હવે બે જ દિવસમાં મોબાઇલ પોર્ટેબિલિટી : 16 ડિસેમ્બરથી અમલ

Published: Nov 13, 2019, 14:35 IST | Mumbai

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા-ટ્રાઇએ એમએનપી માટે નવી તારીખ જાહેર કરી છે. મોબાઇલ નંબર પોર્ટેબિલિટી માટે નવા નિયમો ૧૬ ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. એમએનપી માટે પહેલાં એક અઠવાડિયાનો સમય લાગતો હતો એ હવે બે દિવસનો થઈ જશે.

(જી.એન.એસ.) ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા-ટ્રાઇએ એમએનપી માટે નવી તારીખ જાહેર કરી છે. મોબાઇલ નંબર પોર્ટેબિલિટી માટે નવા નિયમો 16 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. એમએનપી માટે પહેલાં એક અઠવાડિયાનો સમય લાગતો હતો એ હવે બે દિવસનો થઈ જશે. અગાઉ આ સમય ૫થી 7 દિવસનો હતો. આપને જણાવીએ કે ટ્રાઇએ આ નિયમના અમલ માટે ૧૧ નવેમ્બરની તારીખ નક્કી કરી હતી.

ટ્રાઇએ કહ્યું હતું કે ટેલિકૉમ ઑપરેટરો દ્વારા થઈ રહેલાં પરીક્ષણમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે નવા નિયમોના અમલમાં મોડું થઈ રહ્યું છે. ટ્રાઇ ઇચ્છે છે કે નિયમોનો અમલ કરતાં પહેલાં એની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે જેથી વપરાશકર્તાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે એમએનપી સેવા પ્રદાતાઓ અને ટેલિકૉમ ઑપરેટર્સની સહાય આવશ્યક છે.

નવા એમએનપી નિયમો લાગુ થયા પછી વપરાશકર્તાઓ તેમનો નંબર બદલ્યા વિના એક ઑપરેટરથી બીજા ઑપરેટરમાં બે દિવસમાં જ પોર્ટ કરી શકશે. હાલમાં નંબર બદલવામાં ૭ દિવસનો સમય લાગે છે, પરંતુ નવા નિયમો હેઠળ આ સમય બે દિવસનો રહેશે. જો એમએનપી સમય બે દિવસનો થશે તો એ ટેલિકૉમ ક્ષેત્રની મોટી ઉપલબ્ધિ સાબિત થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK