લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશને શૅરબજારમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી

Published: 24th December, 2012 06:17 IST

ભારતની સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર એલઆઇસી ઑફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી શૅરબજારમાં ઇક્વિટી શૅર્સનું વેચાણ કરીને ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો નફો કર્યો છે. એલઆઇસીએ અત્યાર સુધી ૨૧,૦૦૦ કરોડ રૂપિયાની ઇક્વિટીનું વેચાણ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ શૅરબજારમાં કર્યું છે.આગામી સમયમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના શૅરમાં રોકાણ કરવા માટે એલઆઇસી એની રોકડ રકમની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. આ વર્ષે એલઆઇસીએ એલ ઍન્ડ ટી અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર જેવી કંપનીના શૅર્સનું વેચાણ કરીને આ કંપનીઓની ઇક્વિટીમાં હિસ્સો ઘટાડ્યો છે. ૨૦૧૧-’૧૨માં એલઆઇસીએ ઇક્વિટી માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

એલઆઇસીએ સરકારી કંપનીઓમાં મોટા પાયે રોકાણ કર્યું છે. ઓએનજીસીના ઇશ્યુમાં એલઆઇસીએ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આ ઉપરાંત સરકારી બૅન્કોમાં ૮૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઍર ઇન્ડિયાનાં બૉન્ડ્સમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એલઆઇસીએ હિન્દુસ્તાન કૉપર અને નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ભરણામાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે.

એલઆઇસી = લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન

એલ ઍન્ડ ટી = લાર્સન ઍન્ડ ટુબ્રો

ઓએનજીસી = ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK