જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૧૪ માર્ચે યોજાશે: ટૅક્સ દરમાં રાહત મળવાની શક્યતા

Published: Feb 17, 2020, 12:04 IST | New Delhi

બજેટમાં ઇન્કમ ટેકસમાં સામાન્ય જનતાને રાહત બાદ હવે જીએસટીમાં પણ મોટી રાહત મળી શકે છે.

જીએસટી
જીએસટી

બજેટમાં ઇન્કમ ટેકસમાં સામાન્ય જનતાને રાહત બાદ હવે જીએસટીમાં પણ મોટી રાહત મળી શકે છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક હવે ૧૪ માર્ચનાં રોજ દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં જીએસટી રેટ અને સ્લેબની સમીક્ષા કરવા આવશે. જીએસટી વસૂલીના ઉપાયોની શોધ માટે તેની સમીક્ષા કરવામાં આવનાર છે. 

સરકાર વર્તમાન ૯ દરોને બદલે જીએસટીમાં ફકત ૩ દર રાખવા માગે છે. એવામાં કુલ ત્રણ સ્લેબ ૮ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા પર સહમતિ બનાવવા પર દબાણ થશે. જો કે, આ કવાયતમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવશે ક ફેરફારથી ખાણી-પીણીની ચીજવસ્તુઓ મોંઘી ન થાય. માનવામાં આવી રહ્યું છે કે સરકાર મોટાભાગની વસ્તુઓના દરને ન્યુટ્રલ કરતા થોડા વધુ રાખવાની તરફેણમાં છે. ખાદ્ય ફુગાવાના મામલે સરકાર વિશેષ વ્યૂહરચના અપનાવી શકે છે. ખોરાક અને આવશ્યક વસ્તુઓ માટે નવો સ્લેબ બનાવવાનું પણ વિચારી શકે છે. ૧ જુલાઈ ૨૦૧૭થી દેશમાં જીએસટી લાગુ થયા પછી બધા પરોક્ષ કર (વેટ, સર્વિસ ટેકસ વગેરે)નો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જીએસટીની લાગુ થયા બાદ જીએસટીના દરમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK