નિફ્ટીમાં ૪૮૪૦ ઉપર રૂખ તેજીની

Published: 7th October, 2011 19:28 IST

યુરોપ અને અમેરિકાનાં બજારોમાં ઝડપી ઘટાડા બાદ નીચા મથાળે વેચાણકાપણી તેમ જ વૅલ્યુબાઇંગને કારણે પ્રત્યાઘાતી સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે અહીં સ્ટેટ બૅન્ક તેમ જ શૅરબજારની મંદીને કારણે ડિસઇન્વેસ્ટ પ્રોગ્રામ ખોરંભે પડતાં અહીં સેન્ટિમેન્ટ બગડતું જાય છે, પરંતુ બુધવારનું વર્કિંગ જેમાં નિફ્ટીમાં ઉપરમાં ૪૮૪૪ થયા પછી યુરોપિયન બજારો સુધરીને આવવા છતાં અહીં રિલાયન્સ અને બૅન્ક-શૅરોમાં વેચવાલીના દબાણે નીચામાં ૪૭૪૯ થયા પછી ઉપરમાં વારંવાર ૪૮૦૦ સુધીનો ઉછાળો બતાવી છેલ્લે ૪૭૭૪ બંધ રહી છે.

 

(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)

અત્યારે નીચામાં ૪૭૧૮, ૪૭૨૬ અને ૪૭૪૯ના મલ્ટિપલ બૉટમ ધ્યાનમાં લેતાં તેમ જ બૅન્ક-શૅરોમાં મંદીનો અતિરેક જોતાં હવે બજારમાં પ્રત્યાઘાતી સુધારાની ગણતરી છે. બુધવારે નીચા મથાળે નિફ્ટીમાં તેજીનો વેપાર ગોઠવાયો હોવાનું માનવું છે. જેનો પાકો સંકેત આજે ૪૮૨૦ની સપાટી ન તૂટતાં સમજવું અને એમ થતાં ૧૪ ઑક્ટોબર સુધીમાં ૫૦૨૦થી ૫૦૭૦ સુધીના ઉછાળાની શક્યતા છે. આજે આઇસીઆઇસીઆઇમાં ઉછાળાની શક્યતા છે.


મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૬૮૦ના સ્ટૉપલૉસે ધ્યાન તેજી રાખવું. ઉપરમાં ૧૫,૮૯૦ કુદાવતાં ૧૬,૧૫૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ૪૭૮૦ ઉપર ધ્યાન તેજી રાખવું અને ૪૮૨૦ ઉપર વધારવું. આજે હવે ૪૮૭૦ કુદાવતાં ૪૯૧૦ સુધીના ઉછાળાની શક્યતા છે.

રિલાયન્સ

૭૭૬ ઉપર ૭૬૮ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૭૮૫ ઉપર ૭૯૪ પાસે લેણમાં નફો કરવો.

આઇસીઆઇસીઆઇ

આજના ઓપનિંગ પર અથવા ૭૩૫ના સ્ટૉપલૉસે ઘટાડે લેણ કરવું. આજે ૭૮૨ ઉપર ૮૧૦નો ભાવ.

મારુતિ

૧૦૭૫ ઉપર લઈને વેપાર કરવો અને ૧૦૯૭ ઉપર વધારવો અને ઉપરમાં ૧૧૧૮થી ૧૧૩૦ વચ્ચે નફો કરવો.

આઇડીએફસી

૧૦૭ના ચુસ્ત સ્ટૉપલૉસે તેજીનો વેપાર તેમ જ ડિલિવરી બેઝ લેણ કરવું. ઉપરમાં ૧૧૬ કુદાવતાં ઝડપી સુધારો જોવા મળશે.

લાર્સન

૧૩૩૪ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો. ઉપરમાં ૧૩૬૦ કુદાવતાં ૧૩૯૦થી ૧૪૧૦નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK