મારુતિ સુઝુકીના વેચાણમાં ૧૮.૫૦ ટકાનું ગાબડું

Published: 2nd December, 2011 08:06 IST

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાનું કુલ વેચાણ નવેમ્બર ૨૦૧૧માં ૧૮.૫૦ ટકા ઘટીને ૯૧,૭૭૨ નંગ થયું છે જે નવેમ્બર ૨૦૧૦માં ૧,૧૨,૫૫૪ નંગ હતું.નિકાસ ૧૦,૦૫૧ વાહનોથી ૧૧.૪૦ ટકા ઘટીને ૮૯૦૨ વાહનો અને સ્થાનિક વેચાણ ૧,૦૨,૫૦૩ નંગથી ૧૯.૨૦ ટકા ઘટીને ૮૨,૮૭૦ નંગ થયું છે.પૅસેન્જર વાહનોનું વેચાણ ૮૭,૬૧૮ નંગથી ૧૬.૬૦ ટકા ઘટીને ૭૩,૦૭૮ નંગ, યુટિલિટી વેહિકલ્સનું ૧૯૯ નંગથી ૯.૫૦ ટકા ઘટીને ૧૮૦ નંગ અને વૅન્સનું વેચાણ ૧૪,૬૮૬ નંગથી ૩૪.૫૦ ટકા ઘટીને ૯૬૧૨ નંગ થયું છે.

સ્મૉલ કાર્સ M-800, અલ્ટો, A-Star અને વૅગનઆરના વેચાણમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આ કાર્સનું વેચાણ ૫૩,૪૮૯ નંગથી ૨૭.૨૦ ટકા ઘટીને ૩૮,૯૨૧ નંગ થયું છે. સ્વિફ્ટ, એસ્ટિલો અને રિટ્ઝનું વેચાણ ૨૩,૦૧૪ નંગથી ૩.૭૦ ટકા ઘટીને ૨૨,૧૫૯ નંગ થયું છે. Dzire નું વેચાણ ૯૮૧૦ નંગથી ૬ ટકા વધીને ૧૦,૪૦૩ નંગ અને Sx4 નું ૧૩૦૫ નંગથી ૯.૮૦ ટકા વધીને ૧૪૩૩ નંગ થયું છે.

આ વર્ષે મારુતિ સુઝુકીના વેચાણમાં વધારો નહીં થાય

મારુતિ સુઝુકી ઇન્ડિયાના ચૅરમૅન આર. સી. ભાર્ગવે ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘ઇકૉનૉમિક સ્લોડાઉનની અસર કારના વેચાણ પર થઈ રહી છે. આ વર્ષે કંપનીના કારના વેચાણમાં વધારો થવાની અપેક્ષા નથી. ગયા વર્ષના લેવલે વેચાણ જળવાઈ રહે એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે આ પણ એક પડકારરૂપ બાબત છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK