માર્કેટ લેટ, આર્થિક આંકડા પર નજર

Published: 12th November, 2014 05:27 IST

જૅપનીઝ નિક્કી સાત વર્ષે પ્રથમ વાર ૧૭,૦૦૦ ઉપર બંધ, પીએસયુ બૅન્ક શૅરમાં મજબૂત વલણ : મિડકૅપ બેન્ચમાર્ક ૮૨ મહિનાની ઊંચી સપાટીએ : બૅન્ક ઑફ બરોડા ઑલટાઇમ હાઈશૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

આજે ૧૨ નવેમ્બરે આવનારા ફુગાવો અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા પર નજર રાખતાં શૅરબજાર અથડાઈ રહ્યુ છે. સેન્સેક્સ ઉપરમાં ૨૭૯૯૭ થઈ ૩૫ પૉઇન્ટના સુધારામાં ૨૭૯૧૦ બંધ આવ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૮૩૭૮ થઈને ૧૮ પૉઇન્ટ વધીને ૮૩૬૨ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સના મુકાબલે નિફ્ટી ટકાવારી વૃદ્ધિની રીતે આગળ રહ્યો હોય એવી તાજેતરની આ ત્રીજી ઘટના છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૬ શૅર વધેલા હતા. માર્કેટ-બ્રેડ્થ સાધારણ પૉઝિટિવ હતી. ૧૫૬૮ શૅર પ્લસ હતા, ૧૪૫૨ જાતો નરમ હતી. ૩૧૪ કાઉન્ટર ઉપલી સર્કિટે તો ૨૪૭ સ્ક્રિપ્સ મંદીની સર્કિટમાં હતી. ૨૮૮ શૅર બીએસઈ ખાતે ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે ઊંચા શિખરે ગયા હતા. ૭૩ શૅરમાં ઐતિહાસિક બૉટમ દેખાઈ હતી. અમેરિકન ડાઉ ઇન્ડેક્સ ૧૭૬૨૧ની ઑલટાઇમ હાઈ બનાવી નહીંવત્ સુધારામાં ૧૭૬૧૪ નજીક બંધ આવતાં એશિયન બજારો એકંદર મૂડમાં હતા. જૅપનીઝ નિક્કી બે ટકાથી વધુના ઉછાળામાં ૩૪૪ પૉઇન્ટ વધીને ૨૦૦૭ બાદ પ્રથમ વાર ૧૭ની ઉપર, ૧૭૧૨૧ બંધ રહ્યો છે. ઇન્ડોનેશિયન માર્કેટ ૧.૩ ટકા તથા હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ નહીંવત્ પ્લસ હતા. સેન્સેક્સ ખાતે ભેલ ૨.૪ ટકા, ભારતી ૧.૯ ટકા, ઇન્ફી અને કોલ ઇન્ડિયા એક ટકો ડાઉન હતા. સામે ગેઇલ ૧.૬ ટકા, મહિન્દ્ર ૨.૪ ટકા, તાતા સ્ટીલ ૧.૮ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકો વધેલા હતા. લાર્સન અને રિલાયન્સમાં ૦.૯ ટકાનો સુધારો હતો.

જીએસ ઑટો ઉપલી સર્કિટે

ઑટો ફાસનર્સ બિઝનેસમાં પ્રવૃત્ત જીએસ ઑટો ઇન્ટરનૅશનલ ગઈ કાલે બમણા કામકાજમાં ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૮ રૂપિયા નજીક બંધ હતો જે જાન્યુઆરી ૨૦૧૧ પછીની ટોચ છે. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળી આ કંપનીનો ૬૪ કરોડ રૂપિયાના ખર્ચે જમશેદપુર પ્લાન્ટનો બીજો તબક્કો વેપારી ધોરણે ટૂંક સમયમાં કાર્યરત થતાં એની ફેરસ કાસ્ટિંગની ક્ષમતા વધીને ત્રણ ગણી થશે. કંપની એના લુધિયાણા પ્લાન્ટનું અપગ્રેડેશન કરશે. કંપની ઓઈએમ કસ્ટમર્સમાં તાતા મોટર્સ, મહિન્દ્ર, મારુતિ સુઝુકી, સ્વરાજ મઝદા ઇત્યાદિનો સમાવેશ છે. ૭૨૬ લાખ રૂપિયાની ઇક્વિટીમાં મોટર્સ હોલ્ડિંગ ૪૨ ટકા જેવું છે. બૉડી કૉર્પોરેટ્સ ૩૪ ટકા અને નાના શૅરધારક ૧૯.૮ ટકા હિસ્સો ધરાવે છે. બુકવૅલ્યુ ૩૩ રૂપિયા છે. ઑટો એન્સિલિયરી સેPરમાં ગઈ કાલે બાવન શૅર વધ્યા હતા, ૪૦ જાતો નરમ હતી. શારદા મોટર્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૬૯ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ બંધ હતો. એમ્ટેક ઑટો ૧૭ ટકાના ઉછાળે ૧૯૨ રૂપિયા પ્લસ હતો. હેલ્લા ઇન્ડિયા, જેબીએમ ઑટો, રાસધનિક, મિન્ડા ઇન્ડ જેવાં કાઉન્ટર ૫થી ૭ ટકા ઊંચકાયાં હતાં.

૯૩૮ રૂપિયાની ઑલટાઇમ હાઈ

સિએટ તેજીની આગેકૂચમાં મંગળવારે ૯૩૮ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી છેલ્લે પાંચ ટકાની મજબૂતીમાં ૯૨૯ રૂપિયા બંધ હતો. બન્ને બજારો ખાતે કુલ મળીને ૧૧.૫૦ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. ૨૬૯ રૂપિયાની બુકવૅલ્યુવાળી આ કંપનીએ છેલ્લે જાન્યુઆરી ૧૯૮૭માં બે શૅરદીઠ એક બોનસ આપ્યું હતું, જ્યારે સપ્ટેમ્બર ૨૦૦૫માં શૅરદીઠ ૫૦ રૂપિયાના ભાવે ૧૦ શૅરદીઠ ત્રણના પ્રમાણમાં રાઇટ કર્યો હતો. લગભગ વર્ષ પ્ાૂર્વે ૧૪  નવેમ્બર ૨૦૧૩ના રોજ આ શૅર ૨૦૨ રૂપિયાના વર્ષના તળિયે ગયો હતો. ઑલટાઇમ બૉટમ ૧૪.૮૦ રૂપિયા છે જે સપ્ટેમ્બર ૨૦૦૧માં બની હતી. અન્ય ટાયર શૅરમાં ટીવીએસ શ્રીચક્ર ૧૪૬૮ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી પ્રૉફિટ બુકિંગમાં ૪.૯ ટકા ઘટીને ૧૩૭૬ રૂપિયા હતો. ડનલપ ઇન્ડિયા પાંચ ટકા, ફાલ્કન ટાયર્સ ૪.૪ ટકા, મોદી રબર ૪.૫ ટકા તથા અપોલો ટાયર્સ ૧.૩ ટકા ડાઉન હતા. એમઆરએફ એક ટકો, જેકે ટાયર્સ સવા ટકો, બાલક્રિના ઇન્ડ. ૧.૧ ટકા તથા ગુડયર ૦.૯ ટકા અપ હતા. ઇન્ડાગ રબર ૩ ટકાની મજબૂતીમાં ૭૪૮ રૂપિયા હતો.

૮૩ શૅર ‘ટી’ ગ્રુપમાંથી બાકાત

બીએસઈ દ્વારા ૧૩ નવેમ્બરથી અમલી બને એ રીતે ૮૩ શૅરને ‘ટી’ ગ્રુપમાંથી બાકાત કરાયા છે. સામે ૩૩ જાતોને ટ્રેડ-ટુ-ટ્રેડમાં મૂકવામાં આવી છે. સામાન્ય રીતે કોઈ પણ શૅર ‘ટી’ ગ્રુપમાંથી બહાર જાય એટલે એના ખરીદ-વેચાણમાં ૧૦૦ ટકાવાર માર્જિન, મહત્તમ પાંચ ટકાની સર્કિટ-લિમિટ અને ઇન્ટ્રા-ડેમાં ઓળિયાં સરખાં કરવાની મનાઈ જેવા અંકુશ દૂર થતાં શૅરમાં ફૅન્સી વધે છે. જે ૮૩ શૅર બંધનમુક્ત બને છે એમાં કેટલાંક જાણીતાં નામ આ પ્રમાણે છે: એમ્ર્ફોજ, બીએલબી, ડાયનાકોન્સ સિસ્ટમ્સ, ઇન્ડિયાબુલ્સ પાવર, જેબીએમ ઑટો, ગ્લોબલ વેક્ટ્રા, જીઆઇ એન્જિનિયરિંગ, કેઆઇસી મેટાલિક, કચ્છ મિનરલ્સ, લૅન્ડમાર્ક લિઝર, લા વોટરિના, લુમેક્સ ઑટો, મિડલૅન્ડ પોલિ, મોરપૅન લૅબ, હિન્દુ બાયો, ઇલેક્ટ્રોથર્મ, ઓડિસી ટેક્નો, પિડી લેમિનેટર્સ, આરઆર ફાઇનૅન્શિયલ, વિપુલ, વૅલ્યુમાર્ટ રીટેલ, સુરાણા ઇન્ડ, રેક્સર્નોડ ઇલે, પંકજ પૉલિમર્સ, નેટલિન્ક વગેરે સામેલ છે; જ્યારે ‘ટી’ ગ્રુપમાં જનારા ૩૩ શૅરમાં આદી ઇન્ડ, બ્લૅકરોઝ ઇન્ડ, કૉમેક્સ ટેક્નો, કૉન્ફિડન્સ ફાઇ, ગિની સિલ્ક મિલ્સ, ગોપલી ઇન્ફોટેક, લાયકા લૅબ, નિખિલ એધેસિવ્સ, નુટેક કૉર્પ, સર્દા પેપર, વામા ઇન્ડ, મોદીપોન, મહાવીર ઇન્ડ, હરિયા એક્સર્પોટ્સ, પૅનૅસોનિક અપ્લાયન્સિસ, રુબ્રા મૅજિકામૅન, સિદ્ધ વેન્ચર્સ, સુપર બેકર્સ, પ્રતીક્ષા કેમિકલ્સ, પ્રણવાદિત્ય સ્પિનિંગ, સુનીલ ઍગ્રો વગેરે સામેલ છે.

મિડકૅપ ઇન્ડેક્સ ૮૨ મહિનાની ટોચે

લેટ માર્કેટમાં મિડકૅપ ઇન્ડેક્સ પોણો ટકો વધીને ૧૦૦૮૫ બંધ હતો. ઇન્ટ્રા-ડેમાં ૧૦૦૯૨ની લગભગ ૮૨ મહિનાની ટોચ બની હતી. એના ૨૬૭માંથી ૧૬૦ શૅર પ્લસ હતા. એમ્ટેક ઑટો ૧૭ ટકા, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન ૭.૮ ટકા, ઈઆઇડી પૅરી ૭ ટકા, મેક્સ ઇન્ડિયા ૬.૪ ટકા, રેડિંગ્ટન છ ટકા, બ્લુડાર્ટ ૫.૪ ટકા, નિલક ફાઇનૅન્સ અને ઇપ્કા લૅબ પાંચ ટકા ઊછળ્યા હતા. એન્જિનિયર્સ ઇન્ડિયા વધુ ૩.૭ ટકાની ખરાબીમાં ૨૨૮ રૂપિયા હતો. બ્રોડર માર્કેટનો માપદંડ ગણાતો બીએસઈ-૫૦૦ નવી વિક્રમી સપાટીએ જઈ ૦.૪ ટકા વધેલો હતો. એના ૫૦૦માંથી ૨૮૯ શૅર ઊંચકાયા હતા. કોલ્તે પાટીલ ૫.૫ ટકા, જેબી કેમિકલ્સ ૪.૯ ટકા, સોલર ઇન્ડ સવાચાર ટકા, બજાજ ઇલે ૪ ટકા ડાઉન હતા. એફએમસીજી ઇન્ડેક્સ ૭૭૬૭નું સર્વોચ્ચ શિખર બતાવી ૦.૭ ટકાના ઘટાડે ૭૬૮૮ બંધ હતો. એના ૧૧માંથી ૯ શૅર વધ્યા હતા, પરંતુ હેવીવેઇટ આઇટીસીનો ૧.૯ ટકાનો ઘટાડો બધાને ભારે પડ્યો હતો. મારિકો ૫.૩ ટકાના ઉછાળે ૩૩૪ રૂપિયા બંધ હતો. ભારત ર્ફોજ અઢી ટકા, મહિન્દ્ર ૨.૪ ટકા, આઇશર મોટર્સ બે ટકા, મારુતિ ૦.૬ ટકાના સુધારામાં, ઑટો ઇન્ડેક્સ ૦.૭ ટકા અપ હતો. તાતા મોટર્સ જૈસેથે, બજાજ ઑટો નહીંવત્ વધ્યો હતો.

રેટ-કટની આશા જીવંત

રિઝર્વ બૅન્ક તરફથી આગામી પૉલિસી મીટિંગમાં વ્યાજદરમાં ઘટાડા વિશેની શક્યતા ઓછી કે નહીંવત્ હોવાના નર્રિ્દેશ પરોક્ષ રીતે ભલે અપાઈ રહ્યા છે, પરંતુ બૉન્ડ માર્કેટનો ટ્રેન્ડ રેટ-કટનો હોવાનું સૂચન કરે છે. ૧૦ વર્ષર્‍ માટેનાં સરકારી બૉન્ડ પરનું યીલ્ડ ૮.૧૮ ટકાના ૧૫ મહિનાના તળિયે ગયું છે. સરવાળે બૅન્ક શૅરમાં વલણ મજબૂત થયું છે. બૅન્ક નિફ્ટી તથા બૅન્કેક્સ ગઈ કાલે ઑલટાઇમ હાઈ બનાવી પોણો ટકો વધ્યા હતા. બૅન્ક ઑફ બરોડા ૧૦૧૯ નજીક ૪ નવેમ્બર ૨૦૧૦ પછીની ઊંચી સપાટી બનાવી ૨.૮ ટકાની તેજીમાં ૧૦૧૧ રૂપિયા નજીક બંધ હતો. ૨૪ પીએસયુ બૅન્કમાંથી એકમાત્ર સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર-જયપુર ૧.૪ ટકા નરમ હતો. અલાહાબાદ બૅન્ક પાંચ ટકા, આંધþ બૅન્ક ૪.૪ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૬ ટકા, કૅનેરા બૅન્ક ૨.૯ ટકા, પંજાબ સિંધ બૅન્ક ૧૨.૭ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૪ ટકા, યુકો બૅન્ક ૪.૪ ટકા, સિન્ડિકેટ બૅન્ક ૩.૮ ટકા, યુનિયન બૅન્ક ૩.૨ ટકા, પીએનબી ૩.૪ ટકા, આઇઓબી ૨.૮ ટકા ઊંચકાયા હતા. ખાનગી ક્ષેત્રની ૧૭માંથી ૧૩ બૅન્ક વધેલી હતી. ડીસીબી બૅન્ક સવાછ ટકાના ઉછાળે ૧૦૦ રૂપિયા નજીક તો કર્ણાટકા બૅન્ક પણ આટલી જ તેજીમાં ૧૩૭ રૂપિયા બંધ હતી. સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાત્રણ ટકા, સિટી યુનિયન બૅન્ક ૩ ટકા તથા લક્ષ્મી વિલાસ બૅન્ક દોઢ ટકો પ્લસ હતા.

આજનાં કંપની પરિણામ

૨૦ માઇક્રોન્સ, એબીસી ગૅસ, ઍક્શન ફાઇ. સર્વિસ, અદાણી એન્ટરપ્રાઇઝ, એડીએપ ફૂડ્સ, આદિત્ય સ્પિનર્સ, એએફ એન્ટરપ્રાઇઝ, ઑલસોટ કૉર્પોરેશન, આમન્ડ ગ્લોબલ, અપોલો ટયુબ, અપોલો હૉસ્પિટલ એન્ટર., અર્નવ કૉર્પોરેશન, અશોક આલ્કો-કેમ., એશિયન ઑઇલફીલ્ડ, એસિયા પેક, આવાન્સ ટેક્નો., બજાજ સ્ટીલ ઇન્ડ., બાલા ટેક્નો., બીયુ ઓવરસીઝ, બીજીઆર એનર્જી, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન, ક્રેવાટેક્સ, ક્રીએટિવ આઇ, ડીએસજે કમ્યુ., ડીસીએમ શ્રીરામ, ડીસીડબ્લ્યુ, ડીએફએલ ઇન્ફ્રા., ધરણી ફાઇનૅન્સ, ધરણી શુગર્સ, દિશમાન ફાર્મા, ડાયનાકોન્સ સિસ્ટમ્સ, ઇન્ટેગ્રા, એસ્સાર સિક્યૉ., ફર્ટિલાઇઝર-કેમિકલ ત્રિવેન્કોર, એફડીસી, ફાઇનૅન્શિયલ ટેક્નો., ગંગોત્રી ટેક્સ, જીની ફિલામેન્ટ્સ, ગોકુલ રિફોઇલ્સ, ગુજરાત પૉલિ, ગુજ. સ્ટેટ ફાઇનૅન્શિયલ કૉર્પોરેશન, એચઈજી, હિન્દુજા ગ્લોબલ સૉલ્યુશન, હિન્દુસ્તાન નૅશનલ ગ્લાસ, હિન્દુ સિન્ટેક્સ, હિન્દુસ્તાન લુરોકાર્બન્સ, હાઇટેક પ્લાસ્ટ, હિટકો ટૂલ્સ, ઇકરા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ, ઇન્ડિયા સિમેન્ટ્સ, ઇન્ડિયન કાર્ડ ક્લોધિંગ, ઇન્ડો બ્રિટાનિયા ઍગ્રો, ઇન્વેન્ચર ગ્રોથ, જેઍન્ડકે બૅન્ક, જયપુર શુગર કંપની, જેપી એસો, જિન્દલ સ્ટેનલેસ, કનિકા ઇન્ફોટેક, કપાસી કમર્શિયલ, કિલોર્સ્કર ઇલે., કવિતા ફૅબ્રિક, ખૈતાન ઇન્ડિયા, કોઠારી ઇન્ડ. કૉર્પોરેશન, લોટસ ચૉકલેટ, મંગલમ ઇન્ડ. ફાઇ., મન ઇન્ફ્રા., મેક્સ ઇન્ડિયા, મહાલક્ષ્મી રબટેક, નાહર કૅપિટલ, નાહર પૉલિફિલ્મ, નેટકો ફાર્મા, નૅશનલ ઍલ્યુ., નોઇડા મેડિકૅર સેન્ટર, ઑઇલ ઇન્ડિયા, ઑર્બિટ કૉર્પોરેશન, ઓરિયન્ટ રિફ્રેPરીઝ, પી.સી. જ્વેલર્સ, ફિલિપ્સ કાર્બન બ્લૅક, ફીટો કેમ ઇન્ડિયા, પીકૉક ઇન્ડ., પિક્સ ટ્રાન્સમિશન્સ, પોટેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, પુંજ કમ્યુ., રસોઈ, રાજસ્થાન સિલિન્ડર, શ્રી રેણુકા શુગર્સ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ પાવર, સેનબો ઇન્ડ., શ્રીગણેશ જ્વેલરી, શિવમ ઑટોટેક, શ્રીરામ અર્બન ઇન્ફ્રા, શ્રેણુજ, સિમ્પ્લેક્સ પેપર્સ, સિમ્પ્લેક્સ રિયલ્ટી, સુચિત્રા ફાઇ., સુરત ટેક્સટાઇલ, તારા જ્વેલર્સ, તાતા સ્ટીલ, ટાઇમ ટેક્નોપ્લાસ્ટ, થિરાણી પ્રોજેP, ત્રિનેત્ર સિમેન્ટ, ત્રિવેણી એન્ટરપ્રાઇઝ, યુનાઇટેડ બ્રુઅરીઝ, યુનિવર્થ ઇન્ટરનૅશનલ, યુનિટેક, યુનાઇટેડ ટેક્સટાઇલ, ઉત્તમ શુગર મિલ્સ, વિમલ ઑઇલ-ફૂડ્સ, ઝન્ડુ રિયલ્ટી, ઝેનિથ હેલ્થકૅર, ઝૉડિઍક ક્લોધિંગ.   

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK