Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિટેલ એફડીઆઈ : વડાપ્રધાને કહ્યું, મરવાનું જ હોય પછી લડીને કેમ નહીં ?

રિટેલ એફડીઆઈ : વડાપ્રધાને કહ્યું, મરવાનું જ હોય પછી લડીને કેમ નહીં ?

15 September, 2012 08:08 AM IST |

રિટેલ એફડીઆઈ : વડાપ્રધાને કહ્યું, મરવાનું જ હોય પછી લડીને કેમ નહીં ?

રિટેલ એફડીઆઈ : વડાપ્રધાને કહ્યું, મરવાનું જ હોય પછી લડીને કેમ નહીં ?




યુપીએ સરકારે આખરે અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ડિસિઝન લેતાં ગઈ કાલે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરી આપી દીધી હતી. આર્થિક બાબતો વિશેની કૅબિનેટ કમિટીની મીટિંગમાં આ ઉપરાંત એવિયેશન સેક્ટરમાં ૪૯ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાનો તથા સરકારી માલિકીની ચાર કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટનો નર્ણિય પણ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારે બ્રૉડકાસ્ટિંગ સેક્ટરમાં પણ એફડીઆઇની મર્યાદા ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવાની જાહેરાત કરી હતી. ઉદ્યોગજગતે સરકારની જાહેરાતોને આવકારી હતી, જ્યારે વિરોધપક્ષોએ આ નર્ણિયો વિશે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. કેબિનેટની બેઠકમાં વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે જો મરવાનું જ હોય તો પછી લડીને કેમ મરીએ નહીં... તેમણે આ નર્ણિયોને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે એને કારણે આર્થિર્ક સુધારની પ્રક્રિયા ઝડપી બનશે. તેમણે આ નર્ણિયો રાષ્ટ્રહિતમાં લેવામાં આવ્યા હોવાનું જણાવતાં તમામ પાર્ટીઓનો સહકાર માગ્યો હતો.





કેન્દ્રીય વાણિજ્યપ્રધાન આનંદ શર્માએ ગઈ કાલે કૅબિનેટમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયોની માહિતી આપી હતી. અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ તથા મહkવના નીતિગત નર્ણિયો નહીં લઈ શકવાને કારણે અત્યાર સુધી ટીકાઓનો સામનો કરી રહેલી સરકારે ગઈ કાલે લીધેલા આ નર્ણિયોથી ઘણાને સરપ્રાઇઝ થયું હતું. કેન્દ્ર સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ લાગુ કરવાનો પ્રયાસ સૌથી પહેલાં ગયા વર્ષે નવેમ્બરમાં કર્યો હતો. જોકે તૃણમૂલ કૉન્ગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના પક્ષોના ઉગ્ર વિરોધને કારણે સરકારે આ નર્ણિય મોકૂફ રાખ્યો હતો. શર્માએ કહ્યું હતું કે વિરોધ છતાં સરકારે આર્થિક સુધાર લાગુ કરવાનો મક્કમ વિરોધ કર્યો છે. મલ્ટિ-બ્રૅન્ડ રીટેલિંગમાં રોકાણની મર્યાદા ૧૦ કરોડ ડૉલરની ફિક્સ કરવામાં આવી છે. અગાઉ સરકારે એવિયેશન સેક્ટરમાં ૪૯ ટકા એફડીઆઇને મંજૂરી આપી હતી, પણ કૅબિનેટે ગઈ કાલે લીધેલા નર્ણિય બાદ હવે વિદેશી ઍરલાઇન્સ ભારતની ડોમેસ્ટિક ઍરલાઇન્સમાં પણ રોકાણ કરી શકશે.

મમતા બૅનરજીનું સરકારને ૭૨ કલાકનું અલ્ટિમેટમ



ડીઝલના ભાવવધારા બાદ હવે રીટેલ સેક્ટરમાં એફડીઆઇને મંજૂરીના નર્ણિયથી યુપીએના સાથીપક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસનાં વડાં મમતા બૅનરજી નારાજ થઈ ગયાં છે. તેમણે આ બન્ને નર્ણિય પાછા ખેંચવા માટે સરકારને ૭૨ કલાકનો ટાઇમ આપ્યો છે. ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા અને રેલવેપ્રધાન મુકુલ રૉયે કહ્યું હતું કે જો સરકાર નર્ણિય પાછો નહીં ખેંચે તો આકરો નર્ણિય લેવામાં આવશે. મમતા બૅનરજીનો પક્ષ શરૂઆતથી જ રીટેલમાં એફડીઆઇનો વિરોધ કરી રહ્યો છે. ગયા વર્ષે પણ મમતાના ઉગ્ર વિરોધને કારણે જ સરકારે આ નર્ણિય મોકૂફ રાખ્યો હતો.

કૅબિનેટનાં ત્રણ સૌથી મોટાં ડિસિઝન

મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ : કેન્દ્ર સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા વિદેશી રોકાણને લીલી ઝંડી આપી છે. જોકે આંતરરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં પોતાના સ્ટોર ખોલવા દેવા કે નહીં એનો નર્ણિય જે-તે રાજ્યોની સરકાર પર છોડવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ રીટેલ સેક્ટરમાં મહત્તમ ૧૦ કરોડ ડૉલર સુધીનું રોકાણ કરી શકશે, જેમાં અડધી રકમ ગ્રામીણ વિસ્તારમાં સ્ટોરેજ તથા વેરહાઉસ બનાવવા ખર્ચવી પડશે. આ ઉપરાંત વિદેશી કંપનીઓ ૧૦ લાખ કે એથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં જ પોતાનો સ્ટોર ખોલી શકશે.

એવિયેશન સેક્ટરમાં વિદેશી રોકાણ : વિદેશી ઍરલાઇન્સ ભારતની કોઈ પણ ડોમેસ્ટિક ઍરલાઇન્સમાં ૪૯ ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. સરકારે ગઈ કાલે લીધેલા આ પગલાને કારણે ભારતની આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી કિંગફિશર જેવી ઍરલાઇન્સને મોટી મદદ મળી રહેશે. જોકે હજી પણ ભારતમાં વિદેશી ઍરલાઇન્સને ડોમેસ્ટિક સર્વિસ માટે મંજૂરી નહીં મળે.

બ્રૉડકાસ્ટિંગ સેક્ટરમાં રોકાણની લિમિટ વધી : કેન્દ્રીય કૅબિનેટે ગઈ કાલે બ્રૉડકાસ્ટિંગ સેક્ટરમાં પણ એફડીઆઇની લિમિટ ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવાનો નર્ણિય કર્યો હતો. જોકે એમાં ન્યુઝ-ચૅનલ્સ તથા એફએમ રેડિયોને બાકાત રાખવામાં આવી છે. આ બન્ને સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા ૨૬ ટકા જ રહેશે. વિદેશી કંપનીઓ હવે કેબલ ટીવી તથા ડાયરેક્ટ ટુ હોમ જેવી સર્વિસોમાં રોકાણ કરી શકશે. આ ઉપરાંત મોબાઇલ ટીવીમાં પણ વિદેશી કંપનીઓ ૭૪ ટકા સુધીનું રોકાણ કરી શકશે.

ઉદ્યોગજગતનો મૂડ સુધરી ગયો

સરકારે ગઈ કાલે આપેલા સરપ્રાઇઝથી ઉદ્યોગજગતમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)ના પ્રમુખ અદી ગોદરેજે આ જાહેરાતને મૂડ સુધારનારી ગણાવતાં કહ્યું હતું કે આ નર્ણિયોને કારણે સુધારની પ્રક્રિયા ફરી શરૂ થશે. મૂડીનો પ્રવાહ ફરી શરૂ થતાં કંપનીઓની ડામાડોળ આર્થિક હાલતમાં સુધાર આવશે. ઉદ્યોગસમૂહોના અન્ય એક સંગઠન એસોચેમે પણ આવો જ મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ નર્ણિયોને કારણે ભારત રોકાણ માટેનો શ્રેષ્ઠ દેશ છે એવી ઇમેજ બંધાશે. જ્યારે ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી)ના પ્રમુખ આર. વી. કનોરિયાએ કહ્યુુંં હતું કે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇની મંજૂરીને કારણે રીટેલ ક્ષેત્રે ક્રાન્તિ આવશે. રીટેલ સેક્ટરની સૌથી મોટી કંપની ફ્યુચર ગ્રુપના સ્થાપક કિશોર બિયાનીએ રીટેલમાં એફડીઆઇને મંજૂરીને આવકારી હતી. તેમણે કહ્યું હતું કે આ પગલાને કારણે સંખ્યાબંધ નવી નોકરીઓ સર્જાશે અને એનો સીધો લાભ લોકોને જ મળશે.


એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2012 08:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK