બેન્ચમાર્ક ઇન્ડેક્સ સામે મ્યુચ્યુઅલ ફન્ડ્સની સ્કીમની નબળી કામગીરી

Published: 23rd October, 2020 09:52 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ભારતીય શૅરબજાર માટે છેલ્લા સાત મહિના અવિશ્વસનીય રહ્યા છે. માર્ચ મહિનામાં તીવ્ર ઘટાડા પછી બજાર ફરી વર્ષની ઊંચી સપાટી અથવા તો ઐતિહાસિક ઊંચી સપાટી તરફ આગળ વધી રહ્યા છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સ
મ્યુચ્યુઅલ ફન્ડ્સ

ભારતીય શૅરબજાર માટે છેલ્લા સાત મહિના અવિશ્વસનીય રહ્યા છે. માર્ચ મહિનામાં તીવ્ર ઘટાડા પછી બજાર ફરી વર્ષની ઊંચી સપાટી અથવા તો ઐતિહાસિક ઊંચી સપાટી તરફ આગળ વધી રહ્યા છે. આ સમયે વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી અને રિસર્ચ સંસ્થા એસઍન્ડપી અનુસાર જૂન ૨૦૨૦માં પૂરા થયેલા એક વર્ષના સમયગાળામાં (એટલે કે જુલાઈ ૨૦૧૯થી જૂન ૨૦૨૦ વચ્ચે) દેશની ઇક્વિટી મ્યુચયુઅલ ફન્ડ્સની સ્કીમમાં વળતર આ સ્કીમ માટે બેન્ચમાર્ક ગણાતા ઇન્ડેક્સ કરતાં નબળું રહ્યું છે.

એસઍન્ડપી ઇન્ડાઇસિસ વર્સસ ઍક્ટિવ  ઇન્ડિયા સ્કોરકાર્ડ અનુસાર જૂન ૨૦૨૦ના અંતે એક વર્ષના ગાળામાં ૪૮.૩૯ ટકા ભારતીય ઇક્વિટી લાર્જ કૅપ ફન્ડ, ૫૯.૫૨  ટકા ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ ફન્ડ્સ અને ૮૨.૩૧ ટકા ભારતીય કમ્પોઝિટ બૉન્ડ ફન્ડે તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો છે એટલે કે તેમનું વળતર આ ઇન્ડેક્સમાં વધારા સામે ઓછું છે.

લાંબા ગાળાની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં મોટા ભાગના ઍક્ટિવ મૅનેજ લાર્જ-કૅપ ઇક્વિટી ફન્ડે લાર્જ કૅપ બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો છે, જેમાં ૬૭.૬૭ ટકા લાર્જ-કૅપ ફન્ડે જૂનમાં પૂર્ણ થયેલાં ૧૦ વર્ષના ગાળામાં નબળો દેખાવ કર્યો છે.

એસઍન્ડપી ડાઉ જૉન્સ ઇન્ડાઇસિસના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડિઝાઇનના અસોસિયેટ ડિરેક્ટર આકાશ જૈને જણાવ્યું હતું કે ૨૦૨૦ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય ઇક્વિટી બજારમાં રોગચાળાને કારણે થયેલી ચડ-ઊતરે આંચકો આપ્યો હતો. જોકે વિવિધ ફન્ડને અલગ-અલગ અસર થઈ છે. આ સમયગાળા દરમ્યાન દરેક ઇક્વિટીની કૅટેગરીમાં ૪૦ ટકાથી વધારે ફન્ડે તેમના સંબંધિત કૅટેગરી બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો છે ત્યારે ૩૭.૫૦ ટકા ભારતીય સરકારનાં બૉન્ડ ફન્ડ અને ૯૨.૧૬ ટકા ભારતીય કમ્પોઝિટ બૉન્ડ ફન્ડે સંબંધિત બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો છે.

૨૦૨૦ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઇક્વિટી કૅટેગરીઓમાં ઇક્વલ-વેઇટેડ ફન્ડનું રિટર્ન તેમની સંબંધિત ઍસેટ-વેઇટેડ ફન્ડ રિટર્ન અને ઇન્ડેક્સ રિટર્ન કરતાં વધારે હતું, જે સૂચવે છે કે મોટી સાઇઝના ફન્ડની સરખામણીમાં નાની સાઇઝના ફન્ડે આ વધ-ઘટના ગાળામાં વધુ સારી કામગીરી કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK