જેવર એરપોર્ટ માટે મંગાવવામાં આવી બોલી, 2023 સુધી પૂરુ થશે પહેલું ચરણ

Published: May 31, 2019, 18:26 IST

બોલી પ્રતિ પ્રવાસી આધારે ઉપલબ્ધ થશે. તેને એક ચરણમાં પૂરું કરવામાં આવશે અને નિવિદાને આ વર્ષે 29 નવેમ્બરના ફાઇનલ ટચ આપવામાં આવશે.

જેવર એરપોર્ટ
જેવર એરપોર્ટ

આખા પ્રૉજેક્ટ પર 15,754 કરોડ રુપિયાનું રોકાણ અનુમાન છે અને પહેલું ચરણ બે રનવે સાથે 1300 હેક્ટરથી વધુ ક્ષેત્રમાં પૂરો કરવામાં આવશે.

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે ગુરુવારે ઉત્તર પ્રદેશના જેવરમાં એક નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ માટે વૈશ્વિક કંપનીઓ પાસેથી બોલી મંગાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે આ મોટા પ્રૉજેક્ટને ક્રિયાન્વિત થવા માટે નોએડા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું આયોજન કર્યંર છે. NIALના અઘિકારીઓએ કહ્યું કે આ એરપોર્ટ દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પછી બીજું એરપોર્ટ હશે. આ સંપૂર્ણપણે ઉપયોગમાં આવ્યા બાદ દેશનું સૌથી મોટું એરપોર્ટ બનશે. જેના વિકાસમાં લગભગ 15,000 કરોડ રૂપિયાના રોકાણનું અનુમાન છે.

NIALના મુખ્ય અધિકારી અરૂણ વીર સિંહે સંવાદદાતાઓને કહ્યું, "રાજ્ય મંત્રીમંડળે લખનઉમાં 28 મેના થયેલી બેઠકમાં બોલી દસ્તાવેજોને મંજૂરી આપી. આ બોલી NIALએ ગુરુવારે જાહેર કરી અને તેની સમીક્ષા વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આખા પ્રૉજેક્ટ પર 15,754 કરોડ રૂપિયાનું રોકાણ થયેલું છે તેવું અનુમાન કરવામાં આવે છે અને પહેલા ચરણના બે રનવે સાથે 1300 હેક્ટરથી વધુ ક્ષેત્રણાં પૂરો કરવામાં આવશે."

આ પણ વાંચો : મહીનાના છેલ્લા દિવસે સેન્સેક્સ 40,000થી નીચે, NIFTY પણ 12, 000થી ડાઉન

જેવર અરપોર્ટના કામની ગતિ વધી, તત્કાલ મંજૂર કરાયા 894 કરોડ રૂપિયા

તેમણે કહ્યું કે બોલી પ્રતિ પ્રવાસી આધારે ઉપલબ્ધ થશે. તેને એક ચરણમાં પૂરું કરવામાં આવશે અને નિવિદાને આ વર્ષે 29 નવેમ્બરના ફાઇનલ ટચ આપવામાં આવશે. સિંહે કહ્યું કે, "વિકાસ કાર્ય 2020ની શરૂઆતમાં ચાલુ થશે અને પહેલા ચરણ પર 4,086,54 કરોડ રુપિયાનું રોકાણ થશે. રોકાણમાં 2,848.35 કરોડ રૂપિયા પ્રાઇવેટ જમીનના અઘિગ્રહણના બદલે, 894.53 કરોડ રૂપિયા પ્રૉજેક્ટને કારણે વિસ્થાપિત પરિવારોની પુનર્વસન, 318.66 કરોડ રૂપિયા અતિરિક્ત દંડ તથા સંપત્તિ રોકાણ માટે છે. અને 25 કરોડ રૂપિયા પ્રશાસકીય રોકાણ માટે છે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK