નિફ્ટીમાં ૫૯૧૫ નીચે લેણમાં નફો કરવો

Published: 5th December, 2012 06:47 IST

મંગળવારના રોજ સંસદમાં એફડીઆઇના મુદ્દે ચર્ચા શરૂ થતાં આરંભમાં વિરોધપક્ષોની દલીલ દરમ્યાન સામાન્ય નરમાઈ પછી સિબલ દ્વારા ઠરાવની તરફેણમાં વિવિધ દલીલો સાથે એકવાક્ય ‘દેશની જનતાને ભાજપની નીતિ શું છે એ સમજાતી નથી પણ તેની નિયત (ઈચ્છા) (સરકારને કોઈ પણ બહાના હેઠળ પાડવી)ની ખબર છે!(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

એફડીઆઇ બિલ લોકસભામાં તો ૯૯ ટકા પસાર થઈ જશે એમ છતાં આજે ઘણા શૅરોમાં દૈનિક ઉચ્ચાલન થયું છે. બજારમાં બૅન્ક નિફ્ટી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કારણે સુધારાનું હવામાન જોવાય છે પરંતુ છેલ્લે એસબીઆઇની ચાલ જોતાં બૅન્ક નિફ્ટીમાં આરંભના અડધા કલાકમાં જોવાયેલ નીચી સપાટી તૂટતાં વેચવાલીનું દબાણ વધવાની શક્યતા છે. આજ માટે બૅન્ક નિફ્ટીમાં ૧૨૨૪૭ અને નિફ્ટીમાં ૫૯૧૫ નર્ણિાયક સપાટીઓ છે જેની નીચે તેજીના વેપારમાં બજારભાવે નફો કરવાની ભલામણ છે. ઘણા બૅન્ક શૅરોમાં ઉપલા મથાળે લેવાલીમાં ફૉલો-અપનો અભાવ જણાય. વિમાની ભાડાંઓ ઘટાડવા સરકારી પગલાની બીકે જેટમાં જેટ વેગે ઘટાડો જોવાયો છે. આજે સુધારાની ચાલનો આધાર રિલાયન્સ અને આઇસીઆઇસીઆઇ બૅન્ક પર છે. જે શૅરોમાં ૩જીના ખૂલતા ભાવ નીચે બંધ આવ્યું છે (લાર્સન, હિન્દ લિવર અને એમઍન્ડએમ) એમાં ઉછાળે વેચીને વેપાર કરવો.

નિફ્ટી ૩જીનું ઓપનિંગ ૫૯૧૫ છે. આજે ૫૮૮૮ નીચે ૫૮૫૫ મહત્વની ટેકાની સપાટી છે. ૫૯૧૫ ઉપર ૫૯૫૬થી ૫૯૮૦ સુધીના ઉછાળામાં વેચવું.

કોલગેટ

૧૪૮૬થી ૧૫૦૦ વચ્ચે નફો કરવો. ૧૪૬૮ નીચે ૧૪૧૫ સુધીનો ઘટાડો જોવાશે.

હિન્દ લિવર

૫૩૬ નીચે ૫૪૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૫૨૮ તૂટતાં ૫૧૭ સુધીનો ઘટાડો.

સેન્ચુરી ટેક્સટાઇલ

૪૨૫ નીચે ૪૩૧ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૪૧૪ તૂટતાં ૩૯૮નો ભાવ.

એચડીએફસી બૅન્ક

૬૯૪ નીચે ૭૦૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૬૭૭ તૂટતાં ૬૪૮ સુધીનો ઘટાડો જોવાશે.

લાર્સન

૩જીનું ઓપનિંગ ૧૬૭૦ નીચે વેચીને વેપાર કરવો. નીચામાં ૧૬૪૬ની ટેકાની સપાટી તૂટતાં ૧૬૧૨ સુધીનો ઘટાડો જોવાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK