નિફ્ટીમાં ૮૩૬૦ ઉપર જ રૂખ તેજીની

Published: 5th November, 2014 03:38 IST

નવેમ્બર વલણના પ્રથમ બે દિવસમાં જ નિફ્ટીમાં ૨૫૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને એની સાથે તમામ સૂચકઅંકોમાં પણ નવી ઐતિહાસિક ઊંચી સપાટીઓ જોવાઈ છે અને બજારમાં ફૂલગુલાબી તેજીનું વાતાવરણ છે.


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


આ ઝડપી ઉછાળા પાછળ વિવિધ કારણો સાથે ટેક્નિકલી સપ્ટેમ્બર મહિનામાં જોવા મળેલી ૮૨૦૦ની સપાટીથી નીચામાં ૭૭૫૨ સુધીના ઘટાડા બાદ ૮૨૦૦ની સપાટી ઓળંગાતાં અગાઉના ઘટાડાનો પ્રત્યાઘાતી ઉછાળો છે અને હવે જ્યાં સુધી નિફ્ટી ૮૨૦૦ નીચે સળંગ બે દિવસ બંધ નહીં આવે ત્યાં સુધી ઉપરમાં ૮૪૨૪થી ૮૬૫૦ સુધીના ઉછાળાની શક્યતા છે. સોમવારે જાહેર થયેલા PMI આંકમાં નજીવો સુધારો વર્તમાન તેજીતરફી સેન્ટિમેન્ટ ટકાવી રાખશે. USમાં સ્ટિમ્યુલસ પૅકેજ બંધ કરાયું એને જાણકારો US અર્થતંત્ર પગભર થયાનો સંકેત સમજે છે. જપાન દ્વારા તેમ જ ચીન દ્વારા પણ અર્થતંત્રને ગતિશીલ રાખવા સ્ટિમ્યુલસનો ડોઝ અપાતાં તેમ જ સ્થાનિક કક્ષાએ હાઉસિંગ ડેવપલમેન્ટ ક્ષેત્રે FDIનાં ધોરણો હળવાં થતાં તેમ જ ડીઝલને અંકુશમુક્ત કરવા જેવાં પગલાં FFIને આકર્ષવાની સંભાવનાએ અહીં સ્મૉલ અને મિડકેપ શૅરોમાં લેવાલીનો માહોલ ઉપર જણાવેલ શક્યતા ન થાય ત્યાં સુધી જળવાઈ રહેશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૨૭૯૪૩ ઉપર જ સુધારાની ચાલમાં ૨૮૦૫૬થી ૨૮૨૦૦ સુધીના ઉછાળામાં વેચવું. નીચામાં ૨૭૭૮૦ની સપાટી તૂટતાં વધઘટે ૨૭૫૪૦ સુધીનો ઘટાડો જોવાશે. નિફ્ટી ફ્યુચરમાં ૮૩૬૫ ઉપર સુધારાની ચાલમાં ૮૪૦૭થી ૮૪૩૦ વચ્ચે વેચવાની સલાહ છે. ૮૩૪૭ તૂટતાં ૮૨૩૦ સુધીનો ઘટાડો જોવાશે.

બૅન્ક નિફ્ટી

૧૭૧૫૦ ઉપર જ સુધારાની ચાલમાં ૧૭૩૨૦થી ૧૭૪૫૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૭૦૭૦ની સપાટી તૂટતાં ૧૬૮૪૦ સુધીનો ઘટાડો જોવાશે.

ACC

૧૪૯૪ ઉપર ૧૫૧૫ સુધીના ઉછાળામાં વેચવું. હવે ૧૪૮૦ તૂટતાં ૧૪૫૦ સુધીનો ઘટાડો જોવાશે.

ઍક્સિસ બૅન્ક

૪૪૩ ઉપર ૪૩૯ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ઉપરમાં ૪૫૨ પાસે વેચવું. ૪૩૯ તૂટતાં ૪૩૨, ૪૧૬નો ભાવ.

ઇન્ફોસિસ

૪૦૭૫ ઉપર ૪૧૧૭થી ૪૧૪૦ વચ્ચે વેચવું. હવે ૪૦૭૦ની સપાટી તૂટતાં વધઘટે ૩૯૫૦નો ભાવ.

DLF

૧૨૩ ઉપર સુધારાની ચાલમાં ૧૩૬થી ૧૪૦ વચ્ચે વેચવું. નીચામાં હવે ૧૧૫ આસપાસ લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની સલાહ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK