જેટ એરવેઝની સંપતિ વેચવા માટે આ સપ્તાહે બોલીની પ્રક્રિયા શરૂ કરાશે

Published: Jul 18, 2019, 21:44 IST | Mumbai

Jet Airways ના લેન્ડર્સ એરલાઈનની કેટલીક સંપતિઓ વેચવા માટે શનિવારે સુધી બોલીઓ મંગાવશે. જેટનો મામલો દેવાળિયા કોર્ટમાં પહોંચ્યા બાદ પ્રથમ વાર થયેલી લેન્ડર્સની બેઠકમાં મંગળવારે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Mumbai : Jet Airways ના લેન્ડર્સ એરલાઈનની કેટલીક સંપતિઓ વેચવા માટે શનિવારે સુધી બોલીઓ મંગાવશે. જેટનો મામલો દેવાળિયા કોર્ટમાં પહોંચ્યા બાદ પ્રથમ વાર થયેલી લેન્ડર્સની બેઠકમાં મંગળવારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેટનો કેસ 17 જૂને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) માં પહોંચ્યો હતો.રિઝોલ્યુશન પ્રોફેશનલ અને બેન્ક બોલીની શરત નક્કી કરશે

1) ન્યુઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે રિઝોલ્યુશન પ્રોફેશનલ આશીષ ચાચરિયા અને એસબીઆઈના નેતૃત્વ વાળા લેન્ડર્સના ગ્રુપ બોલીની શરતો નક્કી કરશે. બોલીઓ મંગાવવાની સમય સીમા અને શરતો પર વોટિંગની પ્રક્રિયા 19 જુલાઈ સુધીમાં પુરી કરી લેવામાં આવશે. અગામી દિવસે બોલીઓની જાહેરાત બહાર પાડવામાં આવશે.


2) જેટ એરવેઝની જે એસેટ્સને વેચવાની યોજના છે, તેમાં 14 એરક્રાફટ, જેટ પ્રવિલેજમાં 49 ટકા શેર અને કેટલીક ઈમારતો સામેલ છે. જેટ પર બેન્કોના દેવા સહિત કુલ 36 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.


3) વેન્ડરને 10,000 કરોડ રૂપિયા, બેન્કોના વ્યાજ સહિત 8,500 કરોડ રૂપિયા અને કર્મચારીઓની સેલેરીના 3,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. એરલાઈનને છેલ્લા 3 વર્ષમાં 13,500 કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે.


4) લેન્ડર્સે જેટના સ્લોટ અને રૂટ્સને પણ એસેટ્સની કેટેગરીમાં સામેલ કર્યું છે. જોકે સરકાર જેટના તમામ ઘરેલું અને આંતરાષ્ટ્રીય રૂ્ટસને પહેલેથી જ અચોક્કસ રૂપથી બીજી એરલાઈનને આપી ચૂકી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK