Forbes List: મુકેશ અંબાણી બન્યા દુનિયાના નવમાં સૌથી ધનિક વ્યક્તિ, આમને છોડ્યા પાછળ

Published: Nov 29, 2019, 14:00 IST | Mumbai

મુકેશ અંબાણી દુનિયાના નવમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે ગૂગલના લેરી પેજને પાછળ છોડ્યા છે.

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

Forbesની 'ધ રિયવ ટાઈમ બિવિયનેયર્સ લિસ્ટ'ના અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેશના નવમાં સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ફોર્બ્સે આપેલા 2019ના સૌથી ધનિક લોકોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 13માં સ્થાન પર હતા. ગુરુવારે RILનું બજારમૂલ્ય 10 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું અને આ મુકામ પર પહોંચનારી આ પહેલી કંપની રહી. મુકેશ અંબાણીને ધની બનાવવાનો શ્રેય પણ તેને જ જાય છે.

ફોર્બ્સ ના ધ રિયલ ટાઈમ બિલિયનર્સ લિસ્ટ અનુસાર, RILના ચેરમેનનું રિયલ ટાઈમ નેટવર્થ ગુરૂવારે 6080 કરોડ ડૉલર હતું.

ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર બીએસઈ પર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. ગયા વર્ષ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં જ્યાં લગભગ 40 ટકાની વધારો નોંધવામાં આવ્યો હતો, તો નિફ્ટી 50 માં 13 ટકાથી વધુનો વધારો નોંધાયો.

બજારની પૂંજીકરણના નજરિયા છે RILની વચ્ચેના સ્થાન પર TCS છે. જે બાદ એસડીએફસી બેંક, હિન્દુસ્તાન, યૂનિલીવર અને એચડીએફસી વગેરેનું સ્થાન છે.

દુનિયાના ટૉપ 10 અરબપતિ
નામ                             કંપની        નેટવર્થ
જેફ બેઝોસ                      એમેઝોન        113 અરબ ડૉલર
બિગ ગેટ્સ                      માઈક્રોસૉફ્ટ    107.4 અરબ ડૉલર
બર્નાર્ડ અર્નોલ્સ એન્ડ ફેમિલી    એલવીએમએચ    107.2 અરબ ડૉલર
વૉરેન બફે                       બર્કશાયર હેથવે    86.9 અરબ ડૉલર
માર્ક ઝુકરબર્ગ                   ફેસબુક        74.9 અરબ ડૉલર
અમેન્સિઓ ઑર્ટેગા              ઝારા        69.3 અરબ ડૉલર
લેરી એલિસન                  સૉફ્ટવેર        69.2 અરબ ડૉલર
કાર્લોસ સ્લિમ ફેમિલી           ટેલીકૉમ        60.9 અરબ ડૉલર
મુકેશ અંબાણી                  RIL        60.2 અરબ ડૉલર
લેરી પેજ                       ગૂગલ        59.6 અરબ ડૉલર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK