15 દિવસમાં પેટ્રોલમાં થયો 2.19 રૂપિયાનો ઘટાડો

Published: Jan 28, 2020, 11:34 IST | New Delhi

ભારતના સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ઘટી રહ્યા છે.

પેટ્રોલ
પેટ્રોલ

ભારતના સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ઘટી રહ્યા છે. ૧૨ જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાવાનો શરૂ થયો હતો જે પછી ૧૫ દિવસમાં પેટ્રોલ ૨ રૂપિયા અને ૧૯ પૈસા જેટલુ સસ્તું થઈ ગયું છે. આજે પણ પેટ્રોલના ભાવમાં તમામ શહેરમાં લગભગ ૧૫ પૈસા અને ડીઝલમાં ૨૫ પૈસાનો ઘટાડો નોંધાયો છે.

ચીનમાં કોરોનાના કારણે દુનિયામાં ક્રૂડ ઑઇલનો ભાવ અઠવાડિયામાં ૭ ટકા જેટલો તૂટ્યો છે જેના કારણે ઘરેલું બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કડાકો બોલતાં લોકો ખુશખુશાલ થઈ ગયા છે. મહત્ત્વનું છે કે મધ્ય દેશો સિવાય એક ચીન જ છે જ્યાં ક્રૂડ ઑઇલની આયાત-નિકાસ સૌથી વધારે કરવામાં આવે છે, પણ ચીન કોરોના વાઇરસની ઝપેટમાં આવી જતાં અન્ય દેશોના નાગરિકો માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK