Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > 14 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 8 ગણી વધી,અનિલ અંબાણીની 50 ટકા ઘટી

14 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 8 ગણી વધી,અનિલ અંબાણીની 50 ટકા ઘટી

19 March, 2019 08:49 PM IST |

14 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 8 ગણી વધી,અનિલ અંબાણીની 50 ટકા ઘટી

અનિલ અંબાણી અને મુકેશ અંબાણી

અનિલ અંબાણી અને મુકેશ અંબાણી


એરિક્સન કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલી ઘટાડવામાં મુકેશ અંબાણીએ મદદ કરી છે. બાદમાં અનિલ અંબાણીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર પણ માન્યો. ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીની જુદી જુદી કંપનીઓ પર 48 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. સામે તેમની કંપનીઓની માર્કેટ વેલ્યુ માત્ર 26,251 કરોડ રૂપિયા જ છે. 2002માં રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના નિધન સમયે રિલાયન્સ ગ્રુપની માર્કેટ કેપ 28,500 કરોડ હતી. 2005માં બંને અંબાણી બ્રધર્સ વચ્ચે ભાગલા થયા બાદ અનિલ અંબાણીની સંપત્તિ સતત ઘટી છે.

રિલાયન્સ ગ્રુપના ભાગલા પડ્યા પહેલા બંને ભાઈઓની કુલ સંપત્તિ 6.4 અબજ જ઼લર હતી. પરંતુ ભાગલા પડ્યા બાદ બંને વચ્ચે આસમાન જમીનનો ફરક આવ્યો છે. ભાગલા બાદ અનિલ અંબાણી 14.8 અબજ ડૉલરની નેટવર્થ સાથે 2006માં દેશના ત્રીજા સૌથી પૈસાદર વ્યક્તિ હતા. માર્ચ 2008માં અનિલ અંબાણી ગ્રુપની ટોટલ નેટવર્થ 2.36 કરોડ રૂપિયા હતી. બાદમાં અનિલ અંબાણીએ પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટાપાયે રોકાણ કર્યું અને સરકારી બેન્કો પાસેથી લોન લીધી. પરંતુ 2009માં તેમની કંપનીની વેલ્યુ ઘટીને 80 હજાર કરોડ થઈ ગઈ. માર્ચ 2010માં કંપનીની માર્કેટ કેપ 1લાખ કરોડને પાર ગઈ. પરંતુ 2011માં ટુજી સ્પેક્ટ્રમમાં અનિલ અંબાણીનું નામ ઉછળ્યા બાદ સતત તેમની કંપનીની માર્કેટ કેપ ઘટી છે.



2002માં અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફોકોમે CDMA ટેક્નોલોજી પર ધ્યાન આપ્યું હતું, જે તે સમયે સૌથી સફળ હતી. જો કે તે ટુજી અને થ્રીજીમાં જ સપોર્ટ કરતી હતી. જ્યારે ભારતમાં 4જી આવ્યું ત્યારે આર કોમની CDMA સર્વિસ બંધ થઈ ગઈ. જો કે તેમ છતાંય 2014માં અનિલ અંબાણ ગ્રુપનું વેલ્યુએશન વધીને 66 હજાર કરોડ રૂપિયા થયું. જો કે હાલ તે ઘટીને અડધે પહોંચી ચુક્યુ છે.


આ પણ વાંચોઃ અનિલ અંબાણીએ માન્યો મુકેશભાઈ અને નીતાભાભીનો આભાર

બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે અનિલ અંબાણી જૂથની કેટલીક કંપનીઓ વાર્ષિક 10 હજાર કરોડ રૂપિયા માત્ર વ્યાજ ચૂકવી રહી હતી. સામે મુકેશ અંબાણીએ સૂઝબૂઝથી નિર્ણય લઈને પોતાની સંપત્તિમાં સતત વધારો કર્યો. 2005માં ક્રૂડની કિંમત ઘટી ત્યારે રિફાઈનરી કંપનીઓનું માર્જિન પણ ઘટ્યું. આ દરમિયાન દેશમાં મોબાઈલ ફોન માર્કેટમાં જબરજસ્ત સ્કોપ હતો. પરંતુ બંને ભાઈઓ વચ્ચે થયેલી સહમતી મુજબ મુકેશ અંબાણી આ માર્કેટમાં આવી શકે તેમ નહોતા કારણ કે અનિલ અંબાણીની આરકોમ પહેલેથી જ ટેલિફોન સેક્ટરમાં હતી. 2010માં આ સહમતિનો અંત આવ્યો અને મુકેશ અંબાણીએ મોબાઈલ માર્કેટમાં ઝંપલાવ્યું. બસ ત્યારથી સતત મુકેશ અંબાણીની સંપત્તિ વધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2019 08:49 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK