ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી અસ્થાયીઃ મુકેશ અંબાણી

Published: Oct 30, 2019, 09:26 IST | મુંબઈ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારતીય અર્થવ્સવસ્થામાં સુસ્તી અસ્થાયી છે. સુધારાત્મક પગલાંઓની અસર જોવા મળશે.

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી અસ્થાયી છે. સરકારે ઉઠાવેલા સુધારાત્મક પગલાંઓ તેને ફરી ટ્રેક પર લાવવામાં મદદ કરશે. સઊદી અરબના વાર્ષિક રોકાણ ફોરમમાં બોલતા તેમણે કહ્યું કે સરકારે ઉઠાવેલા સુધારાત્ક પગલાંઓનું પરિણામ થોડા સમયમાં નજર આવવા લાગશે. પેટ્રોકેમિકલ બિઝનેસમાં હિસ્સો ખરીદવા માટે સઊદી અરબની કંપમની અરેમકો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે.

મુકેશ અંબાણી સંમેલનમાં કહ્યું કે, હું માનું છું કે ભારતીય અર્થવ્યવસ્થામાં થોડી સુસ્તી રહી છે, પરંતુ મારો મત છે કે આ સુસ્તી અસ્થાયી છે. છેલ્લા કેટલાક મહિનામાં તેની સામે લડવા માટે જે ઉપાયો કરવામાં આવ્યો છે, તેનું પરિણામ સામે આવશે અને મને પુરી આશા છે કે આવનારા સમયમાં સ્થિતિ બદલશે.

અંબાણીનું કહેવું હતું કે ભારત અને સઊદી અરબ બંને દેશોની પાસે આ વખતે એવું નેતૃત્વ છે, જેનો દુનિયામાં કોઈ જોટો નથી જડે એમ. બંને દેશોની પાસે ટેક્નોલૉજી અને યુવા વર્ગ પણ છે, જેના આધાર પર આર્થિક વિકાસને ગતિ આપવામાં આવી શકે છે. મહત્વનું છે કે છેલ્લા પાંચ ત્રિમાસિક દરમિયા ભારતીય અર્થવ્યવસ્થા થોડી ધીમી પડી છે. આ વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન ગ્રોથ રેટ ઘટીને પાંચ ટકા રહી ગયો હતો, જો 2013 બાદની સૌથી નબળો વિકાસ દર હતો. છેલ્લા કેટલાક મહિનામાં ભારત સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઘણા પગલાંઓ લીધા છે.

આ પણ જુઓઃ પરિણીતિ કરતા પણ આને વધુ પ્રેમ કરે છે મલ્હાર, જુઓ તેની સાથેની ખાસ તસવીરો

છેલ્લા મહિનાઓમાં કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે અનેક ઉપાયો કર્યા છે. જેમાં બેન્કિંગમાં ન હોય એવી નાણાંકીય કંપનીઓમાં નાણાંની સ્થિતિને પાટા પર લાવવાના ઉપાયો, પબ્લિક સેક્ટરની બેંકોમાં પૈસા નાખવાનું, કૉર્પોરેટ ટેક્સના દરમાં કપાત કરવાનું અને બેંકની સારી ગુણવત્તા વાળી એનબીએફલી સંપત્તિઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા જેવા સુધારાઓ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK