Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૯૩૩ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૯૩૩ ઉપર જ રૂખ તેજીની

10 December, 2012 07:51 AM IST |

નિફ્ટીમાં ૫૯૩૩ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૯૩૩ ઉપર જ રૂખ તેજીની




(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)





શુક્રવારે બધા સૂચકઅંકો ઊંચા મથાળે ખૂલ્યા પછી આરંભથી નફારૂપી વેચવાલીના દબાણે સતત ઘટતા રહી દિવસની નીચી સપાટીથી સહેજ સુધરીને બંધ રહેતાં ૨૦ નવેમ્બરથી શરૂ થયેલી અને ૨૭થી તોફાની સ્વપરૂપ ધારણ કરેલી તેજી થાક ખાય અથવા ‘યુ’ ટર્ન મારવાનો સંકેત મળે છે. માત્ર ૧૫ દિવસમાં બજારમાં લગભગ ૮થી ૧૦ ટકાનો ઉછાળો જોવામળ્યો છે જેમાં બૅન્ક નિફ્ટીમાં સૌથી વધુ જોવા મળ્યો છે.

વીતેલું સપ્તાહ ૪૯મું હતું, જ્યારે બજાર ટેક્નિકલી વધુપડતા લેણની સ્થિતિમાં હોવાથી અને ઘણા બધા શૅરો ખૂલ્યા ભાવથી ઘટાડાની ચાલ જોતાં વર્ષ આખર સુધીમાં ૭મીના ઊંચા ભાવો જેમાં ઓળંગાય એમાં જ નવું લેવું, બાકી એ ઊંચા ભાવના સ્ટૉપલૉસે વેચવું, કારણ કે સરકારને હવે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ટેકાએ રહેવાનું છે. વધુમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશનાં પરિણામો ધ્યાનમાં લેતાં ઉછાળે



ફૉલા-ેઅપના અભાવની શક્યતા વધુ છે. સમયની દૃષ્ટિએ ૧૦મીના નીચા ભાવ અગત્યના સમજવા.

મુંબઈ શૅરબજાર આંકમાં ઉપર જણાવેલ ૧૯,૩૬૦ ઉપર ૧૯,૫૬૫ અને ૧૯,૬૪૦ મહત્વની પ્રતિકારક સપાટીઓ છે. નીચામાં ૧૯,૨૩૫ તૂટતાં ૧૯,૦૫૦ સુધીનો ઘટાડો. નિફ્ટી ફ્યુચરમાં ૫૯૩૩ ઉપર ૫૯૭૬થી ૬૦૧૦ સુધીના ઉછાળામાં વેચવું. આજે ૫૯૨૧ તૂટતાં ૫૮૮૨થી ૫૮૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

ઍક્સિસ બૅન્ક

૧૩૪૨ નીચે ૧૩૬૪ના સ્ટૉપલૉસે વેચવું. ૧૩૧૫ તૂટતાં ૧૨૯૦નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૨૩૩૫ નીચે ૨૩૫૦ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૨૨૯૫ તૂટતાં ૨૨૭૦નો ભાવ.

રિલાયન્સ

૮૨૬ ઉપર સુધારાની ચાલ જળવાશે અને ઉપરમાં ૮૪૬ ઉપર ૮૫૭નો ભાવ, જ્યારે ૮૨૬ તૂટતાં ૮૦૪.

આરકૉમ

૭૩ ઉપર તેજીમાં ૭૮ સુધીનો ઉછાળો, પરંતુ ૭૨ નીચે બંધ આવતાં ૬૮.

તાતા મોટર્સ

૨૮૩ ઉપર જ લેવું અને ૨૯૧ પાસે નફો કરવો. ૨૮૦ તૂટતાં ૨૭૨, ૨૫૮.
Whatsapp-channel Whatsapp-channel

10 December, 2012 07:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK