Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Microsoft ના CEO સત્યા નંડેલાનો પગાર 66% વધીને 4.29 cr ડોલર પહોંચ્યો

Microsoft ના CEO સત્યા નંડેલાનો પગાર 66% વધીને 4.29 cr ડોલર પહોંચ્યો

18 October, 2019 11:45 AM IST | Mumbai

Microsoft ના CEO સત્યા નંડેલાનો પગાર 66% વધીને 4.29 cr ડોલર પહોંચ્યો

માઇક્રોસોફ્ટ CEO સત્ય નંડેલા

માઇક્રોસોફ્ટ CEO સત્ય નંડેલા


Mumbai : વિશ્વની જાયન્ટ IT કંપની Microsoft ના CEO સત્યા નડેલાનું વેતન-ભથ્થામાં તોતીંગ વધારો થયો છે. તેના એક વર્ષના વેતન-ભથ્થામાં 66 ટકાનો વધારો થયો છે. 30 જૂને પુરા થયેલા નાણાંકીય વર્ષમાં તેમને કુલ 4.29 કરોડ ડોલર(30643 કરોડ રૂપિયા)નું વળતર મળ્યું. તેમાં મોટા ભાગનો સ્ટોક એવોર્ડ(શેર)ના રૂપમાં છે. ગત વર્ષે તેમને 2.58 કરોડ ડોલર(184.28 કરોડ રૂપિયા) મળ્યા હતા. કંપનીએ બુધવારે વાર્ષિક રિપોર્ટમાં આ માહિતી આપી છે. માઈક્રોસોફટનું નાણાંકીય વર્ષ 1 જુલાઈથી 30 જૂન સુધીનું હોય છે.


નડેલાને 2014માં 8.43 કરોડ ડોલર કંપેનસેશન મળ્યું હતું
કારોબારી લક્ષ્ય પ્રાપ્ત કરવા અને કંપનીના શેરની કિંમત વધવાને કારણે બોર્ડે નડેલાના કંપેનસેશનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. જોકે, તે 2014ના કંપેનસેશનની સરખામણીમાં લગભગ અડધું છે. તે વર્ષે નડેલાને 8.43 કરોડ ડોલર મળ્યા હતા. સ્ટોક કંપેનસેશનની સમીક્ષા કરતા માઈક્રોસોફટના સ્વતંત્ર નિર્દેશકોએ નડેલાના સ્ટ્રેટેજીક નેતૃત્વ- ગ્રાહકોની સાથેનો ભરોસા મજબૂત કરવા, કંપનીની કાર્યપ્રણાલીમાં ફેરફાર, નવી ટેકનીક અને નવા બજારોમાં સફળતાપૂર્વક એન્ટ્રી અને વ્યાપની વાતોનો ખાસ ઉલ્લેખ કર્યો.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

શેરહોલ્ડરોનું 97% રિટર્ન વધ્યું
માઈક્રોસોફટ તરફથી કહેવામાં આવ્યું કે નડેલાના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં કંપનીની માર્કેટ કેપમાં 509 અબજ ડોલરનો વધારો થયો. આ દરમિયાન કંપનીનું ટોટલ શેરહોલ્ડર રિટર્ન 97% વધ્યું. તેના કારણે નડેલાની આવક પણ વધી. માઈક્રોસોફટે ગત વર્ષે એપલને પાછળ પાડીને વિશ્વની સૌથી વેલ્યુએશનવાળી કંપની પણ બનાવી હતી. માઈક્રોસોફટની માર્કેટ કેપ 1072 અબજ ડોલર અને એપલની 1059 અબજ ડોલર છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2019 11:45 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK