ટેલીકોમ માર્કેટમાં વર્ચસ્વ જમાવી રાખવા મુકેશ અંબાણીનું નવું હથિયાર

Published: 22nd September, 2020 19:25 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હવે સ્માર્ટફોન પણ આટલા સસ્તા મળશે?

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

મુકેશ અંબાણી ટેલીકોમ માર્કેટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વર્ચસ્વ વધારવા માટે સક્રિય બન્યા છે. હાલમાં જ તેમની એક યોજના ઉપર પ્રકાશ પડ્યો છે જેથી ટેલીકોમ ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધશે તે પાક્કું છે.

સૂત્રોએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્થાનિક સપ્લાયર્સને કહ્યું છે કે તેઓ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારે જેથી આગામી બે વર્ષમાં 20 કરોડથી પણ વધુ સ્માર્ટફોન બનાવી શકાય. શાઓમી કોર્પ જેવી કંપનીને ટક્કર આપવાની યોજના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની છે તે સ્પષ્ટ જણાય છે.

રિલાયન્સ તેના જિઓ ફોનનું નવુ વર્ઝન બનાવશે જેમાં ગુગલ એનરોઈડ હશે, આ ફોનની કિંમત રૂ.4000ની આસપાસ હશે. જેમ વાયરલેસ સર્વિસીસમાં મુકેશ અંબાણી ક્રાંતિ લાવ્યા તેવી રીતે સ્માર્ટફોન ઉદ્યોગમાં પણ તે કરવા માગે છે. ડિક્સન ટેકનોલોજીસ ઈન્ડિયા, લાવા ઈન્ટરનેશનલ અને કાર્બન મોબાઈલ્સ જેવા સ્થાનિક એસેમ્બ્લર્સને ટેકો આપવા માટે અંબાણી સ્થાનિક ઉત્પાદન વધારવાની ભારત સરકારની યોજનાને પણ અનુસરી રહ્યા છે.

બ્લુમબર્ગ ટેલીવીઝનને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક એસોસિયેશનના ચેરમેન પંકજ મોહિન્દ્રોએ કહ્યું કે, અમે સ્થાનિક કંપનીઓ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એન્ટ્રી લેવલ ફોનમાં આપણે પકડ જમાવી શકીએ છીએ. વિશ્વને પણ સમજાયુ છે કે બિઝનેસ કરવા માટે ભારત શ્રેષ્ઠ સ્થળ છે. જો રિલાયન્સનો લક્ષ્ય આગામી બે વર્ષમાં 15 કરોડથી 20 કરોડ ફોન વેચવાનો ટાર્ગેટ હોય તો સ્થાનિક ફેક્ટરીઓને ઘણો ફાયદો થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK