આત્મનિર્ભર એજન્ટની નવી બિઝનેસ ડિજિટલ ઍપ આનંદાનું લૉન્ચિંગ

Published: 21st November, 2020 11:28 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

એલઆઇસી ઑફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનના ઝોનલ મૅનેજર વિકાસ રાવે કહ્યું કે એલઆઇસીના અધ્યક્ષ એમ. આર. કુમારના હસ્તે ડિજિટલ ઍપ્લિકેશન આનંદા લૉન્ચ કરી છે

નવી બિઝનેસ ડિજિટલ ઍપ આનંદાનું લૉન્ચિંગ
નવી બિઝનેસ ડિજિટલ ઍપ આનંદાનું લૉન્ચિંગ

એલઆઇસી ઑફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનના ઝોનલ મૅનેજર વિકાસ રાવે કહ્યું કે એલઆઇસીના અધ્યક્ષ એમ. આર. કુમારના હસ્તે ડિજિટલ ઍપ્લિકેશન આનંદા લૉન્ચ કરી છે જે એક ઐતિહાસિક ક્ષણ છે તેમ જ વર્તમાન સમયમાં એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

વર્તમાનના કપરા અને પડકારજનક સમયને ધ્યાનમાં રાખતાં એલઆઇસીએ વીમાની દરખાસ્તની પ્રક્રિયાને સુવિધાજનક બનાવી સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનાવવા આ ડિજિટલ ઍપ સ્વરૂપે એક પહેલ કરી છે.

નવા વ્યવસાયની પ્રક્રિયાને ફરીથી તૈયાર કરવા માટે તેના ભૌતિક સ્વરૂપને ડિજિટલ સ્વરૂપમાં તબદીલ કરવાના હેતુથી ફરીથી ઓપ આપવામાં આવ્યો છે.
આનંદા ઍપને કારણે એલઆઇસીના એજન્ટ ગ્રાહકને મળ્યા વિના જ પૉલિસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. ઝોનલ મૅનેજર સી. વિકાસ રાવે જણાવ્યું હતું કે આ ઍપની એક જ પૂર્વશરત છે કે ગ્રાહકનો મોબાઇલ-નંબર તેના આધાર કાર્ડ સાથે લિન્ક હોવો જોઈએ.

આ ઍપ્લિકેશનને કૉર્પોરેશનના મધ્યસ્થીઓ એટલે કે એજન્ટો તેમ જ અન્યો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. આ ઍપ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ એજન્ટ્સ માટે સહાયકારક બની રહેશે તેમ જ આગામી દિવસોમાં કૉર્પોરેશનના વ્યાવસાયિક પ્રદર્શનમાં એક વિશાળ બૂસ્ટર તરીકે કામ કરશે.

ઝોનલ મૅનેજર સી. વિકાસ રાવે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાની જનતાને સંસ્થા પર વિશ્વાસ કાયમ રાખી આ ઍપનો લાભ ઉઠાવવાનું આહ્‍વાન કર્યું હતું. તેમણે પોતે પણ આ ઍપના માધ્યમથી પોતાનો વીમો ઉતાર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK