ફિસ્કલ અને મૉનિટરી પગલાં લીધાં હોવા છતાં વિશ્વસ્તરે અગ્રણી દેશો, ખાસ કરીને યુરોપના દેશો ૨૦૦૮થી શરૂ થયેલી મંદીમાંથી પૂરેપૂરા બહાર નથી આવ્યા. આને કારણે પૉલિસીમેકર્સ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આને કારણે આગામી સમયમાં ઊભી થનારી સ્થિતિનો સામનો કરવા માટે આપણી પાસે મર્યાદિત વિકલ્પો જ ઉપલબ્ધ થશે.’
રૂપિયાના ઘટી રહેલા મૂલ્ય બાબતે પ્રણવ મુખરજીએ ઉમેર્યું હતું કે ‘૨૦૦૮માં જે ગ્લોબલ ક્રાઇસિસ ઊભી થઈ હતી એને પગલે ભારતમાં મોટા પાયે વિદેશી પૈસા આવ્યા હતા એટલે રૂપિયાના મૂલ્યમાં વધારો થયો હતો. અત્યારે યુરો ક્રાઇસિસને કારણે વિદેશી નાણાં ભારતમાંથી બહાર પાછા જઈ રહ્યા છે એને કારણે કરન્સીમાં અફડાતફડી વધી છે. આપણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો જોયો છે. એક્સ્ટર્નલ ડિમાન્ડમાં ઘટાડો થવાથી એક્સર્પોટના ગ્રોથરેટમાં ઘટાડો થયો છે અને કરન્ટ અકાઉન્ટની ડેફિસિટ વધીને જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ત્રણ ટકા જેટલી થઈ છે.’