ઋણમુક્ત થઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સમય કરતાં પહેલાં જ દેવું ચૂકવ્યું:મુકેશ અંબાણી

Published: Jun 19, 2020, 12:24 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

શુક્રવારે મુકેશ અંબાણીએ કહ્યું કે, મને આ જાહેર કરતાં આનંદ થાય છે કે શૅરધારકોને કરેલો વાયદો પૂરો થઈ ગયો છે. આ વાયદો અમે 31 માર્ચ 20121ના પોતાના નક્કી કરેલા કાર્યક્રમ પહેલા જ પૂરો કરી રિલાયન્સ નેટને ઋણમુક્ત કરી લીધું છે.

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ માર્ચ 2021 પહેલા નેટ ડેબ્ટ ફ્રી એટલે કે ઋણમુક્ત થવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે આની જાહેરાત કરી છે. કંપનીએ છેલ્લા 58 દિવસોમાં 1,68,818 કરોડ રૂપિયા જમા કર્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાઈટ ઇશ્યૂ અને ડિજિટલ શાખામાં ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આ રકમ એકઠી કરી છે. શુક્રવારે મુકેશ અંબાણીએ કહ્યું કે, મને આ જાહેર કરતાં આનંદ થાય છે કે શૅરધારકોને કરેલો વાયદો પૂરો થઈ ગયો છે. આ વાયદો અમે 31 માર્ચ 20121ના પોતાના નક્કી કરેલા કાર્યક્રમ પહેલા જ પૂરો કરી રિલાયન્સ નેટને ઋણમુક્ત કરી લીધું છે. આ સમાચાર બાદ શુક્રવારે NSE પર રિલાયન્સના શૅર 1684 રૂપિયાની નવી હાઈટ બનાવી છે. આથી કંપનીની માર્કેટ કૅપમાં પણ જબરજસ્ત વધારો થયો છે. આરઆઇએલની માર્કેટ કૅપ વધીને 10.64 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુરુવારે જિયો પ્લેટફૉર્મ્સમાં 11માં ઇન્વેસ્ટરની જાહેરાત કરી. છેલ્લા 9 અઠવાડિયામાં સતત 19 ઇન્વેસ્ટરો બાદ સઉદી અરબની સૉવરેન વેલ્થ ફંડ PIF 2.32 ટકા ભાગીદારી માટે જિયો પ્લેટફૉર્મ્સમાં 11,387 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે.

કંપની તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, છેલ્લા 28 દિવસમાં જિયો પ્લેટફૉર્મ્સમાં થયેલા વિદેશ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કંપનીએ 115,693.95 કરોડ રૂપિયા એકઠાં કર્યા છે. તો 53,124.20 કરોડ રૂપિયા રાઇટ્સ ઇશ્યૂ દ્વારા એકઠાં કર્યા છે.

પેટ્રો-રિટેલ જેવીમાં બીપીને ભાગીદારીના વેચાણ દ્વારા પણ કંપનીની કુલ ફંડ રેઝિંગ 1.75 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ 2020 સુધી કંપની પર 161,035 કરોડ રૂપિયાનું દેવું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ જિયો પ્લેટફૉર્મ્સમાં 24.7 ટકા વેચાણ દ્વારા 115,693.95 કરોડ રૂપિયા એકઠાં કર્યા છે.

12 ઑગ્સટ 2019ના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના 42મા એજીએમમાં મુકેશ અંબાણીએ શૅરધારકોને 31 માર્ચ 2021 પહેલા રિલાયન્સને ઋણમુક્ત કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK