Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ-નિફ્ટી સળંગ પાંચમા દિવસે પણ વધ્યા

સેન્સેક્સ-નિફ્ટી સળંગ પાંચમા દિવસે પણ વધ્યા

24 October, 2014 04:35 AM IST |

સેન્સેક્સ-નિફ્ટી સળંગ પાંચમા દિવસે પણ વધ્યા

સેન્સેક્સ-નિફ્ટી સળંગ પાંચમા દિવસે પણ વધ્યા


શુભારંભ : બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં મુરત ટ્રેડિંગમાં ઍક્ટ્રેસ કાજોલ અગરવાલે વયોવૃદ્ધ વેપારી સાથે મળીને ગૉંગ વગાડી હતી. તસવીર : શાબાદ ખાન.






શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ


વિક્રમ સંવત ૨૦૭૧નાં મુરત ટ્રેડિંગનો આરંભ પૉઝિટિવ ઝોનથી થયો છે. સેન્સેક્સ ૨૦૧ પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલીને ઇન્ટ્રા ડેમાં ૨૬,૯૩૦ની ટોચ તથા ૨૬,૮૨૭ની બૉટમ બનાવી અંતે ૦.૨૪ ટકા કે ૬૪ પૉઇન્ટની આગેકૂચમાં ૨૬,૮૫૧ બંધ રહ્યો છે. નિફ્ટી ઉપરમાં ૮૦,૦૩૨ જેવો અને નીચામાં ૮૦૦૯ બતાવી છેલ્લે ૦.૨૫ ટકા મજબૂતીમાં ૮૦૧૬ નજીક બંધ રહ્યો છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૧ શૅર તેમ જ માર્કેટના ૨૪માંથી ૨૪ બેન્ચમાર્ક વધીને બંધ હતા. કુલ ૨૫૯૫ શૅરમાં કામકાજ થયાં હતાં જેમાંથી ૧૯૭૯ શૅર પ્લસ હતા. ૫૩૩ જાતો નરમ હતી. માર્કેટ કૅપ ૪૯ હજાર કરોડ રૂપિયા વધીને ૯૩.૮૦ લાખ કરોડ રૂપિયા થયું હતું. ૩૧૮ સ્ક્રિપ્સ તેજીની સર્કિટમાં તો ૭૭ શૅર નીચલી સર્કિટમાં રહ્યા હતા. બીએસઈ ખાતે ભાવની રીતે ૧૪૮ શૅર એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે નવા ઊંચા શિખરે પહોંચ્યા હતા. સામે ૩૪ કાઉન્ટરમાં ઐતિહાસિક બૉટમ બની હતી.

હીરો, મારુતિ ને બજાજ ઑલટાઇમ હાઈ

ઑટો ઇન્ડેક્સ ૧૨માંથી ૭ શૅરના સુધારામાં ૦.૫ ટકા વધ્યો હતો, પણ હીરો મોટોકૉર્પ ૩૧૪૪ રૂપિયાના સર્વોચ્ચ શિખરે જઈ નહીંવત્ સુધારામાં ૩૧૧૭ રૂપિયા, બજાજ ઑટો ૨૫૩૮ની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૪ ટકાની મજબૂતીમાં ૨૫૩૦ રૂપિયા હતા. મારુતિ સુઝુકી ૩૧૯૫ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે અડધો ટકો ઘટીને ૩૧૬૪ રૂપિયા બંધ હતા. કાઇનેટિક એન્જિ. ૨.૮ ટકા, મૅજેસ્ટિક ઑટો ૧.૭ ટકા, મહારાષ્ટ્ર સ્કૂટર્સ ૦.૨ ટકા, એસએમએલ ઇસુઝુ પાંચ ટકા, એસ્કોટ્ર્‍સ બે ટકા પ્લસ હતા. સેન્સેક્સના હેવીવેઇટ્સમાં રિલાયન્સ ઇન્ડ. પોણો ટકો વધીને ૯૫૩ રૂપિયા, ઓએનજીસી ૦.૯ ટકા વધીને ૪૦૩ રૂપિયા, ટીસીએસ અડધો ટકો વધીને ૨૪૬૫ રૂપિયા તથા ઇન્ફી સાધારણ સુધારામાં ૩૮૦૬ રૂપિયા નજીક બંધ હતો. વિપ્રો ખરાબ પરિણામ પાછળ ૩.૬ ટકા ગગડીને ૫૬૧ રૂપિયા નીચે હતો.

રોકડામાં ખાસ્સી ઝમક

સેન્સેક્સના ૦.૨ ટકાના મુકાબલે રોકડામાં સારી એવી ઝમક હતી. મિડકૅપ ઇન્ડેક્સ એક ટકો અને સ્મૉલકૅપ ૧.૬ ટકા વધ્યો હતો. સ્મૉલ કૅપના ૪૭૩માંથી ૩૭૯ શૅર તથા મિડકૅપના ૨૬૭માં ૨૧૦ શૅર ઊંચકાયા હતા. ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ ઉપરમાં ૧૯૮ રૂપિયા થઈ બન્ને ૯ ટકાની મજબૂતીમાં ૧૯૬ રૂપિયા બંધ હતો. હિન્દુ. હાર્ડીમાં સળંગ બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટ હતી. મોનેજ ઇન્ડ ૧૬ ટકા, સહારા વન ૧૪ ટકા, સમ્રટ ફાર્મા ૧૩.૮ ટકા, તાતા મેટાલિક્સ ૧૧.૪ ટકા, સનસ્ટાર રિયલ્ટી ૧૧ ટકા, રાજશ્રી શુગર ૧૧.૫ ટકા, સુખજિત સ્ટાર્ચ ૧૨ ટકા, એઆરએસએસ ઇન્ફ્રા ૧૦ ટકા, મેઘમણિ ઑગેર્નિક્સ ૭.૪ ટકા, એચએમટી સવાછ ટકા, કન્સાઈ નેરોલેક ૬.૧ ટકા, ક્ષેણુજ ઍન્ડ કંપની પોણાછ ટકા, મોનેટ ઇસ્પાત સાડાપાંચ ટકા વધ્યા હતા. અદાણી ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩૫ પૈસા ઘટીને ૪૭૪, અદાણી પાવર ૧.૧ ટકા વધીને ૪૬ નજીક તથા અદાણી ર્પોટ્સ અડધો ટકો વધીને ૨૬૯ ઉપર બંધ હતા. અનિલ ગ્રુપના શૅર સાંકડી વધ-ઘટે સુસ્ત હતા.

ઍક્સિસ બૅન્ક ઑલટાઇમ હાઈ

ઍક્સિસ બૅન્ક ૪૨૮ રૂપિયાની ઑલટાઇમ ટૉપ બનાવી બન્ને ૫૦ પૈસાના ઘટાડે ૪૨૪ રૂપિયા નીચે રહ્યો હતો. બૅન્કેક્સ ૧૨માંથી ૭ શૅરના સુધારામાં ૦.૧ ટકા અપ હતો. બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૨૯ શૅર ઊંચકાયા હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક સર્વાધિક પોણાત્રણ ટકા પ્લસ હતો. સિમેન્ટ ઉદ્યોગમાં ૯ શૅર નરમ હતા, સામે ૨૭ શૅર વધ્યા હતા. પાવર શૅરમાં અમરસિંહની એનર્જી ડેવલપમેન્ટ ૮.૩ ટકા, વીર એનર્જી ૮.૩ ટકા, ઇન્ડિયા બુલ્સ પાવર પાંચ ટકા અપ હતા. ૩૧ જાતો નરમ હતી. શુગર સેક્ટરના ૩૩માંથી ૮ શૅર નરમ હતા. દરમ્યાન એમસીએક્સ ગોલ્ડ ૩૭૦ રૂપિયા જેવો ઘટાડે ૨૭૧૧૧ રૂપિયાની આસપાસ તથા ચાંદી ૩૮૦૦૦ રૂપિયાની નીચે ગયા બાદ ૧૫૧ રૂપિયાની નબળાઈમાં ૩૮૦૫૮ રૂપિયા બોલાતી હતી. વિશ્વબજારમાં કૉમેક્સ ગોલ્ડ ૧.૪ ટકા કે ૧૭ ડૉલરની નરમાઈમાં ટ્રોય ઔંસ દીઠ (૩૧.૧૦ ગ્રામ) ૧૨૨૮ ડૉલર તથા હાજર સોનું ૧૫ ડૉલરના ઘટાડે ૧૨૨૭ ડૉલર નીચે દેખાતું હતું.



Whatsapp-channel Whatsapp-channel

24 October, 2014 04:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK