Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શુક્રવારના ઘટાડા બાદ ટ્રેડ-વૉર પર નજર સાથે સોનું મક્કમ

શુક્રવારના ઘટાડા બાદ ટ્રેડ-વૉર પર નજર સાથે સોનું મક્કમ

10 December, 2019 11:07 AM IST | Mumbai

શુક્રવારના ઘટાડા બાદ ટ્રેડ-વૉર પર નજર સાથે સોનું મક્કમ

ગોલ્ડ

ગોલ્ડ


શુક્રવારે અમેરિકન બજારમાં સોનાના ભાવમાં આવેલા વ્યાપક ઘટાડા પછી સોમવારે બજારમાં થોડી વૃદ્ધિ જોવા મળી રહી છે. બજારની નજર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર અને ૧૫ ડિસેમ્બરથી સંભવિત ચીન પર અમેરિકાએ સૂચવેલા ટૅરિફ પર છે. બન્ને દેશ વચ્ચે પ્રથમ તબક્કાની સંધિ થાય છે કે નહીં, બન્ને દેશ ટ્રેડ-વૉર આગળ ધપાવે છે કે નહીં એના પર બજારની નજર છે. ચીનમાં નિકાસમાં થયેલા ઘટાડાને કારણે શૅરબજારમાં જોવા મળી રહેલા ઘટાડાની અસરથી પણ સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે. 

શુક્રવારે અમેરિકામાં રોજગારીના આંકડા ધારણા કરતાં વધારે સારા આવ્યા હોવાથી મંદી હજી બહુ દૂર છે એવી ગણતરીએ સોનાના હાજરમાં વૈશ્વિક ભાવ ૧૪૭૫.૯ ડૉલરની સપાટીથી ઘટી ૧૪૬૦.૧૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યા હતા. ૧.૧ ટકાના આ ઘટાડા બાદ હવે સોનાના ભાવમાં થોડી કળ વળી રહી છે. આજે હાજરમાં ભાવ ૧૪૬૫.૧ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે. ન્યુ યૉર્કમાં કૉમેક્સ ફેબ્રુઆરી વાયદો પણ ૦.૨૯ ટકા વધીને ૧૪૬૯.૩૫ ડૉલર અને ચાંદીના માર્ચ વાયદા ૦.૫૨ ટકા વધીને ૧૬.૬૮૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.



ભારતીય બજારમાં મુંબઈમાં હાજર સોનું ૫૦ ઘટી ૩૮,૯૪૫ રૂપિયા અને અમદાવાદમાં ૬૫ ઘટી ૩૮,૮૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ હતું. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૬૭૯ ખૂલી, ઉપરમાં ૩૭૬૭૯ અને નીચામાં ૩૭૫૭૫ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૫૯ ઘટીને ૩૭૬૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫ વધીને ૮ ગ્રામદીઠ ૩૦૪૨૪ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ રૂપિયો વધીને ૧ ગ્રામદીઠ ૩૮૫૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૭૩ રૂપિયા ઘટીને બંધમાં ૩૭૬૭૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.


મુંબઈ હાજર ચાંદી ૧૫૫ વધી ૪૪,૫૮૦ અને અમદાવાદમાં ૧૪૦ વધી ૪૪,૫૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩૫૭૫ ખૂલી, ઉપરમાં ૪૩૬૩૦ અને નીચામાં ૪૩૪૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૪ ઘટીને ૪૩૫૨૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૩૦ ઘટીને ૪૩૫૪૫ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૩૫ ઘટીને ૪૩૫૪૯ રૂપિયા બંધ રહ્યા હતા.

આ પણ વાંચો : મેક્રોટેક ડેવલપર્સના ફાઉન્ડર મંગલ પ્રભાત લોઢા દેશના સૌથી અમીર બિલ્ડર બન્યા


રૂપિયો ફરી મજબૂત

ડૉલર સામે રૂપિયો આજે દિવસની શરૂઆતની નબળાઈથી સીધો વધીને બંધ આવ્યો હતો. ડૉલર વૈશ્વિક બજારમાં નબળો હતો અને ચીનમાં નિકાસના આંકડા ધારણા કરતાં નબળા આવ્યા હોવાથી ક્રૂડ ઑઇલ પણ ૧૨ સપ્તાહની ઊંચી સપાટીથી ઘટી ગયું હોવાને કારણે રૂપિયાની વૃદ્ધિમાં મદદ મળી હતી. ડૉલર સામે રૂપિયો ૭૧.૨૪ ખૂલી, વધીને ૭૧.૦૨ થઈ દિવસના અંતે ૧૬ પૈસા વધીને ૭૧.૦૪ની સપાટીએ બંધ આવ્યો હતો. શુક્રવારે રૂપિયો સપ્તાહિક ધોરણે ૫૪ પૈસા વધીને ૭૧.૨૦ની સપાટીએ બંધ હતો.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 11:07 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK