મારુતિ સુઝુકી ઈન્ડિયા નવી કાર અલ્ટો ૮૦૦ લૉન્ચ કરશે

Published: 29th September, 2012 06:47 IST

મારુતિ સુઝુકી ઇન્ડિયાની સ્મૉલ કાર્સનું વેચાણ સતત ઘટી રહ્યું છે અને એને કારણે કંપનીના ઓવરઑલ બજારહિસ્સામાં પણ ઘટાડો થયો છે. આગામી સમયમાં સ્મૉલ કાર્સનું વેચાણ વધારવા માટે કંપની આવતા મહિને અલ્ટો ૮૦૦ કાર લૉન્ચ કરશે, જે વર્તમાન અલ્ટોને રિપ્લેસ કરશે.કંપનીના વાઇસ પ્રેસિડન્ટ માર્કેટ મનોહર ભાટે કોચીમાં કહ્યું હતું કે ‘પેટ્રોલના વધી રહેલા ભાવ અને ઊંચા વ્યાજદરને કારણે સ્મૉલ કાર્સનું વેચાણ ઘટી રહ્યું છે. નવી અલ્ટો ૮૦૦માં સીએનજી ઑપ્શન પણ ઑફર કરવામાં આવશે.’

અલ્ટો કાર ઘણા લાંબા સમય સુધી કંપનીની બેસ્ટ સેલિંગ કાર રહી છે. આ વર્ષના પ્રારંભમાં સ્વિફ્ટનું વેચાણ અલ્ટો કરતાં વધારે થયું હતું.

એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન અલ્ટોનું વેચાણ ૩૪.૮૩ ટકા ઘટીને ૮૯,૦૦૦ નંગ થયું છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૧.૨૨ લાખ નંગ થયું હતું. ૨૦૧૧-’૧૨માં વેચાણ ૩.૦૮ લાખ નંગ થયું હતું, જે ૨૦૧૦-’૧૧માં ૩.૪૦ લાખ નંગ થયું હતું. સ્મૉલ કાર્સના વેચાણમાં ઘટાડો થવાથી એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન કંપનીનો બજારહિસ્સો ઘટીને ૪૦ ટકાની નીચે જતો રહ્યો હતો.

અલ્ટો કાર ૨૦૦૧માં લૉન્ચ કરવામાં આવી હતી. સ્થાનિક બજારમાં અલ્ટોનું વેચાણ અત્યાર સુધી ૨૦ લાખ કાર જેટલું અને નિકાસ ૨.૪૭ લાખ નંગ જેટલી થઈ છે.

સીએનજી = ક્રૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK