બજારમાં નરમાઈની આગેકૂચ, લાર્જ કૅપ કરતાં રોકડું વધુ નબળું

Feb 12, 2019, 09:00 IST

ગિરવી શૅરના મામલે અપોલો હૉસ્પિટલમાં ૭ વર્ષનો મોટો કડાકો : ડૉ. રેડ્ડીઝની આગેવાની હેઠળ ફાર્મા અને હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૯ ટકા બીમાર પડ્યો : સન ટીવી થકી મીડિયા ઇન્ડેક્સ લાઇમલાઇટમાં રહ્યો : બૅન્કિંગ શૅરમાં નરમાઈ આગળ વધી, IT ઇન્ડેક્સ સામા પ્રવાહે

બજારમાં નરમાઈની આગેકૂચ, લાર્જ કૅપ કરતાં રોકડું વધુ નબળું

શૅરબજારનું ચલકચલાણું 

શુક્રવારના ૪૨૫ પૉઇન્ટના નોંધપાત્ર ઘટાડાને આગળ ધપાવતાં શૅરબજાર ગઈ કાલે નીચામાં ૩૬,૩૦૦ થઈ છેલ્લે ૧૫૧ પૉઇન્ટ વધુ નબળું પડી ૩૬,૩૯૫ બંધ આવ્યું છે. નિફ્ટી ૧૦,૮૫૭ની ઇન્ટ્રા-ડે નીચી સપાટી બાદ પંચાવન પૉઇન્ટના ઘટાડે ૧૦,૮૮૯ રહ્યો છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર પ્લસ હતા. મહિન્દ્ર તરફથી ટ્રૅકટર્સ બિઝનેસનું ગાઇડન્સિસ ખરાબ આવતાં ભાવ પોણાબે ગણા કામકાજમાં ૬૪૪ની વર્ષની બૉટમ બતાવી ૫.૩ ટકાની ખુવારીમાં ૬૪૭ બંધ રહેતાં શૅર સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર અને નિફ્ટી ખાતે સેકન્ડ વસ્ર્ટ પર્ફોર્મર બન્યો હતો. તાતા સ્ટીલનાં પરિણામોમાં વાઉ ફેક્ટર જેવું કઈ નથી. બ્રોકરેજ હાઉસ તરફથી ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડો કરાયો છે. જોકે ભાવ ૨.૩ ટકા વધીને ૪૮૦ રૂપિયાના બંધમાં શૅરને સેન્સેક્સ, નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બનાવવામાં સફળ રહ્યો છે. લાર્જ કૅપના મુકાબલે મિડ કૅપ અને સ્મૉલ કૅપ ગઈ કાલે ટકાવારીની રીતે ત્રણ ગણાથી વધુ ખરડાયા હતા. બ્રૉડ માર્કેટનો માપદંડ ગણાતો BSE-૫૦૦ પણ ૫૦૧માંથી ૩૭૭ શૅરની કમજોરીમાં પોણો ટકો ડાઉન હતો. થાઇરોકૅર, PC જ્વેલર્સ, ARBL, ગ્રેફાઇટ ઇન્ડિયા, ઇન્ડિયા બુલ્સ વેન્ચર્સ, નાલ્કો, મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ, ઍડ્વાન્સ્ડ એન્ઝોમ્સ જેવી જાતો અત્રે સવાસાત ટકાથી લઈ ૧૧ ટકા સુધી ગગડી હતી. અપોલો હૉસ્પિટલમાં ગિરવે પડેલા શૅરનો મામલો ચિંતાજનક બનતાં ભાવ ડિસેમ્બર ૨૦૧૧ પછીના સૌથી મોટા કડાકામાં નીચામાં ૧૦૯૨ થઈ અંતે ૧૦.૬ ટકા કે ૧૩૪ રૂપિયાના ધોવાણમાં ૧૧૨૫ રૂપિયા બંધ આવ્યો છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૪.૪ ટકા છે. એમાંથી ૭૪.૮ ટકા શૅર ગિરવી પડેલા છે. NSE ખાતે સન ટીવીની તેજીથી મીડિયા ઇન્ડેક્સ સવા ટકા વધુ ઊંચકાયો હતો. BSE ખાતે IT ઇન્ડેક્સ ૫૬માંથી ૨૦ શૅરના સુધારામાં નહીંવત્ તો NSEમાં ૧૦માંથી આઠ શૅર વધતાં અડધો ટકો અપ હતો. રામ્કો સિસ્ટમ્સ છ ટકા, ફસ્ર્ટ ર્સોસ પાંચ ટકા, સાસ્કેન સવાચાર ટકા, ઍપ્ટેક ચારેક ટકા અત્રે કટ થયા હતા.

બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી સાધારણ ડાઉન હતા, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅરના ઘટાડામાં પોણાબે ટકા ધોવાયો છે. અત્રે એકમાત્ર IDBI બૅન્ક એક ટકો અપ હતી. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૪૧માંથી ૧૧ જાતો વધી હતી. IDFC ફર્સ્ટ બૅન્ક બે ટકાની મજબૂતીમાં ૪૫ નજીકનો બંધ આવી અત્રે મોખરે હતી. સામે પક્ષે ૨૧ બૅન્ક શૅરમાં એક ટકાથી લઈને સાડાત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઑટો ઇન્ડેક્સ ૧૬માંથી ૧૨ શૅરની નરમાઈમાં સવા ટકો ડાઉન હતો. બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝ છ ટકાના ઉછાળે ૮૦૭ રૂપિયા બંધ આવ્યો છે. મારુતિ સુઝુકી અડધો ટકો, બજાજ ઑટો જૈસે-થે હતા. વધેલા છ શૅર સામે ૨૦ શૅરના ઘટાડામાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ દોઢ ટકો ઘટuો હતો. લાર્સન, હેવેલ્સ, ખ્ગ્ગ્, થર્મેક્સ, ઘ્ઞ્ પાવર, ગ્રૅફાઇટ ઇન્ડિયા ઇત્યાદી સવાથી દસેક ટકા ડૂલ હતા. રિલાયન્સ ૧.૯ ટકાની નબળાઈમાં ૧૨૫૩ બંધ આવી બજારને ૭૬ પૉઇન્ટ નડ્યો હતો.

ડૉ. રેડ્ડીઝ લૅબમાં USFDA નડી

USFDA એટલે કે અમેરિકન ફૂડ્સ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન તરફથી ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝના હૈદરાબાદ પ્લાન્ટમાંની ઉત્પાદન સુવિધા વિશે ૧૧ જેટલા વાંધા-વચકા ઊભા કરાયા હોવાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે ૨૭૦૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૫૫૫ થઈ અંતે ૫.૬ ટકા ગગડી ૨૬૧૭ રૂપિયા બંધ રહ્યો છે. અપોલો હૉસ્પિટલ્સે ડિસેમ્બર ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે ૨૯ ટકાના વધારામાં ૮૭ કરોડ રૂપિયા જેવો નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ૧૨૯૦ ખૂલી ઉપરમાં ૧૨૯૫ થતાંની સાથે જ સડસડાટ ઘટતો રહી ૧૦૯૨ બતાવી અંતે ૧૦.૬ ટકા તૂટીને ૧૧૨૫ બંધ હતો. વૉલ્યુમ સાત ગણું હતું. થાઇરોકૅર ટેક્નૉલૉજીઝ ત્રિમાસિક નફામાં છ ટકાના ઘટાડા પાછળ પાંચ ગણા વૉલ્યુમમાં ૪૮૨ની ઑલ ટાઇમ બૉટમ બતાવી છેલ્લે ૧૦.૮ ટકાની ખરાબીમાં ૪૯૦ હતો. આ ઉપરાંત હેલ્ટર બાયો, લોરસ લૅબ, સ્ટાઇડ ફાર્મા, ઍબોટ ઇન્ડિયા, સનોફી, ડૉ. લાલ પૅથલૅબ્સ, RPG લાઇફ સાયન્સ, JB કૅપિટલ્સ, પિરામલ એન્ટરપ્રાઇસિઝ, માર્કસન્સ, કૅપ્લિન લૅબ, વિમતા લૅબ, DIL ફાઇઝર, ડિવીઝ લૅબ, સુવેન લાઇફ ઇત્યાદી કાઉન્ટર ત્રણથી ૬.૫ ટકા ઢીલાં પડ્યાં હતાં. સરવાળે BSEનો હેલ્થકૅર ઇન્ડેક્સ સોમવારે ૬૯માંથી ૫૧ શૅરના ઘટાડે ૧.૯ ટકા નબળો બંધ રહ્યો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી સાત શૅરની નરમાઈમાં ૧.૬ ટકા ડાઉન હતો. સાધારણ પરિણામ પછી પણ સિપ્લામાં નોંધપાત્ર સુધારો આગળ વધતાં ભાવ ઉપરમાં ૫૪૫ થઈ અંતે દોઢ ટકા વધી ૫૪૪ હતો.

ગ્રૅફાઇટ ઇન્ડિયામાં ૧૪ મહિનાની બૉટમ

ઇલેક્ટ્રોડ્સ ઉત્પાદક ગ્રૅફાઇટ ઇન્ડિયાએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૧૩ ટકાના વધારામાં કન્સોલિડેટ ધોરણે ૭૬૪ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો એ સપ્ટેમ્બર ક્વૉર્ટરના મુકાબલે ૩૧ ટકા બજારને ઓછો લાગતાં શૅર ગઈ કાલે ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૪૩૬ રૂપિયાની ૧૪ મહિનાની નીચી સપાટી બનાવી અંતે એ જ લેવલે બંધ રહ્યો છે. છ મહિના પૂર્વે મિડ ઑગસ્ટમાં ભાવ ૧૧૨૬ની વિક્રમી સપાટીએ જોવાયો હતો. સમાન બિઝનેસમાં પ્રવૃત્ત HEG લિમિટેડ પણ ગઈ કાલે નીચામાં ૨૧૯૦ થઈ અંતે ૬.૮ ટકા ગગડી ૨૨૧૧ રૂપિયા રહ્યો છે. આ કાઉન્ટર ચાર-સાડાચાર મહિના પૂર્વે ૪૯૫૦ની સર્વોચ્ચ સપાટીએ હતું. કંપની દ્વારા શૅરદીઠ ૫૫૦૦ રૂપિયાના ભાવે ૭૫૦ કરોડનું બાયબૅક નક્કી થયું છે, પણ શૅરમાં એનો હાલમાં કોઈ ટેકો દેખાતો નથી. ઑટો એન્સિલિયરી કંપની મધરસન સુમિએ સાડાછ ટકાના વધારામાં ૩૮૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. નફામાર્જિન નહીંવત્ ઘટ્યું છે. શૅર ગઈ કાલે ૧૩૦ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૪૧ બતાવી અંતે પોણાબે ટકા ઘટી ૧૩૩ રૂપિયા બંધ હતો. સન ટીવી નેટવક્ર્સ૩ છ ગણા કામકાજમાં ઉપરમાં ૫૭૮ વટાવી અંતે ૧૦.૪ ટકાની તેજીમાં ૫૭૫ રૂપિયા હતો. કંપનીનો આ નવેક મહિનાનો મોટો ઉછાળો પ્રૉફિટ માર્જિનમાં સુધારા ૩૨ ટકાના દરે વધેલા ૬૬૭ કરોડના ચોખ્ખા ત્રિમાસિક નફાને આભારી છે. તાતા સ્ટીલમાં ૭૬ ટકાના બજારની ધારણા મુજબના વધારા સાથે ૨૨૮૪ કરોડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ આવ્યો છે. થ્ભ્ મૉર્ગન ૯૮૦નું ટાર્ગેટ ઘટાડીને ૮૮૦ રૂપિયા તથા ઇન્વેસ્ટેક બાયનું રેટિંગ જાળવી રખાયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૬૦ના તળિયે થઈ બાઉન્સબૅકમાં ૪૮૬ બતાવી અંતે ૨.૩ ટકા વધી ૪૯૦ હતો. એનો ભ્ભ્ એટલે કે પાર્ટલી પેઇડ-અપ શૅર પણ ૩૪ના બૉટમથી ઊંચકાઈ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૩૯ નજીક ગયા બાદ ત્યાં જ બંધ હતો. શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં ૨૯ ટકાથી વધુના ૨૬ વર્ષના મોટા કડાકા બાદ સવાસત્તર ટકાની ખરાબીમાં ૧૫૧ રૂપિયાની મલ્ટિયર બૉટમે બંધ રહેલો તાતા મોટર્સ સોમવારે નીચામાં ૧૪૬ની અંદર બાદ અંતે પોણો ટકો વધી ૧૫૨ રૂપિયા બંધ આવ્યો છે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણી ગ્રુપના ગિરવી મુકાયેલા શૅરોના વેચાણ બાબતે સેબીએ શરૂ કરી તપાસ

અનિલ ગ્રુપના શૅરમાં સુધારો ટક્યો નહીં

ગિરવે મૂકેલા શૅર બજારમાં વેચી નાખવા બદલ લાર્સન ફાઇનૅન્સ અને એડલવાઇસ સામે આક્ષેપબાજીનો જંગ શરૂ કરી એમની સામે ર્કોટમાં જવાની ધમકી આપનાર અનિલ અંબાણી ગ્રુપના શૅરમાં શુક્રવારનો પ્રત્યાઘાતી સુધારો બહુધા ગઈ કાલે ઢીલો થઈ ગયો છે. રિલાયન્સ કૅપિટલ ગઈ કાલે ૪.૪ ટકા વધી ૧૩૫ રૂપિયા, ય્.કૉમ અડધો ટકો ઘટી ૫.૩૪ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રા ૨.૧ ટકા ઘટી ૧૧૫ રૂપિયા, રિલાયન્સ પાવર એકાદ ટકો વધીને ૧૧ રૂપિયા, રિલાયન્સ હોમ ૧.૭ ટકા વધી ૨૬.૪૫ રૂપિયા, રિલાયન્સ નેવલ ૩.૯ ટકા વધી ૮.૫૬ રૂપિયા તો રિલાયન્સ નિપ્પોન ૫.૯ ટકા ઘટી ૧૫૪ રૂપિયા બંધ હતા. અનિલ અંબાણી ગ્રુપ કહે છે કે આ લોકોએ ગિરવે મૂકેલા શૅર વેચી ચાર દિવસમાં ગ્રુપનું માર્કેટકૅપ પંચાવન ટકા સાફ કરી નાખ્યું. અમારા રોકાણકારોને પારાવાર નુકસાન કર્યું. તાજેતરની ચાર દિવસની ખરાબી અગાઉ ADAG ગ્રુપના શૅર ગગડતા રહી જે લેવલે આવી ગયા હતા એની જવાબદારી કોની? અનિલ અંબાણીએ કારભાર સારી રીતે ચલાવ્યો હોત તો તેના ગ્રુપની આવી હાલત જ ન થઈ હોત. બીજાઓને દોષ દેવાની સાથે અનિલ અંબાણીએ એક વખત આયનામાં પોતાની જાતને નિરખી લેવાની ખાસ જરૂર છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK