બેંક RD Vs મ્યુચ્યુઅલ ફંડ SIP: 5 વાતોમાં જાણો તમારા માટે શું સારું

Feb 10, 2019, 20:08 IST

બેંકની રિકરિંગ ડિપોઝિટ (આરડી) અને મ્યુચ્યુઅલ ફંડનો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) આવા જ બે શ્રેષ્છ રોકાણ વિકલ્પ છે, જે તે લોકો માટે શ્રેષ્ઠ છે જે જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે.

બેંક RD Vs મ્યુચ્યુઅલ ફંડ SIP: 5 વાતોમાં જાણો તમારા માટે શું સારું
ફાઇલ ફોટો

નિયમિત બચતની આદત એક જૂની વાત છે. આપણામાંથી મોટાભાગના પોતાના માતા-પિતા પાસેથી આ વાત જરૂર સાંભળી હશે. બચત તે સમયે વધુ રસપ્રદ થઈ શકે છે જ્યારે તમે કોઈ એવા સુરક્ષિત રોકાણ વિકલ્પમાં એક પ્રપોર્શનલ રકમનું રોકાણ ઝડપથી અઠવાડિક, માસિક અથવા ત્રિમાસિક આધારે કરવા માટે તૈયાર હોવ, જે વધુ સારું રિટર્ન આપવામાં સક્ષમ હોય.

બેંકની રિકરિંગ ડિપોઝિટ (આરડી) અને મ્યુચ્યુઅલ ફંડનો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) આવા જ બે શ્રેષ્છ રોકાણ વિકલ્પ છે, જે તે લોકો માટે શ્રેષ્ઠ છે જે જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે. બેંક રિકરિંગ ડિપોઝિટ (આરડી) અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીમાં અલગ-અલગ વિશેષતાઓ અને શરતો હોય છે જે લોકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરી શકે છે. આ બંને રોકાણ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવી તમારી રિટર્નની અપેક્ષાઓ, જોખમ ઉઠાવવાની ક્ષમતા, વિથડ્રોઅલ ઓપ્શન્સ, ટેક્સ અને રોકાણ ઉદ્દેશોના આધારે નક્કી થાય છે જે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ માટે હોય છે.

બેંક આરડી અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી: 5 વાતો જે તમારે જાણવી જોઈએ

રિટર્ન: બેંકની રકરિંગ ડિપોઝિટ પર મળનારું રિટર્ન બેંક તરફથી નક્કી કરવામાં આવે છે અને બેંકો પાસે તેને બદલવાનો અધિકાર હોય છે. જ્યારે બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) પર મળનારું રિટર્ન ફિક્સ્ડ નથી હોતું અને તે સ્કીમના આધારે અલગ-અલગ હોય છે. સાથે જ તેના પર માર્કેટની પણ અસર હોય છે. બેંક આરડી પર મળનારું રિટર્ન 6થી 8 ટકાની આસપાસ હોય છે, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પર મળનારું રિટર્ન વીતેલા 3 વર્ષોના રેકોર્ડ પ્રમાણે 11થી 12 ટકાની આસપાસ રહ્યું છે.

જોખમ: બેંકની રિકરિંગ ડિપોઝિટ પર કરવામાં આવતા રોકાણને રિસ્ક ફ્રી માનવામાં આવે છે. આરડીને વાણિજ્યિક બેંકો તરફથી ખોલવામાં આવે છે, પરંતુ તેનું નિયમન રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) તરફથી કરવામાં આવે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીમાં જોખમ સ્કીમના આધારે અલગ-અલગ હોય છે. તે એસેટ્સના આધારે અલગ-અલગ હોય છે, જેમકે લાર્જ કેપસ્ટોક, સ્મોલ કેપ સ્ટોક્સ, બોન્ડ, સરકારી રોકાણો વગેરે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીની સરખામણીએ બેંક આરડીમાં થતું રોકાણ ઓછું જોખમી હોય છે.

વિથડ્રોઅલ: બેંક આરડીમાં મેચ્યોરિટી પહેલા વિથડ્રોઅલ પર પેનલ્ટી આપવી પડે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીમાં કોઈપણ રોકાણકાર કોઈપણ સમયે પોતાની સ્કીમને બંધ કરીને પૈસા કાઢી શકે છે. એટલે કે એમાં વગર કોઈ વધારાનો ચાર્જ આપ્યા વગર મેચ્યોરિટી પહેલા વિથડ્રોઅલની સુવિધા મળે છે.

આ પણ વાંચો: જવાનીમાં પતાવ્યા આ 3 કામ, તો વૃદ્ધાવસ્થામાં નહીં સતાવે પૈસાની ચિંતા

ટેક્સ: બેંકની રિકરિંગ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીથી હાંસલ થયેલા વ્યાજ પર ટેક્સ આપવો પડે છે. તેમાં ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ અપવાદ છે. કોઈપણ રોકાણકાર ઇન્કમટેક્સની કલમ 80C હેઠળ ઇએલએસએસ એસઆઇપીમાં કરવામાં આવેલા રોકાણ પર એક નાણાકીય વર્ષની અંદર 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકે છે. જોકે તેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન 1 લાખથી વધુ હોવા પર તેના પ ર 10 ટકા ટેક્સ આપવો પડે છે.

રોકાણનો ઉદ્દેશ: બેંકની રિકરિંગ ડિપોઝિટ તે લોકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જે શોર્ટ ટર્મ માટે રોકાણ કરે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપી લોંગ ટર્મ રોકાણ માટે સારી માનવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK