Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૪૭૩૫ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૪૭૩૫ નીચે રૂખ મંદીની

26 December, 2011 05:40 AM IST |

નિફ્ટીમાં ૪૭૩૫ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૪૭૩૫ નીચે રૂખ મંદીની




(સ્ક્રિપ-સ્કોપ-ભરત દલાલ)





નવા સપ્તાહમાં એક્સપાયરીને કારણે તોફાની વધ-ઘટમાં શુક્રવારના ખૂલતા ભાવને ધ્યાનમાં રાખીને વેપાર કરવો. સપ્તાહ દરમ્યાન વેચાણકાપણી અને વૅલ્યુ બાઇંગથી સુધારો જોવા મળ્યો છે અને શુક્રવારની વેચવાલી જોતાં પ્રત્યાઘાતી ઉછાળાનો તબક્કો પૂરો થયો હોવાથી હવે ઉછાળાને અનુસરવામાં સાવચેતી રાખવી અને સપ્તાહ દરમ્યાન મંગળવારનું વર્કિંગ મહત્વનું સમજવું. સોમવારે અમેરિકન બજારો બંધ હોવાથી સોમ-મંગળના રોજ છેતરામણા સુધારાની શક્યતા છે. ૨૭મીથી અણ્ણા હઝારેની ચળવળને કારણે દેશમાં અરાજકતા સર્જાવાની શક્યતા છે. ટેક્નિકલી બજાર વધુપડતા લેણની સ્થિતિમાં છે અને એક્સપાયરી પહેલાં ૪૬૫૦થી ૪૮૦૦ની ટ્રેડિંગ રેન્જ સમજી વેપાર ગોઠવવો. મુંબઈ શૅરબજાર આંકમાં સપ્તાહ દરમ્યાન ૧૫,૬૧૦ નિર્ણાયક સપાટી છે જેની ઉપર ૧૫,૮૬૦ કુદાવતાં ૧૬,૦૧૧થી ૧૬,૩૦૦ સુધીના ઉછાળામાં નફો કરવો. નીચામાં હવે ૧૬,૫૯૦ તૂટતાં ૧૫,૨૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ૪૭૩૫ નજીકની પ્રતિકારક સપાટી છે જેની ઉપર ૪૬૮૦ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૪૭૬૭ કુદાવતાં ૪૮૧૫ સુધીના ઉછાળામાં નફો કરવો. ૪૬૮૦ તૂટતાં ૪૬૨૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

આઇસીઆઇસીઆઇ



૭૬૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. ૭૦૩ નીચે ૬૮૩નો ભાવ.

એસીસી

૧૧૨૮ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૧૧૭૦ સુધીના ઉછાળામાં વેચવું. ૧૧૨૩ નીચે ૧૦૯૫.

રિલાયન્સ

૭૪૨ ઉપર જ સુધારાની ચાલમાં ૭૬૧થી ૭૭૦ વચ્ચે વેચવું. ૭૩૮ તૂટતાં ૭૧૪નો ભાવ.

મારુતિ

૯૫૬ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૯૮૫ ઉપર ૧૦૦૬ સુધીના ઉછાળામાં વેચવું. ૯૫૬ તૂટતાં ૯૩૦નો ભાવ.

ઇન્ફોસિસ

૨૭૨૦ નજીકનો અને ૨૭૫૫ દૂરનો સ્ટૉપલૉસ રાખી મંદીનો વેપાર ગોઠવવો. નજીકના ભવિષ્યમાં ૨૬૫૦ અને વધ-ઘટે ૨૫૦૦નો ભાવ. Whatsapp-channel Whatsapp-channel

26 December, 2011 05:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK