નિફ્ટીમાં ૪૫૮૦ નીચે રૂખ મંદીની

Published: 21st December, 2011 10:17 IST

માર્જિન પ્રથામાં T2ને બદલે T1નો અમલ થતાં સપ્તાહના આરંભથી બેતરફી વધઘટમાં ભાવથી રમનારને મુશ્કેલી પડે એવી બજારની ચાલ છે, પરંતુ ૨૦મીથી ગેનની ટર્નિંગ શરૂ થઈ હોવાથી અને પ્રથમ દિવસે જ મોટી રેન્જ હોવાથી આગળ ઉપર આજના ભાવના સ્ટૉપલૉસે વેપાર કરવો.(સ્ક્રિપ-સ્કોપ-ભરત દલાલ)

૨૦મીના રોજ ખૂલતા કરતાં બંધ નીચું તેમ જ નીચા ભાવની આસપાસ જ હોવાથી  રૂખ મહદંશે મંદીતરફી રહેવાની શક્યતા છે માટે નિફ્ટીમાં ૪૫૩૮ નીચે નવી લેવાલી સ્ટૉપલૉસ વગર જોખમી સાબિત થશે. આજે બજારમાં નિફ્ટીમાં ૪૫૩૮ તોડ્યા પછી ૪૫૬૦ કુદાવતાં લેણ કરવું, જેનો સ્ટૉપલૉસ ૪૫૩૦ રાખવો. કારણ કે હમણાં બજારમાં છેતરામણી ચાલ જોવા મળી રહી છે. નિફ્ટીની માફક વ્યક્તિગત શૅરો માટે પણ ૨૦મીનું વર્કિંગ ધ્યાનમાં લઈને વેપાર કરવો. બજારમાં સુધારાની ચાલ માટે રિલાયન્સ અને બૅન્ક નિફ્ટીની ચાલ ધ્યાનમાં લેવી. છેલ્લાં ત્રણ સત્રથી ઊંચા ભાવથી તીવ્ર આંચકો આવવાની ચાલ આજે બદલાવાની શક્યતા છે? મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૨૫૩ નીચે રૂખ મંદીની છે અને ૧૫,૧૩૬ની સપાટી તૂટતાં નીચામાં ૧૫,૦૫૦થી ૧૪,૯૪૦ સુધીનો ઘટાડો જ્યારે ૧૫,૨૫૩ ઉપર ૧૫,૫૦૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ૪૫૩૫ નીચે ૪૫૧૫થી ૪૪૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે જ્યારે ૪૫૮૦ ઉપર ૪૬૧૭થી ૪૬૮૦ સુધીનો ઉછાળો જોવા મળશે. આજે ૪૬૫૮ ઉપર તેજીનું છેતરામણું તોફાન જોવા મળશે.

તાતા સ્ટીલ

૩૫૧ નીચે ૩૩૫થી ૩૨૭ વચ્ચે લેણ કરવું. ૩૫૧ ઉપર ૩૬૦થી ૩૭૫નો ભાવ.

રિલાયન્સ

૭૨૧ નીચે રૂખ મંદીની અને નીચામાં ૭૦૧ તૂટતાં ૬૮૯નો ભાવ જ્યારે ૭૨૧ ઉપર ૭૩૩, ૭૫૩નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૬૪૪ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર જાળવવો. ઉપરમાં ૬૬૫ કુદાવતાં ૬૭૮થી ૬૯૬ સુધીનો ઉછાળો જોવા મળશે.

સ્ટેટ બૅન્ક

૧૫૭૬ નીચે ૧૫૫૬ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં ૧૬૦૫ ઉપર ૧૬૩૦થી ૧૬૮૦નો ભાવ.

કોલગેટ

૯૮૬ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર જાળવવો અને ૧૦૧૨ રૂપિયા પાસે નફો કરવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK