મુકેશ અંબાણી યોજશે ફેમિલી કાઉન્સિલ, જેથી બાળકો વચ્ચે ન થાય કોઇ વિવાદ

Published: Aug 14, 2020, 14:08 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

આ ફેમિલી કાઉન્સિલમાં અંબાણીના ત્રણે સંતાનો આકાશ, ઇશા અને અનંત સાથે પરિવારના એક વયસ્ક સભ્ય પણ હશે.

મુકેશ અંબાણી (ફાઇલ ફોટો)
મુકેશ અંબાણી (ફાઇલ ફોટો)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચૅરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) એક ફેમિલી કાઉન્સિલ(Family Council) એટલે કે પારિવારિક પરિષદ બનાવવાના છે. જેથી તેમના વ્યાપારને આગામી પેઢી સુધી સરળતાથી ટ્રાન્સફર કરી શકાય. આ ફેમિલી કાઉન્સિલમાં અંબાણીના ત્રણે સંતાનો આકાશ(Akash Ambani), ઇશા(Isha Ambani) અને અનંત(Anant Ambani) સાથે પરિવારના એક વયસ્ક સભ્ય પણ હશે.

કોણ કોણ હશે આ કાઉન્સિલમાં
બિઝનેસ વેબસાઇટ લાઇવમિન્ટ પ્રમાણે, આ ફેમિલી કાઉન્સિલમાં અંબાણીના ત્રણેય સંતાનો આકાશ, ઇશા અને અનંતની સાથે જ પરિવારના એક વયસ્ક સભ્ય પણ હાજર હશે. જો કે આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોઇપણ ઑફિશિયલ નિવેદન આપ્યું નથી.

એક ન્યૂઝ એજન્સીના સૂત્રો પ્રમાણે ત્રણેય બાળકો સિવાય આ કાઉન્સિલમાં પરિવારનના એક વયસ્ક સભ્ય સિવાય બહારના પણ સભ્યો હોઇ શકે છે કે મેન્ટોર અને સલાહકારનું કામ કરશે.

નોંધનીય છે કે મુકેશ અંબાણી અને તેમના ભાઈ અનિલ અંબાણી વચ્ચે રિલાયન્સના વારસાને લઈને ઘણાં સમય સુધી વિવાદ ચાલ્યો. કદાચ આ જ કારણસર મુકેશ અંબાણીએ આ કાઉન્સિલ બનાવવાનો નિર્ણય લીધો હોય.

ભવિષ્યનું પ્લાનિંગ
આગામી સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન મુકેશ અંબાણીના બાળકોના હાથમાં હશે. ત્યારે આટલી મોટી સંપત્તિની પછીથી ભાગીદારીને લઈને વિવાદ પણ થાય તે સામાન્ય છે ત્યારે આ વિવાદને અટકાવવા માટે મુકેશ અંબાણીએ આ ફેમિલી કાઉન્સિલનું આયોજન કર્યું હોય તેવી શક્યતા છે. મુકેશ અંબાણીની સંપત્તિ 80 અરબ ડૉલરની આસપાસ છે.

મળતી માહિતી પ્રમાંણે આવતાં વર્ષના અંત સુધીમાં મુકેશ અંબાણી પોતાના બિઝનેસ અમ્પાયરના ઉત્તરાધિકારી નક્કી કરી લેશે. તો આગામી વારસદાર માટે કોઇપણ પ્રકારના વિવાદ ન થાય તે માટે કાઉન્સિલ દ્વારા રસ્તો કાઢવામાં આવશે અને સહજ ટ્રાન્સફરનો પ્રયત્ન સફળ થઈ શકે છે.

મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે ઘણો વખત સુધી ચાલ્યો વિવાદ
નોંધનીય છે કે વર્ષ 2002માં ધીરૂભાઇ અંબાણીના નિધન બાદ રિલાયન્સના વારસાને લઈને મુકેશ અંબાણી અને અનિલ અંબાણીમાં ઘણાં વર્ષો સુધી વિવાદ ચાલ્યો. કેટલાય વર્ષોના વિવાદ અને માતા કોકિલાની મધ્યસ્થી બાદ કંપનીને બે ભાગમાં વહેંચવામાં આવી. મુકેશ અંબાણીને મળ્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બિઝનેસ અને અનિલ અંબાણીના ભાગમાં કોમ્યુનિકેશન, પાવર, ફાઇનાન્શિયલ બિઝનેસ આવ્યું.

 • 1/6
  સારી ટીમ બનાવો સફળ થવા માટે તમારી પાસે સારી ટીમનો સાથ હોવો ખૂબ જ જરૂરી છે. સારા લોકોને તમારી સાથે લો, ટીમ બનાવો અને તેને સાથે લઈને ચાલો.

  સારી ટીમ બનાવો
  સફળ થવા માટે તમારી પાસે સારી ટીમનો સાથ હોવો ખૂબ જ જરૂરી છે. સારા લોકોને તમારી સાથે લો, ટીમ બનાવો અને તેને સાથે લઈને ચાલો.

 • 2/6
  સકારાત્મક રહો જીવનમાં સકારાત્મકતા ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કામ કરો તેમાં સકારાત્મકતા રાખશો તો તમને સારા પરિણામો મળશે જ.

  સકારાત્મક રહો
  જીવનમાં સકારાત્મકતા ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કામ કરો તેમાં સકારાત્મકતા રાખશો તો તમને સારા પરિણામો મળશે જ.

 • 3/6
  નિષ્ફળતાઓથી ડરો નહીં, હાર ન માનો દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેય નિષ્ફળતા અને હારનો સામનો કરવો પડે જ છે. તેમનો સામનો કરવો જોઈએ, તેમાંથી શીખવું જોઈએ પણ હાર ન માનવી જોઈએ.

  નિષ્ફળતાઓથી ડરો નહીં, હાર ન માનો
  દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેય નિષ્ફળતા અને હારનો સામનો કરવો પડે જ છે. તેમનો સામનો કરવો જોઈએ, તેમાંથી શીખવું જોઈએ પણ હાર ન માનવી જોઈએ.

 • 4/6
  લક્ષ્ય પહેલેથી નક્કી કરો સફળ થવા માટે મૂળ મંત્ર છે કે કામ શરૂ કરતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે તમારું લક્ષ્ય શું છે. લક્ષ્ય વગર ભાગવાથી કાંઈ નથી મળતું.

  લક્ષ્ય પહેલેથી નક્કી કરો
  સફળ થવા માટે મૂળ મંત્ર છે કે કામ શરૂ કરતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે તમારું લક્ષ્ય શું છે. લક્ષ્ય વગર ભાગવાથી કાંઈ નથી મળતું.

 • 5/6
  સપના અને વિચારો મોટા રાખો મોટા સપના જોવાની સીખ મુકેશ અંબાણીને તેમના પિતા ધીરૂભાઈ અંબાણીથી મળી હતી. મુકેશ અંબાણીની વિચારધારાએ તેમને ભીડથી અલગ ઉભા રાખ્યા.

  સપના અને વિચારો મોટા રાખો
  મોટા સપના જોવાની સીખ મુકેશ અંબાણીને તેમના પિતા ધીરૂભાઈ અંબાણીથી મળી હતી. મુકેશ અંબાણીની વિચારધારાએ તેમને ભીડથી અલગ ઉભા રાખ્યા.

 • 6/6
  ગભરાઓ નહીં, હિંમતથી કામ લો મુકેશ અંબાણીના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી. તેઓ હજી બિઝનેસને પુરી રીતે સમજે તે પહેલા તેમના પિતાનું નિધન થઈ ગયું. તેમણે પિતાના બિઝનેસને સંભાળ્યો અને તેને આગળ પણ વધાર્યો.

  ગભરાઓ નહીં, હિંમતથી કામ લો
  મુકેશ અંબાણીના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી. તેઓ હજી બિઝનેસને પુરી રીતે સમજે તે પહેલા તેમના પિતાનું નિધન થઈ ગયું. તેમણે પિતાના બિઝનેસને સંભાળ્યો અને તેને આગળ પણ વધાર્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK