મુકેશ અંબાણી વર્લ્ડ રિચેસ્ટ ફૅમિલી લિસ્ટમાં 9મા ક્રમે પહોંચ્યાઃ બ્લૂમબર્ગ

Published: Aug 18, 2019, 10:22 IST | નવી દિલ્હી

તાજેતરમાં જ જિયો ગીગા ફાઇબર પ્લાન લોન્ચ કરનાર અંબાણી પરિવારને તમામ લોકો જાણે છે. મુકેશ અંબાણી માત્ર ભારત જ નહી પરંતુ એશિયામાં પણ સૌથી અમીર વ્યક્તિ છે.

મુકેશ અંબાણી (File Photo)
મુકેશ અંબાણી (File Photo)

તાજેતરમાં જ જિયો ગીગા ફાઇબર પ્લાન લોન્ચ કરનાર અંબાણી પરિવારને તમામ લોકો જાણે છે. મુકેશ અંબાણી માત્ર ભારત જ નહી પરંતુ એશિયામાં પણ સૌથી અમીર વ્યક્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીનું વાર્ષિક પેકેજ ૧૫ કરોડ રૂપિયા છે. ત્યાં જ અંબાણી પરિવારની કુલ કમાણી ૫૦.૪ બિલ્યન (૫૦૪૦ કરોડ રૂપિયા) છે. આ ધનરાશિ સાથે અંબાણી પરિવાર વર્લ્ડ રિચેસ્ટ ફેમિલિ ૨૦૧૯ ની લિસ્ટમાં ૯માં ક્રમાંકે છે.

હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે, જો નવમાં ક્રમાંકના અમીર પરિવારની કુલ કમાણી આટલી છે તો દુનિયાનાં સૌથી અમીર પરિવારની કમાણી કેટલી હશે! આ લિસ્ટમાં સૌથી ઉપર સુપર માર્કેટ વોલમાર્ટને ચલાવનાર પરિવાર, આ દુનિયાનું સૌથી મોટુ સુપર માર્કેટ છે. આ પરિવાર દર મિનિટે ડોલર ૭૦,૦૦૦ (૪૯,૮૭,૬૭૫ રૂપિયા)ની કમાણી કરી રહ્યું છે. આ તમામ સૌથી ૨૫ અમીર પરિવારો પાસે ૧.૪ ટ્રિલિયન ડોલર (૧૦૦ ટ્રિલિયન રૂપિયા લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા)ની ધનરાશિ છે.

વોલમાર્ટ પરિવાર સિવાય આ પરિવારોમાં સ્નિકર્સ અને માર્સ બાર્સ બનાવનાર માર્સ કંપની, ફરારી, બીએમડબલ્યુ, હયાત હોટલ્સને ચલાવનાર પરિવાર પણ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK