મારુતિ સુઝુકીને નડી મંદી, કારનું વેચાણ બે ટકા ઘટ્યું

Published: 2nd December, 2019 11:27 IST | Mumbai

મારુતિ સુઝુકી ઇન્ડિયાનું વેચાણ નવેમ્બરમાં 1.9 ટકા ઘટીને 1,50,630 એકમ પર આવી ગયું છે. કાર બનાવતી દેશની સૌથી મોટી કંપનીના વેચાણમાં ઘટાડો થવાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં મંદીની સ્થિતિ હજી પણ યથાવત્ છે.

મારૂતી સુઝુકી (PC : NaiDunia)
મારૂતી સુઝુકી (PC : NaiDunia)

(જી.એન.એસ.) મારુતિ સુઝુકી ઇન્ડિયાનું વેચાણ નવેમ્બરમાં 1.9 ટકા ઘટીને 1,50,630 એકમ પર આવી ગયું છે. કાર બનાવતી દેશની સૌથી મોટી કંપનીના વેચાણમાં ઘટાડો થવાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં મંદીની સ્થિતિ હજી પણ યથાવત્ છે.

કંપનીએ કહ્યું કે ગયા મહિના કરતાં ઘરેલુ વાહનોનું વેચાણ ૧.૬ ટકા ઘટીને નવેમ્બર ૨૦૧૮ના વેચાણ ૧,૪૬,૦૧૮ એકમની સરખાણીમાં 1,43,686 એકમ રહ્યું છે. આ દરમ્યાન ઓલ્ટો અને વેગનઆર સહિત મિની શ્રેણીનાં વાહનોનું વેચાણ 29,954 એકમોથી 12.2 ટકા ઘટીને 26,306 એકમ રહ્યું છે. જોકે, આ દરમ્યાન સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિજાયર સહિત કૉમ્પેક્ટ શ્રેણીની કારોનું વેચાણ 7.6 ટકા વધીને 78,013 એકમ પર પહોંચી ગયું છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

મધ્યમ આકારની સેડાન કાર સિઆજનું વેચાણ આ દરમ્યાન 3838 એકમથી ઘટીને 1448 એકમ પર આવી ગયું છે. વિટારા બ્રેજા, એસ-ક્રોસ અને એર્ટિંગ સહિત યુટિલિટી વાહનોનું વેચાણ 1.3 ટકા ઘટીને 23,204 એકમ પર આવી ગયું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK