Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય અર્થવ્યવસ્થા માટે ઝટકો, Moody'sએ ક્રેડિટ રેટિંગને કર્યો નેગેટિવ

ભારતીય અર્થવ્યવસ્થા માટે ઝટકો, Moody'sએ ક્રેડિટ રેટિંગને કર્યો નેગેટિવ

08 November, 2019 01:36 PM IST | Mumbai

ભારતીય અર્થવ્યવસ્થા માટે ઝટકો, Moody'sએ ક્રેડિટ રેટિંગને કર્યો નેગેટિવ

Moody'sએ ક્રેડિટ રેટિંગને કર્યો નેગેટિવ

Moody'sએ ક્રેડિટ રેટિંગને કર્યો નેગેટિવ


ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ તરફથી ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર આવ્યા છે. મૂડીઝે ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતની ક્રેડિટ રેટિંગને સ્ટેબલને નેગેટિવ કરવા માટે દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી વચ્ચે મૂડીઝે આ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. મૂડીઝે BAA2 રેટિંગની પુષ્ટિ કરી છે અને તેનું માનવું છે કે ઈકોનૉમીમાં સુસ્તીનું જોખમ વધી રહ્યું છે.

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ અનુસાર, આર્થિક વિકાસ પહેલાની તુલનામાં ઓછું રહેશે. સાથે જ એજન્સીએ કહ્યું કે ભવિષ્યમાં લાંબા સમય સુધી આર્થિક મંદીની અટકળો બની રહેશે અને દેવું વધશે. જણાવી દઈએ કે ભારત માટે BAA2 વિદેશી મુદ્રા અને સ્થાનિક મુદ્રાના દીર્ધકાલિન રેટિંગની પુષ્ટિ કરી છે.

ભારતની રેટિંગમાં આ ઘટાડો એજન્સીઓ દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથમાં થયેલા અનુમાનમાં ઘટાડો કર્યા બાદ આવ્યો છે. સાથે જ આ એવો સમય છે જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા નબળી ડિમાન્ડના કારણે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

જો કે, સરકાર હજુ પણ એ કહી કે ભારત દુનિયામાં ઝડપથી વિકાસ કરી હેલી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. મહત્વનું છે કે મોદી સરકારનું લક્ષ્ય વર્ષ 2025 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યસ્થા બનાવવાનું છે. તો, બીજી તરફ રેટિંગ એજન્સીઓ ભારત માટે જીડીપી ગ્રોથ અનુમાનને સતત ઓછો કરી રહી છે.

આ પણ જુઓઃ Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે ક્રિકેટર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ



અહીં જણાવી દઈએ કે ગયા વર્ષે રેટિંગ એજન્સી મૂડીઝે ભારતે વર્ષ 2019-20ના ગ્રોથ રેટના અનુમાનને ઘટાડીને 5.8 ટકા કરી દીધો છે. આ પહેલા તે 6.2 ટકા હતો. આ સિવાય 2020-21 માટે ગ્રોથ રેટનું અનુમાન 6.6 ટકા બનાવવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 01:36 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK