આજે નિફ્ટી પહેલી વખત 13,000ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 445.87 પોઈન્ટ્સ (1.01 ટકા) વધીને 44,523.02ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 128.70 પોઈન્ટ્સ (1 ટકા) વધીને 13,055.20ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ એક ટકા વધીને 21.05ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે 1603 કંપનીઓના શૅર્સના ભાવમાં વધારો થયો હતો, જ્યારે 1167ના શૅર્સ ભાવ ઘટ્યા હતા અને 175 કંપનીઓના શૅર્સ સ્થિર રહ્યા હતા.
નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, એક્સિસ બૅન્ક, હિન્દાલકો અને એમએન્ડએમના શૅર્સમાં વધારો થયો હતો, જ્યારે એચડીએફસી, બીપીસીએલ, ભારતી એરટેલ અને શ્રી સિમેન્ટ્સના શૅર્સમાં ઘટાડો થયો હતો.
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક સૂચકાંક 2.4 ટકા વધ્યો હતો, જ્યારે ઓટો, મેટલ અને ફાર્મા ઈન્ડેક્સ એક ટકા વધ્યા હતા. નિફ્ટી મીડિયા 0.05 ટકા વધ્યો હતો.
સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી
20th January, 2021 15:48 ISTઆખલો ફરી બેઠો થયો: બે સત્રોના ઘટાડાને ઘણોખરો દૂર કરી દીધો
20th January, 2021 12:43 ISTઅમેરિકા બાદ હવે યુરોપ-જપાનનાં રિલીફ પૅકેજની શક્યતાથી સોનું ઘટ્યા મથાળેથી ઊછળ્યું
20th January, 2021 12:40 ISTShare Market: શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 49000ને પાર
20th January, 2021 09:48 IST