯,૦૫૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં ૫૯૪૪ ઉપર ૫૯૮૦ સુધીના ઉછાળામાં વેચવું. હવે ૫૯૧૬ તૂટતાં ૫૮૮૨થી ૫૮૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે.
રિલાયન્સ
૮૩૪ નીચે રૂખ મંદીની છે. ૮૨૪ નીચે ૮૧૧થી ૮૦૨ સુધીનો ઘટાડો જોવા મળશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK